‘12th ફેઈલ’ ફેમ અભિનેતા વિક્રાંત મૈસી હાલ ચર્ચામાં છે. તેમનાં અમુક જૂનાં ટ્વિટ્સ વાયરલ થઈ રહ્યાં છે, જેમાં હિંદુ ધર્મ અને દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર ભારે વિવાદ બાદ હવે અભિનેતાએ સ્પષ્ટતા કરીને માફી માંગવી પડી છે.
બુધવારે (21 ફેબ્રુઆરી, 2024) પોસ્ટ કરેલા એક ટ્વિટમાં વિક્રાંતે લખ્યું કે, “2018ના મારા એક ટ્વિટ સંદર્ભે કેટલીક વાત કહેવા માગું છું.” ત્યારબાદ આગળ કહ્યું કે, “મારો ઈરાદો હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો, બદનામ કરવાનો કે અપમાન કરવાનો ન હતો. મજાકમાં કરાયેલા ટ્વિટને હવે પાછળથી જોઉં છું ત્યારે મને તે કેટલું અરૂચિકર છે તેનો ખ્યાલ આવે છે. આ જ વાત અખબારમાં છપાયેલા કાર્ટૂન વગર પણ કહી શકાઈ હોત.” આગળ લખ્યું કે, “હું અત્યંત વિનમ્રતા સાથે જે કોઈની લાગણીઓને ઠેસ પહોંચી છે, તેમની માફી માગું છું.”
In context to one of my Tweets way back in 2018, I’d like to say a few words:
— Vikrant Massey (@VikrantMassey) February 20, 2024
It was never my intention to hurt, malign or disrespect the Hindu community.
But as I reflect in hindsight about a Tweet made in jest, I also release the distasteful nature of it. The same could…
આગળ અભિનેતાએ કહ્યું કે, “તમે જાણો જ છો કે હું તમામ માન્યતાઓ, આસ્થાઓ અને ધર્મોનું યથાસંભવ સન્માન કરું છું. સમય સાથે આપણે સૌ મોટા થઈએ છીએ અને આપણી ભૂલોથી શીખીએ છીએ. આ મારી ભૂલ હતી.”
આ પોસ્ટની નીચે મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી. ઘણાએ કહ્યું કે, દબાણ બાદ માગવામાં આવેલી માફી ક્યારેય હ્રદયથી માગવામાં આવેલી માફી હોતી નથી. તો અમુક યુઝરોએ એમ પણ કહ્યું હતું કે, હિંદુઓ સહિષ્ણુ હોવાથી તેમને માફ કરી દેશે, પરંતુ જો આ જ પ્રકારની પોસ્ટ ઈસ્લામવિરોધી હોત તો શું-શું બન્યું હોત તે એક્ટર પણ જાણે છે.
You should consider yourself lucky that it was not against lsIam because Hindus are tolerant
— desi mojito 🇮🇳 (@desimojito) February 20, 2024
શું હતું ટ્વિટ?
જે પોસ્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે તે એપ્રિલ, 2018માં વિક્રાંત મૈસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કરી હતી. તે સમયે કઠુઆ અને ઉન્નાવના રેપ કેસ ચર્ચામાં હતા. અભિનેતાએ આ કઠુઆ કાંડ પર ટિપ્પણી કરવા માટે ભગવાન રામ અને માતા સીતા પર બનેલા એક અપમાનજનક કાર્ટૂનનો સહારો લીધો હતો.
પોસ્ટમાં ભગવાન રામ અને માતા સીતા વચ્ચેનો સંવાદ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં માતા સીતાના હાથમાં એક અખબાર જોવા મળે છે, જેની હેડલાઇન છે- ‘મંદિરમાં બાળકી પર રેપ’; ‘ભાજપ ધારાસભ્ય દ્વારા સગીરા પર બળાત્કાર’; ‘રેપ આરોપીનો બચાવ કરી રહ્યા છે યોગી.’ આ સાથે મા સીતાને એક સંવાદ બોલતાં પણ દર્શાવાયાં હતાં, જેમાં તેઓ ભગવાન રામને કહે છે કે, ‘સારું થયું કે મારું અપહરણ રાવણે કર્યું હતું, તમારા ભક્તોએ નહીં.’ આ કાર્ટૂન પોસ્ટ કરીને વિક્રાંતે ‘રાષ્ટ્રવાદીઓ’ પર પણ ટિપ્પણી કરી હતી.
તાજેતરમાં આ પોસ્ટ વાયરલ થઈ ગયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ અભિનેતાની ઝાટકણી કાઢી હતી અને હિંદુ ધર્મ અને દેવી-દેવતાઓનું અપમાન કરવા બદલ ઠપકો આપ્યો હતો. ત્યારબાદ એક્ટરે માફી માગવી પડી.
તાજેતરમાં વિક્રાંત મૈસીના ઇન્ટરવ્યુની એક ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમના નાના ભાઈએ 17 વર્ષની વયે ઈસ્લામ અપનાવી લીધો હતો. વિક્રાંત કહે છે કે, “મારા ભાઈનું નામ મોઈન છે અને મારું નામ વિક્રાંત. તમને આશ્ચર્ય થશે કે મોઇન કેમ? તેણે ઈસ્લામ અપનાવી લીધો અને મારા પરિવારે તેને ધર્મ બદલવા દીધો. તેણે 17 વર્ષની વયે ધર્મપરિવર્તન કરી લીધું હતું, જે એક મોટું પગલું હતું. મારી મા શિખ છે. પિતા ખ્રિસ્તી છે અને ચર્ચ પણ જાય છે.” આગળ તેઓ કહે છે કે, “મેં નાની ઉંમરથી જ ધર્મ અને અધ્યાત્મને લઈને ઘણા તર્કો સાંભળ્યા અને ચર્ચાઓ થતી જોઈ છે.”