Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમ'આદિવાસીઓની જમીન પર ના થવા દો ક્રિકેટ': ખાલિસ્તાની પન્નુએ રાંચીમાં થઈ રહેલી...

    ‘આદિવાસીઓની જમીન પર ના થવા દો ક્રિકેટ’: ખાલિસ્તાની પન્નુએ રાંચીમાં થઈ રહેલી ભારત-ઈંગ્લેન્ડ મેચને લઈને આપી ધમકી, માઓવાદીઓ પાસે માંગી મદદ

    પન્નુ માઓવાદીઓને ઉશ્કેરતા કહી રહ્યો છે કે, "આદિવાસીઓની જમીન પર ક્રિકેટ ના થવા દો, જો મેચ યોજાય છે તો માઓવાદીઓ આખા વિસ્તારમાં અરાજકતા ઊભી કરી દો. કોઈપણ સંજોગોમાં મેચ રદ કરો. આદિવાસીઓની જમીન પર મેચ નહિ યોજાવા દો."

    - Advertisement -

    ઝારખંડના રાંચીમાં JSCA સ્ટેડિયમમાં 23 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ ટેસ્ટ મેચ યોજાવા જઈ રહી છે. તેવામાં હવે અમેરિકામાં બેસીને ભારત વિરુદ્ધ વારંવાર ઝેર ઓકતાં પ્રતિબંધિત ‘શીખ ફોર જસ્ટિસ’ સંગઠનના સભ્ય ગુરપતવંત સિંઘ પન્નુએ ધમકી આપી છે. તેણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ મેચને રદ કરવાની ધમકી આપી છે. સાથે જ પ્રતિબંધિત માઓવાદી સંગઠનને ઉશ્કેરીને આ મેચ રદ કરવા માટે અપીલ કરી છે. આ પહેલાં પણ પન્નુ અનેકવાર ધમકી આપી ચૂક્યો છે.

    ઝારખંડની રાજધાની રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ ટેસ્ટ મેચ યોજાવા જઈ રહી છે. તેને લઈને ખાલિસ્તાની આતંકી પન્નુએ ધમકી આપી છે અને ઈંગ્લેન્ડની ટીમને પણ પરત જવા માટે કહ્યું છે. રાંચી પોલીસે આ મામલે FIR નોંધી છે અને સઘન સુરક્ષા વચ્ચે તમામ તપાસ પણ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારી અને રાંચીના ડીસી રાહુલ સિન્હાએ પોતે તેના પર નજર રાખી રહ્યા છે. પન્નુએ આપેલી ધમકીનો વિડીયો પણ ચેક કરવામાં આવી રહ્યો છે.

    આ મામલે પોલીસે FIR પણ નોંધી છે. FIRમાં કહેવાયું છે કે, શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંઘ પન્નુએ યુટ્યુબ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ રદ કરવાના ઉદ્દેશ્યથી ભારતમાં પ્રતિબંધિત સંગઠન ભાકપા (માઓવાદી)ને આહ્વાન કર્યું છે કે, તેઓ ઝારખંડ અને પંજાબમાં અરાજકતા ઊભી કરે, જેથી મેચ રદ થઈ શકે.

    - Advertisement -

    શું ધમકી આપી આતંકી પન્નુએ?

    આ વિડીયોમાં પન્નુ માઓવાદીઓને ઉશ્કેરતા કહી રહ્યો છે કે, “આદિવાસીઓની જમીન પર ક્રિકેટ ના થવા દો, જો મેચ યોજાય છે તો માઓવાદીઓ આખા વિસ્તારમાં અરાજકતા ઊભી કરી દો. કોઈપણ સંજોગોમાં મેચ રદ કરો. આદિવાસીઓની જમીન પર મેચ નહિ યોજાવા દો.” પ્રશાસન આ વિડીયોને બે દેશો વચ્ચેના ખેલ સંબંધોને બગાડવા અને પ્રતિબંધિત સંગઠનોના માધ્યમથી અરાજકતા ઊભી કરવાના પ્રયાસરૂપે જોઈ રહી છે.

    આ મામલે પોલીસે IT એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાથે આ ધમકીને લઈને સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ પહેલાં તેણે અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપ ફાઈનલ ક્રિકેટ મેચ વખતે પણ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં