પટનાથી થવાનું હતું ગઝવા-એ-હિંદ, દેશને તોડનારી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ પછી, બિહાર પોલીસે શુક્રવારે (15 જુલાઈ, 2022) ના રોજ ખુલાસો કર્યો કે બિહાર ટેરર મોડ્યુલ કેસમાં પટનામાં અન્ય એક આરોપી મારગુવ અહેમદ દાનિશ ઉર્ફે તાહિરની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડની પુષ્ટિ કરતા પટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક માનવજીત સિંહ ધિલ્લોને જણાવ્યું હતું કે આરોપી ફુલવારીશરીફનો રહેવાસી છે અને તે ગજવા-એ-હિંદ જૂથ સાથે સંકળાયેલો હતો. અને તેના દ્વારા જ પટનાથી થવાનું હતું ગઝવા-એ-હિંદ.
#BreakingNow: PM मोदी के पटना दौरे से पहले गजवा-ए-हिंद की साजिश पर बड़ा खुलासा, देश के खिलाफ साजिश के लिए बनाया गया था #WhatsApp ग्रुप
— Times Now Navbharat (@TNNavbharat) July 16, 2022
अधिक जानकारी दे रहे हैं संवाददाता @Mohitomvashisht@himanshdxt @PreetiNegi_ #TerrorModule #Terrorism #Terrorist #India #Bihar #Patna #PFI pic.twitter.com/CguTiiU1bc
SSP એમએસ ધિલ્લોનના જણાવ્યા અનુસાર, તાહિરે 2006 થી 2020 સુધી દુબઈમાં કામ કર્યું હતું. તેણે કહ્યું, “જ્યારે અમે ફોન નંબરને ઇન્ટરસેપ્ટ કર્યો તો તેમાં ઘણી રાષ્ટ્ર વિરોધી સામગ્રી મળી આવી. પકડાયેલ વ્યક્તિએ 2 વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. આમાંથી એક પાકિસ્તાની હતો અને તેને તેનો એડમિન બનાવવામાં આવ્યો હતો. તેમાં ખાડી દેશોના ઘણા લોકો હતા. બીજા જૂથની રચના આ વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવી હતી, જેમાં બાંગ્લાદેશી લોકો હતા.
આ મામલાની વધુ વિગતો આપતા એસએસપીએ કહ્યું કે આ વોટ્સએપ ગ્રુપ કાશ્મીર સંબંધિત આતંકવાદ તરફી પોસ્ટ તેમજ રાષ્ટ્ર વિરોધી સામગ્રીનું વિતરણ કરી રહ્યા હતા. “તેમની 2023 માં સીધી જેહાદમાં સામેલ થવાની યોજના હતી,” ધિલ્લોને કહ્યું. પોલીસ અધિકારીએ કહ્યું કે ગઈકાલે પોલીસે એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો, જેણે 12 જુલાઈના રોજ પીએમ મોદીની મુલાકાત દરમિયાન હુમલાની યોજના બનાવી હતી.”
Arrested person made 2 WhatsApp groups that was created through Pakistan number & he was made admin. It had many people from gulf countries. Another group was made in January & had Bangladeshi people: SSP Patna MS Dhillon pic.twitter.com/4J1rvKwFU8
— ANI (@ANI) July 15, 2022
પોલીસે મોહમ્મદ જલાલુદ્દીન અને અતહર પરવેઝ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. આ લોકોએ મંગળવારે પટનામાં પીએમ મોદીના કાર્યક્રમમાં લગભગ 26 લોકોને હિંસા ફેલાવવાની તાલીમ આપી હતી. અહેવાલો અનુસાર, 11 જુલાઈના રોજ જે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો હતો તેમાં સામેલ બે આરોપીઓમાંથી એક ઝારખંડનો ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. જ્યારે અતહર પરવેઝ SIMIનો સભ્ય રહી ચૂક્યો છે અને હાલમાં PFI અને તેની રાજકીય પાંખ SDPIનો સભ્ય છે.
અહેવાલોમાં ઉલ્લેખાયા મુજબ બે આરોપીઓ, મોહમ્મદ જલાલુદ્દીન અને અથર પરવેઝે લગભગ 26 લોકોને આતંકવાદી મિશન માટે તાલીમ આપી હતી અને તેમને બંદૂક, તલવાર અને છરીનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું હતું. બિહાર પોલીસને તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે પરવેઝ અનેક વિદેશી સંસ્થાઓના સભ્યો સાથે સતત સંપર્કમાં હતો અને ભારતને તોડનારી પ્રવૃત્તિઓ કરવા માટે ભંડોળ માંગતો હતો. પીએમ મોદીની મુલાકાતના 15 દિવસ પહેલા ફુલવારી શરીફમાં શંકાસ્પદ આતંકવાદી તાલીમ પણ શરૂ થઈ ગઈ હતી. આ કેસમાં 26 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
હકીકતમાં, 11 જુલાઈએ PFI વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન, ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે ‘ઈન્ડિયા વિઝન 2047’ નામનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો. બિહાર પોલીસે 11 જુલાઈના રોજ દરોડા દરમિયાન તેને રિકવર કર્યો હતો. તે દસ્તાવેજમાં કાયર બહુમતી સમુદાય (હિંદુ) ને અંકુશમાં રાખવા અને મુસ્લિમોને તેમનું ગૌરવ પાછું મેળવવા જેવી બાબતો લખાયેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અપત્તિજનક દસ્તાવેજોમાં ‘ભારતમાં ઇસ્લામના શાસન’ વિષે ઉલ્લેખ કરાયો છે. ‘ઈન્ડિયા વિઝન 2047’ શીર્ષકવાળા આઠ પાનાના લાંબા પેપરના અંશોને ટાંકતા કુમારે કહ્યું, “PFIને ખાતરી છે કે જો સમગ્ર મુસ્લિમ વસ્તીના 10% તેની પાછળ એકત્ર થઈ શકે, તો પણ PFI કાયર બહુમતી સમુદાય પર જીત મેળવી શકશે. પોતાનું ગૌરવ પરાત લઇ શકશે.”
નોંધપાત્ર વાત એ છે કે, પોલીસે અત્યાર સુધીમાં પટનામાં ભારત વિરોધી ગતિવિધિઓનું આયોજન કરવા બદલ મોહમ્મદ જલાલુદ્દીન, અતહર પરવેઝ અને મારગુવ અહેમદ દાનિશ ઉર્ફે તાહિર નામના ત્રણ ઈસ્લામવાદીઓની ધરપકડ કરી છે. જોકે, 26 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા વ્યાપક દરોડા શરૂ કર્યા છે.