મહારાષ્ટ્રમાં એક X (જૂનું ટ્વિટર) યુઝરની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ધરપકડ થઈ છે. @AparBharat (અપરાજિત ભારત) હેન્ડલ ધરાવતા આ વ્યક્તિએ X પર પોસ્ટ કરી હતી, જેના કારણે 9 ફેબ્રુઆરીની રાત્રે તેમની ધરપકડ કરી લેવામાં આવી. તેમની વિરુદ્ધ ST/SC એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પછીથી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
.@AparBharat has been arrested for one tweet from his house in Mulund (thanks to his x friends)
— Trupti Garg (@garg_trupti) February 9, 2024
Next level of gundagardi in Maharashtra..please look into the matter @narendramodi @AmitShah @JPNadda @Dev_Fadnavis @mieknathshinde @cbawankule @TawdeVinod
ઑપઇન્ડિયા પાસે આ કેસની FIR ઉપલબ્ધ છે. આરોપી તરીકે અમેય પ્રધાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેમની અમુક પોસ્ટ ડૉ. બીઆર આંબેડકર વિરુદ્ધ હતી, જેનાથી તેમના અનુયાયીઓની ‘ભાવનાઓને ઠેસ પહોંચી.’
ફરિયાદના આધારે તેમની વિરુદ્ધ નાસિક સાયબર પોલીસ મથકે ST/SC એક્ટ હેઠળ તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતાં 3 દિવસની કસ્ટડી મંજૂર કરવામાં આવી હતી.
કઈ પોસ્ટના આધારે ગુનો નોંધાયો અને પછી ધરપકડ થઈ?
- ડૉ. બીઆર આંબેડકરની વિચારધારા આ દેશમાં નિષ્ફળ ગઈ છે તે તમે સ્વીકાર્યું એ જાણીને આનંદ થયો. તેમણે ક્યારેય દેશને ભારત તરીકે નથી જોયો, તેમને માત્ર અંગ્રેજોએ ભારત વિશે તોડી-મરોડીને રજૂ કરેલો ઈતિહાસ જ ખબર હતો.
- તેમને ખબર પડી ગઈ છે કે ધીમેધીમે 21મી સદીમાં આંબેડકરનું સત્ય છતું થઈ જશે, એ જ કારણ છે કે ખોટો નેરેટિવ આગળ વધારવાના પ્રયાસ કરી રહ્યા છે.
- આંબેડકરને સ્વતંત્રતા સેનાની તરીકે શા માટે રજૂ કરવામાં આવી રહ્યા છે?
I am glad that you accepted that Dr. B. R. Ambedkar's ideology has failed in this country.
— AParajit Bharat 🇮🇳 (@AparBharat) January 18, 2024
He never saw Bharat, all he knew was a British distorted history about India.
આ મામલે હેમંત તાયડે નામના એક X યુઝરે પોલીસ મથકે ફરિયાદ કરી હતી. FIR અનુસાર, ફરિયાદીએ ત્રણેય પોસ્ટના સ્ક્રીનશોટ પણ સાથે રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમને આરોપી સાથે કોઇ વ્યક્તિગત દુશ્મનાવટ નથી કે ન તેઓ કોઇ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે.
ફરિયાદી કહે છે કે, 7 ફેબ્રુઆરી, 2024ના રોજ મારી પ્રોફાઇલ પર પ્રકાશ આંબેડકરની એક પોસ્ટ જોવા મળી, જેમાં અપરાજિત ભારત નામના એક વ્યક્તિએ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરતો જવાબ આપ્યો હતો. આગળ જણાવ્યું કે, આ પોસ્ટથી બે સમુદાયો વચ્ચે તણાવ સર્જાઇ શકે છે. ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આરોપી ‘ઊંચી જાતિ’માંથી આવે છે.
ફરિયાદમાં જણાવ્યું કે, “અમારો સમુદાય ડૉ. બાબાસાહેબ આંબેડકરને પૂજે છે, તેમનો આદર કરે છે. અમે તેમને ભગવાન માનીએ છીએ. X યુઝર @AparBharatએ મારી અને મારા સમુદાયની ધાર્મિક અને સામાજિક ભાવનાઓને ઠેસ પહોંચાડીને બે સમુદાયો વચ્ચે ભેદભાવ સર્જવાના અને સામાજિક એકતા અને શાંતિને ડહોળવાના પ્રયાસ કર્યા છે.”