મોલ છે કે મસ્જીદ? સવાલ સોશિયલ મીડિયામાં ઉઠી રહ્યો છે, કારણકે તાજેતરમાં ઉત્તર પ્રદેશના લખનઉમાં ઉદ્ઘાટન કરાયેલ લુલુ મોલને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં કેટલાક મુસ્લિમ યુવકોએ મોલની અંદર નમાજ અદા કરી હતી, જેનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે. વાયરલ ક્લિપમાં 7 થી 8 લોકો જમીન પર બેસીને નમાઝ અદા કરતા જોવા મળે છે. લોકો ટ્વિટર પર સવાલ ઉઠાવી રહ્યા છે કે મોલ છે કે મસ્જીદ, કોઈ મોલમાં ધાર્મિક ગતિવિધિઓની મંજૂરી કેવી રીતે આપી શકે.
#VIDEO : लखनऊ के #Lulumall में नमाज !!!! देखिए पूरा वीडियो #LuluMallLucknow pic.twitter.com/vDnjOAOBec
— Amit Shukla (@amitshuklazee) July 14, 2022
લોકોએ આ મુદ્દે એટલી બધી કોમેન્ટ કરી છે કે ટ્વિટર પર #LuluMallLucknow હેશટેગ ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો મીમ્સ શેર કરીને લખી રહ્યા છે આ મોલ છે કે મસ્જીદ?
ઝી ન્યુઝના અહેવાલમાં ઉલ્લેખાયા મુજબ હિંદુ મહાસભા અનુસાર, લુલુ મોલ ભૂતકાળમાં પણ આવા વિવાદોમાં રહ્યો છે. સંસ્થાના નેતા શિશિર ચતુર્વેદીએ કહ્યું કે લુલુ મોલ હવે તેના સાચા રંગ બતાવી રહ્યો છે. આ મોલ પહેલાથી જ આવા જ કારનામા માટે સમાચારમાં રહ્યો છે. હવે યુપીમાં પણ આવું જ કરી રહ્યું છે. હિન્દુ મહાસભાએ મસ્જિદ તરીકે ઉપયોગમાં લેવાતા દરેક મોલ પર કાર્યવાહીની માંગ કરી છે.
મોલ ઓથોરીટીની ચોખવટ
એક અહેવાલ મુજબ આ વિવાદ પર લુલુ મોલ તરફથી ખુલાસો આવ્યો છે. મોલ તરફથી કહેવામાં આવ્યું છે કે અમને આ વીડિયો વિષે કોઈ ખ્યાલ નથી. અમે તે લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે આને મોલની અંદર બિલકુલ મંજૂરી આપતા નથી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉદ્ઘાટન
2000 કરોડના મોલનું ઉદ્ઘાટન 11 જુલાઈના રોજ સીએમ યોગીએ કર્યું હતું, 11 જુલાઈએ મોલના ઉદઘાટન તેમની સાથે દિનેશ શર્મા અને સતીશ મહાના પણ મોલના ઉદ્ઘાટનમાં હાજર હતા. આ મોલ એશિયાનો સૌથી મોટો મોલ હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે,
લુલુ મોલનું યુએઈ કનેક્શન
આ મોલમાં એટીએમ, બેબી કેર રૂમ, સામાન કાઉન્ટર, લિફ્ટ, કાર ધોવા, પીવાનું પાણી, વિકલાંગો માટે વોશરૂમ, એસ્કેલેટર, હેલ્મેટ પાર્કિંગ, માહિતી ડેસ્ક, દિવ્યાંગો માટે પાર્કિંગ અને ગર્ભવતી મહિલાઓ માટે પાર્કિંગ છે. વ્યવસ્થા છે. લુલુ ગ્રુપના એમડી એમએ યુસુફ અલી છે. આ જૂથનો વ્યવસાય આરબ દેશોમાં ખાસ કરીને સંયુક્ત આરબ અમીરાતમાં વ્યાપકપણે ફેલાયેલો છે. તેનું મુખ્ય મથક UAEની રાજધાની અબુધાબીમાં છે.
હાલ આ મોલનાજ વિવાદિત વાયરલ વીડિયોમાં કેટલાક લોકો જમીન પર બેસીને નમાઝ અદા કરી રહ્યા છે. વિડિયો વાઈરલ થતાં જ સવાલો ઉઠી રહ્યા છે કે મોલમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કેવી રીતે થઈ શકે. હિન્દુ સંગઠનોએ નમાઝ પર સવાલ ઉઠાવ્યા છે.