મહારાષ્ટ્રની રાજકીય ચકડોળ નવી સરકાર બન્યા બાદ પણ સ્થિર થવાનું નામ નથી લઈ રહી. રોજ મહારાષ્ટ્રની રાજનીતિને લઈને કઇંકને કઇંક નવા સમાચાર આવતા જ રહે છે. બસ આ જ ઘટનાક્રમ જાળવી રાખતા આજે પણ મહારાષ્ટ્રની રાજનીતિ પર લગતા બે મોટા સમાચાર આવી રહ્યા છે. શિવસેનાની યુવા સેના જઈ રહી છે ઠાકરે પરિવારથી દૂર જ્યારે રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ આવી રહ્યા છે નજીક.
યુવાસેનાના મોટા નેતાએ પકડ્યો શિંદેનો હાથ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર તથા શિવસેનાની યુવા પાંખ ‘યુવા સેના’ ના અધ્યક્ષ આદિત્ય ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. યુવા સેનાના નેતા વિકાસ ગોગાવાલે મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથમાં સામેલ થઈ ગયા છે. વિકાસ ગોગાવાલેના પિતા ભરત ગોગાવાલે શિંદે જૂથના મુખ્ય દંડક છે.
#BreakingNews | After #UddhavThackarey, big jolt for @AUThackeray. Yuva Sena leader Vikas Gogawale joins the #EknathShinde camp. He was seen at the CM’s residence formally extending support on the occasion of #GuruPurnima2022. @Aruneel_S reports. pic.twitter.com/VIeVZMDAWy
— Mirror Now (@MirrorNow) July 13, 2022
અહેવાલો અનુસાર વિકાસ ગોગાવાલે મંગળવારે રાત્રે મુખ્યમંત્રી આવાસ પર જોવા મળ્યો હતો. તેઓ ગુરુ પૂર્ણિમા પહેલા સીએમ શિંદેને મળવા આવ્યા હતા. વિકાસ ગોગવાલેએ દાવો કર્યો હતો કે યુવા સેનાના ઓછામાં ઓછા 50 પદાધિકારીઓ આ સપ્તાહ સુધીમાં શિંદે જૂથમાં જોડાશે.
નોંધનીય છે કે આદિત્ય ઠાકરે યુવા સેનાના અધ્યક્ષ છે. અગાઉ, શિવસેનાના પ્રવક્તા અને મુંબઈના ભૂતપૂર્વ કાઉન્સિલર શીતલ મ્હાત્રે અને શિવસેનાના કેટલાક કાર્યકરો મંગળવારે શિંદે જૂથમાં જોડાયા હતા. મંગળવારે મહારાષ્ટ્રના સીએમ શિંદેએ દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથના ઘણા નેતાઓ તેમના સંપર્કમાં છે.
શિંદે એવી અટકળો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા કે શિવસેનાના 18માંથી 12 લોકસભા સાંસદો તેમની છાવણી સાથે હાથ મિલાવવા તૈયાર છે. શિંદેએ બળવાખોર ધારાસભ્યોને સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને આગળ ધપાવવા અને નવી સરકારને ટેકો આપવા માટે ફરી એકવાર ભાજપ સાથે જોડાણ કરવાનો શ્રેય આપ્યો હતો.
ફડણવીસ અને રાજ ઠાકરેની મુલાકાત
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બુધવારે MNS પ્રમુખ રાજ ઠાકરેને મળીને સેના-ભાજપ ગઠબંધન સરકારને તેમનો ટેકો આપવા બદલ વ્યક્તિગત રીતે તેમનો આભાર માનશે. અહેવાલ અનુસાર ફડણવીસ આજે બપોરે મુંબઈમાં ઠાકરેના નિવાસસ્થાને પહોંચશે.
DCM Devendra Fadnavis will meet MNS chief Raj Thackarey Today @ABPNews @jitendradixit
— rounak kukde (@rounakview) July 13, 2022
આ મહિનાની શરૂઆતમાં, એમએનએસના વડાએ નવા શપથ લેનાર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપ્યા હતા અને તેમની પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ કરતાં તેમના પક્ષના ઉચ્ચ સંગઠનના આદેશોને વધુ પ્રાધાન્ય આપવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
श्री. देवेंद्र फडणवीस यांचे अभिनंदन! pic.twitter.com/2TokAB3E1F
— Raj Thackeray (@RajThackeray) July 1, 2022
આ પહેલા, રાજ ઠાકરેએ એકનાથ શિંદેને પણ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા પર શુભેચ્છાઓ પાઠવી હતી અને તેને ‘ખુશીની ક્ષણ’ ગણાવી હતી. તેમણે શિંદેને સીએમ તરીકે યોગ્ય નિર્ણયો લેવા અને ‘સતર્ક રહેવા’ સલાહ આપી હતી.