Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણનર્મદા જિલ્લામાં 'No Entry'ની શરત સાથે AAP ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા જામીન:...

    નર્મદા જિલ્લામાં ‘No Entry’ની શરત સાથે AAP ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા જામીન: વનકર્મીને મારવાના ગુનામાં 1 મહિનો ફરાર રહ્યા અને એક મહિનો જેલમાં

    કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવા કોર્ટની પરવાનગી વગર ગુજરાતની સરહદ છોડી શકશે નહીં. જ્યાં સુધી ચાર્જશીટ ન થાય ત્યાં સુધી દર મહિનાની પહેલી તારીખે ચૈતર વસાવાએ પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવી પડશે.

    - Advertisement -

    ગુનો આચર્યા બાદ ઘણા સમય સુધી ફરાર રહેલા અને બાદમાં કોર્ટ સમક્ષ હાજર થયેલા ડેડીયાપાડાના AAP નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા છે. જ્યાં સુધી કેસ ચાલસે ત્યાં સુધી તેઓ નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે એ શરત સાથે તેમને જામીન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત શરતી જામીન અંતર્ગત તેમને 1 લાખ રૂપિયા જમા કરાવવાનું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત કોર્ટે કહ્યું છે કે, ટ્રાયલ પૂર્ણ ના થાય ત્યાં સુધી તેઓ કોર્ટની પરવાનગી વગર ગુજરાત બહાર જઈ શકશે નહીં. તેમજ મહિનાની પહેલી તારીખે તેમણે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની રહેશે. જો કોઈપણ રીતે શરતભંગ થશે તો જામીન રદ કરવામાં આવશે.

    ડેડીયાપાડાના AAP નેતા અને ધારસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા, માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવી, સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લાગ્યા હતા. જે બાદ હવે ચૈતર વસાવાને નર્મદા ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા છે. 23 જાન્યુઆરીએ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. 20 જાન્યુઆરીના રોજ નર્મદા સેશન્સ કોર્ટમાં AAP ધારાસભ્ય ના જામીન માટેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દલીલોને ધ્યાને રાખીને કોર્ટ જજ એન.આર જોશીએ ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર કર્યા છે.

    નર્મદા જિલ્લાની હદમાં ફરમાવી પ્રવેશબંદી

    સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને જામીન તો આપ્યા પણ સાથે-સાથે કેટલીક શરતોનું પાલન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું છે કે, જ્યાં સુધી કેસ ચાલશે અને ટ્રાયલ પૂરી નહીં થાય ત્યાં સુધી ચૈતર વસાવા નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહીં. તેઓ કોઈપણ સ્થળે ભાગી શકશે કે પહેલાંની માફક ફરાર થઈ શકશે નહીં. સાથે એવું પણ કહેવાયું છે કે, ચૈતર વસાવાએ ટ્રાયલમાં પૂરતો સહકાર આપવાનો રહેશે. કોઈપણ ફરિયાદીને ધાકધમકી આપીને ફોડવાનો પ્રયાસ કરી શકશે નહીં.

    - Advertisement -

    આ ઉપરાંત ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવા નર્મદા અને ભરૂચ સિવાયના જે સરનામે રહેશે એ સરનામાની વિગતો અને મોબાઈલ નંબર પોલીસ સ્ટેશને જમા કરવાના રહેશે. કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવા કોર્ટની પરવાનગી વગર ગુજરાતની સરહદ છોડી શકશે નહીં. જ્યાં સુધી ચાર્જશીટ ન થાય ત્યાં સુધી દર મહિનાની પહેલી તારીખે ચૈતર વસાવાએ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વોટ્સએપ કે અન્ય મધ્યમથી પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની રહેશે.

    આ ઉપરાંત સેશન્સ કોર્ટે કહ્યું છે કે, આવા અન્ય ગુના ચૈતર વસાવાએ ભવિષ્યમાં આચરવા નહીં. જો ચૈતર વસાવા ઇચ્છશે તો ટ્રાયલ વખતે ટ્રાયલ વહેલી ચલાવવા માટેની અરજી કરશે. જો કોઈપણ શરતનો કોઈપણ રીતે ભંગ થયો તો તેમના જામીન રદ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં