Saturday, November 23, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ'મુસ્લિમોએ કાશી વિશ્વનાથ અને મથુરાનો વિવાદ સ્વેચ્છાપૂર્વક ખતમ કરવો જોઈએ'- યોગગુરુ બાબા...

    ‘મુસ્લિમોએ કાશી વિશ્વનાથ અને મથુરાનો વિવાદ સ્વેચ્છાપૂર્વક ખતમ કરવો જોઈએ’- યોગગુરુ બાબા રામદેવ: કહ્યું- કૃષ્ણ જન્મભૂમિ પર મસ્જિદનું શું કામ?

    પ્રભુ શ્રીરામ વિશે બોલતા તેમણે કહ્યું કે, "મારા માટે રામ રાષ્ટ્રીય ધર્મ છે અને વેદ ધર્મ છે. અમે દરેક કાર્ય રામનું નામ લઈને શરૂ કર્યું છે. અમારા દાદા-દાદી અને માતા-પિતા સૌ અભણ હતા, પરંતુ તેઓ પણ કહેતા કે, કોઈપણ કાર્ય રામનું નામ લઈને જ શરૂ કરવું જોઈએ."

    - Advertisement -

    અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. તેવા સમયે દેશની અનેક હસ્તીઓ રામ મંદિર અને અયોધ્યાને લઈને નવા-નવા નિવેદનો આપી રહી છે. વિપક્ષી પાર્ટીઓના નેતા તરફથી પણ નિવેદન આવી રહ્યા છે. તે વચ્ચે હવે યોગગુરુ બાબા રામદેવનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે અયોધ્યા અને રામ મંદિરને લઈને વાત કરી હતી. એ ઉપરાંત તેમણે કાશી વિશ્વનાથ અને કૃષ્ણ જન્મભૂમિ મથુરા વિશે પણ નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમોને કાશી વિશ્વનાથ અને મથુરા કૃષ્ણ જન્મભૂમિનો વિવાદ સ્વેચ્છાપૂર્વક ખતમ કરવા આગ્રહ કર્યો છે. બાબા રામદેવ દ્વારા આપવામાં આવલું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે.

    દેશના પ્રસિદ્ધ યોગગુરુ બાબા રામદેવે કાશી વિશ્વનાથ અને કૃષ્ણ જન્મભૂમિ મથુરા વિશે નિવેદન આપ્યું છે. આજતક સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે આ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, “અયોધ્યામાં કોર્ટનો ચુકાદો આવી ચૂક્યો છે, પરંતુ હવે મુસ્લિમોએ કાશી વિશ્વનાથ અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ મથુરાનો વિવાદ સ્વેચ્છાપૂર્વક ખતમ કરવા પર વિચાર કરવો જોઈએ.” બાબા રામદેવ દ્વારા અપાયેલું આ નિવેદન દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ ઉપરાંત બાબા રામદેવે અનેક મુદ્દાઓ પર ખૂલીને વાત કરી હતી. રામ મંદિર અને પ્રભુ શ્રીરામ વિશે પણ તેમણે પોતાના વિચાર રજૂ કર્યા હતા.

    ‘જે આજે પોતાને હિંદુ નથી માનતા, તેમના પૂર્વજ પણ રામ છે’

    પ્રભુ શ્રીરામ વિશે બોલતા તેમણે કહ્યું કે, “મારા માટે રામ રાષ્ટ્રીય ધર્મ છે અને વેદ ધર્મ છે. અમે દરેક કાર્ય રામનું નામ લઈને શરૂ કર્યું છે. અમારા દાદા-દાદી અને માતા-પિતા સૌ અભણ હતા, પરંતુ તેઓ પણ કહેતા કે, કોઈપણ કાર્ય રામનું નામ લઈને જ શરૂ કરવું જોઈએ.” આ ઉપરાંત તેમણે દેશમાં ચાલી રહેલા મંદિર અને મસ્જિદના વિવાદો પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે મંદિર-મસ્જિદ વિવાદ પર રોક લગાવવાની માંગ કરતાં કહ્યું કે, “જે લોકો આજે પોતાને હિંદુ નથી માનતા, તેમના પૂર્વજ પણ રામ જ છે.” તેમણે વધુમાં કહ્યું કે, “જે રામથી વિમુખ થઈ ગયા એ તો જીવતે-જીવ મરી ગયા.”

    - Advertisement -

    ‘કાશી-મથુરામાં મસ્જિદનું શું કામ?’

    બાબા રામદેવે કાશી-મથુરા વિવાદ પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, “રામ મંદિરના ઉદ્ઘાટન બાદ સનાતનના ગૌરવપૂર્ણ ભવ્ય યુગની નવી શરૂઆત અને શંખનાદ થશે.” તેમણે વધુમાં કહ્યું કે, “હું મંદિર મસ્જિદની વાતો નથી કરતો, પરંતુ કાશી વિશ્વનાથમાં મસ્જિદનું શું કામ અને તે પણ જ્ઞાનવાપી! ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરામાં મસ્જિદનું શું કામ. અયોધ્યા પર તો કોર્ટે નિર્ણય આપી જ દીધો છે. હવે ઓછામાં ઓછું કાશી વિશ્વનાથ અને જન્મભૂમિ મથુરા પર મુસલમાનોએ સ્વેચ્છાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને ભક્તિપૂર્વક વિચાર કરવો જોઈએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં