શનિવારે (30 ડિસેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને રોડ શો પણ કર્યો. ત્યારબાદ તેઓ નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને તેનું ઉદઘાટન કર્યું હતું. અહીં તેમણે 2 અમૃત ભારત અને 6 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી પણ બતાવી હતી.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates the Ayodhya Dham Junction railway station, in Ayodhya, Uttar Pradesh
— ANI (@ANI) December 30, 2023
Developed at a cost of more than Rs 240 crore, the three-storey modern railway station building is equipped with all modern features like lifts, escalators,… pic.twitter.com/oJMFLsjBnp
લીલી ઝંડી બતાવવા પહેલાં વડાપ્રધાને અમૃત ભારત ટ્રેનની મુલાકાત પણ કરી હતી અને ત્યાં અમુક બાળકો સાથે વાતચીત પણ કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમને નવનિર્મિત રેલ્વે સ્ટેશનને લઈને જાણકારી આપી હતી.
અયોધ્યા ધામ રેલવે સ્ટેશનના પુનર્નિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે અને તે પાછળ કુલ ₹240 કરોડનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. ત્રણ માળના અત્યાધુનિક રેલવે સ્ટેશનમાં તમામ સુવિધાઓ હશે. જેમાં એલિવેટર્સ, એસ્કેલેટર્સ, ફૂડ પ્લાઝા, દુકાનો, ક્લોકરૂમ, આધુનિક વેઈટીંગ હોલ વગેરેનો સમાવેશ થાય છે.
PM મોદી શનિવારે સવારે અયોધ્યા આવી પહોંચ્યા હતા, જ્યાં પ્રોટોકોલ અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. જ્યાંથી રેલ્વે સ્ટેશન સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. જ્યાં રસ્તાની બંને તરફ ઊમટી પડેલી ભીડે વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન સતત ‘જય શ્રીરામ’ના નારા લાગતા રહ્યા.
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी का श्री अयोध्या धाम में हार्दिक स्वागत एवं अभिनंदन… pic.twitter.com/j7oGnBnv4i
— Yogi Adityanath (@myogiadityanath) December 30, 2023
અયોધ્યામાં શનિવારે PM મોદી નવનિર્મિત એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરશે. જેને મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે. અહીંથી તેઓ અન્ય વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે તો અનેક પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. જેની કુલ કિંમત ₹15000 કરોડથી વધુ છે. જેમાંથી 11,100 કરોડ અયોધ્યા અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે જ્યારે 4600 કરોડ બાકીના ઉત્તર પ્રદેશના અન્ય પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવ્યા છે.
PM મોદીની આ યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે માત્ર અયોધ્યા કે ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રીરામના બિરાજમાન થવાની રાહ જોઈ રહ્યો છે. આગામી 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રીરામ 500 વર્ષ બાદ મંદિરમાં બિરાજમાન થશે. આ ભવ્ય અને દિવ્ય ક્ષણોના સાક્ષી બનવા માટે કરોડો હિંદુઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.