ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ ઉત્તરપ્રદેશના સીતાપુરમાં નોંધાયેલ કેસ મામલે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાં મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ એક ટ્વિટ મામલે કેસ નોંધાયો હતો, જેમાં તેણે હિંદુ સંતોનું અપમાન કર્યું હતું. આ કેસ મામલે ઝુબૈરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જે મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ઝુબૈરને વચગાળાના જામીન આપ્યા છે.
Order: #MohammedZubair shall not put up any tweets and shall not tamper with any evidence in electronic or otherwise. https://t.co/mZ0jqTBpwY submits that he is in judicial custody in connection with a different offence, we are not concerned with any FIR other than June 1, 2022.
— LawBeat (@LawBeatInd) July 8, 2022
જોકે, ઝુબૈર હજુ પણ પોલીસ કસ્ટડીમાં જ રહેશે કારણ કે તેને માત્ર 1 જૂન 2022ના રોજ નોંધાયેલ એક FIR મામલે રાહત આપવામાં આવી છે. કોર્ટે તેને પાંચ દિવસની રાહત આપી છે અને દિલ્હી મેજિસ્ટ્રેટની સરહદ ન છોડવા અને ટ્વિટર પર કેસ મામલે કંઈપણ પોસ્ટ ન કરવાની શરતે મોહમ્મદ ઝુબૈરને જામીન આપ્યા છે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે ઝુબૈર બેંગ્લોર કે અન્યત્ર ક્યાંય ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સાથે છેડછાડ કરી શકશે નહીં.
Order: It shall include the condition that he shall not post any tweets. SG submits that the #MohammedZubair is in judicial custody in Delhi. We are making it clear that this interim bail is in relation to Sitapur FIR
— LawBeat (@LawBeatInd) July 8, 2022
ઝુબૈર તરફથી દલીલો કરતા તેના વકીલ કૉલીન ગોંજાલવીસે કોર્ટને કહ્યું કે, ઝુબૈર પોતે જ હેટ સ્પીચ વિરુદ્ધ કામ કરે છે અને તેને જ પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. જેના જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું કે, ઝુબૈરના ટ્વિટ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસી છે અને એ વિડંબના છે કે તે એક ફેક્ટચેકર વેબસાઈટ ચલાવે છે.
એસજી તુષાર મહેતાએ કહ્યું કે, ઝુબૈરે પોતાના ફાયદા માટે તથ્યોને છુપાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, સીતાપુર કોર્ટે એક દિવસ પહેલાં જ ઝુબૈરના જામીન રદ કરી દીધા હતા પરંતુ તે આ બેન્ચને જણાવવામાં આવ્યું નથી. તેમજ દિલ્હીની કોર્ટ દ્વારા આપવામાં આવેલા તેના જામીન રદ કરવાના અને રિમાન્ડ મંજૂર કરવાના આદેશનો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.”
SG: After this tweet, there was a law and order situation. #MohammedZubair ’s action of purposefully tweeting at a particular point in time is what is under investigation!
— LawBeat (@LawBeatInd) July 8, 2022
એસજીએ એમ પણ કહ્યું કે, આ કેસમાં નાણાકીય બાબતો અંગે પણ તપાસ ચાલી રહી છે અને તેમાં ઝુબૈરની સંડોવણીને લઈને તપાસ ચાલુ છે. તેમણે કોર્ટને એ પણ ધ્યાન પર લાવ્યું કે માત્ર એક ટ્વિટને લઈને તપાસ ચાલી રહી નથી પરંતુ સમગ્ર મામલાને ધ્યાને રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે 1 જૂનના રોજ ઉત્તપ્રદેશ ના સીતાપુર જિલ્લામાં ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઇ હતી. ઝુબૈર વિરુદ્ધ ટ્વિટમાં હિંદુ સંતો મહંત બજરંગ મુનિ, યતિ નરસિંહાનંદ અને સ્વામી આનંદ સ્વારૂપ વિશે અપમાનજનક ભાષા વાપરવાનો આરોપ લાગ્યો હતો. રાષ્ટ્રીય હિંદુ શેર સેનાના જિલ્લા પ્રમુખે આ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ ઝુબૈર વિરુદ્ધ આઈપીસીની કલમ 295 (A) અને આઇટી એક્ટ (2000)ની કલમ 67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
7 જુલાઈના રોજ સીતાપુર કોર્ટે ઝુબૈરની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા સમાન પ્રકારના ગુના ફરીથી આચરી શકે છે. કોર્ટે એ પણ નોંધ્યું કે કેસ ગંભીર છે અને જામીન આપી શકાય તેમ નથી. જોકે, ઝુબૈરને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે, પરંતુ હજુ પણ તે કસ્ટડીમાં જ રહેશે.