આફ્રિકી દેશ નાઇજીરીયામાં અવારનવાર બે જૂથો વચ્ચે હિંસક ઝઘડાઓ થતાં રહ્યા છે. જેમાં હજારો લોકો મોત પામે છે. ત્યારે ફરી એકવાર મધ્ય નાઇજીરીયામાં આવો હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે મધ્ય નાઇજીરીયામાં ભયાનક હુમલો થયો છે અને લગભગ 160 જેટલા લોકોના મોત થયા છે. હકીકતમાં આફ્રિકી દેશ નાઇજીરીયામાં બે મઝહબી જૂથો વચ્ચે અવારનવાર ઘર્ષણ થતાં રહ્યા છે. આ વર્ષના મે મહિના પછી પહેલીવાર આટલી ગંભીર હિંસા જોવા મળી છે. તે સમયના હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. આ વખતે સશસ્ત્ર મઝહબી જૂથોના હુમલાથી 160 જેટલા લોકોના મોત થયા છે અને 200 જેટલા લોકો ઘાયલ છે. જેહાદી જૂથોએ બંદૂક જેવા આધુનિક હથિયાર સાથે હુમલો કર્યો હતો.
આફ્રિકન દેશ નાઇજીરીયાના મધ્ય રાજ્ય પ્લેટુમાં શનિવાર (23 ડિસેમ્બર) અને રવિવાર (24 ડિસેમ્બર) આમ બે દિવસ દરમિયાન ભીષણ હિંસા થઈ હતી. નાઇજીરીયામાં મઝહબી જૂથો વચ્ચે થયેલા આ ઘર્ષણમાં તે સમયે 16 લોકોના મોત થયા હતા. તે સમયે નાઇજીરીયન સેનાએ આ વિશેની માહિતી આપી હતી. પરંતુ હવે સશસ્ત્ર જેહાદી જૂથોએ બંદૂક જેવા આધુનિક હથિયારથી ભીષણ હુમલો કર્યો છે અને મૃત્યુઆંક 150ને પાર જતો રહ્યો છે. મધ્ય નાઇજીરીયાના આ વિસ્તારમાં ઘણા વર્ષોથી મજહબી અને વંશીય તણાવ જોવા મળે છે.
Nigeria: Armed groups kill over 100 in attacks amid rising ethnic, religious tensions
— ANI Digital (@ani_digital) December 26, 2023
Read @ANI Story | https://t.co/MppcjKKsq3#Nigeria #CentralNigeria pic.twitter.com/vgi3Yzr70L
અહેવાલો મુજબ, સ્થાનિક અધિકારીઓએ સોમવારે (25 ડિસેમ્બર) જણાવ્યું હતું કે, સશસ્ત્ર જૂથોએ મધ્ય નાઇજીરીયાના ગામડાઓમાં સિરિયલ હુમલાઓ કર્યા હતા. જેમાં ઓછામાં ઓછા 160 લોકોના મોત થયા છે અને આંકડાઓ વધે તેવી સંભાવનાઓ છે. પ્લેટુમાં સૈન્યની આગેવાની હેઠળની બહુ-સુરક્ષા ટાસ્ક ફોર્સના સેફ હેવન પ્રવક્તા ઓયા જેમ્સે જણાવ્યું હતું કે, જ્યારે બંદૂકધારીઓ ગામડામાં ઘૂસ્યા હતા ત્યારે લોકો સૂતા હતા. જે બાદ સશસ્ત્ર જૂથોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને સંપતિઓનો નાશ કર્યો. તેમણે કહ્યું કે, આ હુમલાનો હેતુ જાણી શકાયો નથી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, વર્ષ 2009થી ઉત્તરપૂર્વીય નાઇજીરીયામાં જેહાદી સંઘર્ષ ફાટી નીકળ્યો છે. જેમાં હજારો લોકો પહેલાં જ માર્યા ગયા છે અને લગભગ 20 લાખ લોકો વિસ્થાપિત થયા છે. આ હિંસાનું કારણ વારંવાર એક જ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, બોકો હરામ ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા લોકો તેમના પ્રતિસ્પર્ધીઓ સાથે વર્ચસ્વની લડાઈ લડી રહ્યા છે. જેને લઈને અવારનવાર હુમલાઓ થતાં રહે છે અને હજારો લોકો મૃત્યુ પામે છે.