સંસદ ભવનમાં હંગામો કરવાને લઈને સંસદે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સંસદે શિયાળુ સત્રમાં લોકસભા અને રાજ્યસભાના કુલ 141 સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈને TMC સાંસદ સાકેત ગોખલેએ પિયુષ ગોયલના નામે જુઠ્ઠાણું ચલાવ્યું હતું. જે બાદ કેન્દ્રીય મંત્રી ગોયલે પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે.
બુધવારે (20 ડિસેમ્બર) TMC સાંસદ સાકેત ગોખલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે કથિત રીતે થયેલી એક વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘સામાન્ય રીતે હું ખાનગી અને અનૌપચારિક વાતચીતો જાહેર કરતો નથી, પણ ગઈકાલે કંઈક આવું બન્યું.’ આગળ તેઓ કહે છે, ‘મેં પિયુષ ગોયલને પૂછ્યું કે INDIAના (વિપક્ષોનું ગઠબંધન) બાકી બચેલા થોડા સાંસદોને સસ્પેન્ડ કરવામાં ન આવ્યા, જ્યારે વિરોધ તો તેઓ પણ કરી રહ્યા હતા. કારણ કે INDIAના 46 સાથીઓને તો તે જ દિવસે તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.’
I HATE to disclose a private informal conversation but this is what happened yesterday & it’s devious 👇
— Saket Gokhale (@SaketGokhale) December 20, 2023
I asked @PiyushGoyal why the small bunch of us remaining INDIA MPs weren’t being suspended in the Rajya Sabha despite protesting in the well. Because 46 of our INDIA…
આગળ સાકેત દાવો કરતાં લખે છે કે, પિયુષ ગોયલે તેમને કહ્યું હતું કે જો એક પણ વિપક્ષી સાંસદ નહીં બચે તો તેમનું (સરકારનું) સારું નહીં દેખાય. આગળ કહ્યું, તેમણે પછીથી ઉમેર્યું કે, ‘ચિંતા ન કરો, અમિત શાહ જ્યારે રાજ્યસભામાં ક્રિમિનલ લૉનાં બિલ રજૂ કરે ત્યારે તમને તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આગળ તેઓ લખે છે કે, ‘મોદીના શાસન હેઠળ હવે આપણી સંસદ આ સ્તર સુધી આવી ગઈ છે.’
પિયુષ ગોયલે ખોલી પોલ
સાકેત ગોખલના ટ્વીટ બાદ કેન્દ્રીય મંત્રી ગોયલે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું કે તેમણે આવી કોઇ વાતચીત કરી નથી અને સાકેત ગોખલેએ જે કહ્યું તે જુઠ્ઠાણું જ છે. તેમણે કહ્યું, ‘ફરી એક વખત તૃણમૂલ કોંગ્રેસ સાંસદ સાકેત ગોખલેએ ખોટા અને બાલિશતાપૂર્ણ સમાચાર ફેલાવ્યા છે. આ કોંગ્રેસની આગેવાની હેઠળના ઘમંડિયા ગઠબંધનનું સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ મેન્યુઅલ બની ગયું છે. તેમણે એ પણ યાદ અપાવ્યું કે આ એવા સમયે સામે આવ્યું જ્યારે કલ્યાણ બેનર્જી અને રાહુલ ગાંધી દ્વારા ઉપરાષ્ટ્રપતિના અપમાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
Once again, a false, mischievous piece of fake news by Trinamool Congress MP Saket Gokhale that is now the standard operating manual of the Congress led Ghamandia Gatbandhan. It comes soon after an unprecedented insult of the Hon’ble Vice President of India by Congress leader…
— Piyush Goyal (@PiyushGoyal) December 20, 2023
તેમણે આગળ કહ્યું કે, “સાકેત ગોખતે સ્પષ્ટ દૂષિત ઈરાદા સાથે ધૃણાસ્પદ જુઠ્ઠાણું ફેલાવે છે તે આશ્ચર્યજનક નથી. આવા બેશરમ જુઠ્ઠાણાં દર્શાવે છે કે કોંગ્રેસ અને તૃણમૂલ કેટલી હદ સુધી જઈ શકે છે.”
નોંધનીય છે કે, સોમવારે (18 ડિસેમ્બર 2023), 78 સાંસદોને હંગામાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ રીતે સંસદના શિયાળુ સત્રમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા વધીને 141 થઈ ગઈ છે. બુધવારની (19 ડિસેમ્બર) કાર્યવાહી પહેલાં જ 92 સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.