આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ હવે એક નવો શો ચાલુ કર્યો છે, જેને નામ આપવામાં આવ્યું છે ‘શંખનાદ’. અખબાર ગુજરાત સમાચારની ટીવી ચેનલ GSTV પર આ શો પ્રસારિત થશે, જેને AAP નેતા હોસ્ટ કરશે. જેની આધિકારિક જાહેરાત પણ થઈ ગઈ છે અને શો પણ લૉન્ચ થઈ ગયો છે.
ઘણાં ખેડૂતોથી માંડીને લોકો એવું કહેતા કે ઈસુદાન ભાઈ અમારો અવાજ હવે પહોંચતો નથી ! એટલે આજ થી ડબલ રોલ કરીને પણ તમારા માટે જીવ છે ત્યાં સુધી લડવાનું નક્કી કર્યું છે ! સવારથી સાંજ સુધી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિભાવીશ અને સાંજે એક કલાક તમારા માટે ટીવીમાં પણ… pic.twitter.com/ZccvOndFfS
— Isudan Gadhvi (@isudan_gadhvi) December 14, 2023
નવો શો ચાલુ જાહેરાત કરતાં ઈસુદાન ગઢવીએ એક X પોસ્ટ કરીને કહ્યું કે, ‘ઘણા ખેડુતોથી માંડીને લોકો એવું કહેતા હતા કે ઈસુદાનભાઈ અમારો અવાજ હવે પહોંચતો નથી! એટલે આજથી ડબલ રોલ કરીને પણ તમારા માટે જીવ છે ત્યાં સુધી લડવાનું નક્કી કર્યું છે. સવારથી સાંજ સુધી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિભાવીશ અને સાંજે એક કલાક તમારા માટે ટીવીમાં પણ નિષ્પક્ષતાથી અવાજ ઉઠાવીશ. કોઈએ હિંમત હારવાની નથી, ટાઈગર અભી જિંદા હૈ. જો વકીલ અને ડોક્ટર પણ મંત્રી કે નેતા બનીને પોતાનો વ્યવસાય કરી શકે તો એક પત્રકાર કેમ નહીં? તો થઈ જાય શંખનાદ. GSTV પર મળીએ.’ (આમ તો ઇસુદાનભાઈ પહેલાં પત્રકાર હતા, પણ પોસ્ટમાં જોડણીની ઘણી ભૂલો રહી ગઈ છે. તેઓ કરી શકે, અમે નહીં. એટલે સુધારવામાં આવી છે.)
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગયા મહિને ચર્ચા ઉઠી હતી કે ઈસુદાન ગઢવી પત્રકારત્વમાં પરત ફરશે અને પોતાનો એક શો લાવશે. જોકે, પછીથી તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ રાજકારણ મૂકી રહ્યા નથી પરંતુ જનતાનો અવાજ ઉઠાવવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરશે. ત્યારે ચોખવટ કરી ન હતી કે તેઓ કઈ ચેનલ સાથે જોડાશે. આખરે ગુજરાત સમાચારની ચેનલ તેમણે પસંદ કરી છે.
ઈસુદાન ગઢવી આમ તો પોતાને ટાઈગર ગણાવતા રહે છે પરંતુ લોકો તેમને ખરેખર માને છે કે નહીં તે પણ જોવાનું રહ્યું. જોકે, ઈન્ટરનેટ પર લોકોએ AAP નેતાની જાહેરાતને બહુ ગંભીરતાથી લીધી હોય તેમ જણાઈ રહ્યું નથી અને મજા જ લઇ રહ્યા છે.
ડૉ. મિનેશ પટેલે કહ્યું કે, આને ડબલ રોલ નહીં પરંતુ પત્રકારત્વની નિષ્પક્ષતા પર ડાઘ કહેવાય.
ડબલ રોલ નં કહેવાય, પત્રકાર ની નિષ્પક્ષતા ઉપર ડાઘ કહેવાય… https://t.co/xJq6CzdgP8
— Dr Minesh Patel 🇮🇳 (@minesh_jsn) December 14, 2023
અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ‘સક્રિય રાજકારણીને સરકારની નીતિઓને સવાલ કરતા કાર્યક્રમના ભાગ કઈ રીતે બનાવી શકાય? આનાથી ન તો પ્રોગ્રામની વિશ્વસનીયતા રહે કે ન સંચાલકની કે ન ટીવી ચેનલની. એક રીતે ટીવી ચેનલ કોઇ રાજકીય પક્ષનો (AAP) બિનસત્તાવાર ભાગ બની ગઈ.
સક્રિય રાજકારણીને પ્રોગ્રામ કે જે સરકારની નીતિઓ ને સવાલ કરતો હોય તેના સંચાલક કઇ રીતે બનાવી શકાય? આનાથી ન તો પ્રોગ્રામનિ વિશ્વસનીયતા રહે ન તો સંચાલકનિ ન તો ટીવી ચેનલનિ. આ એક રીતે ટીવી ચેનલ કોઈ રાજકીય પક્ષ (આપ) નો બિનસત્તાવાર ભાગ બની ગઇ.
— Pritesh (@priteshp4) December 15, 2023
પ્રાપ્તિ બૂચે ‘હારેલા નેતા’ ઈસુદાન ગઢવીના નવા ‘સાહસ’ને પાર્ટટાઇમ જોબ ગણાવી અને આગળ લખ્યું કે, લાગે છે કે તેમણે પોતાનું ભવિષ્ય જોઈ લીધું છે. ઘર પણ ચલાવવાનું છે, બાકી વધેલા લોકો પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ઓફિસે તાળું લાગવામાં હવે વધુ સમય નથી.’ તેમણે અંતે દુઃખ પણ વ્યક્ત કર્યું.
आम आदमी पार्टी गुजरात के हारे हुए नेता इसूदान गढ़वी ने पार्ट टाइम जॉब शुरू कर दी है।😂😂
— Prapti (@i_m_prapti) December 14, 2023
लगता है फ्यूचर देख लिया है। घर भी चलाना है। बाकी बचे लोग पार्टी छोड़ बीजेपी में शामिल हो रहे हैं।
गुजरात में आम आदमी पार्टी के दफ्तर पर ताला लगाने में देर नहीं।
बुरा हुआ। दु:खद। https://t.co/iWCjMw5nkb
કુંજન નામના એક વ્યક્તિએ AAP નેતાને કાયમ ચૂર્ણ ખાધું હોય ત્યારે શંખનાદ ન કરવાની સલાહ આપી હતી. જોકે, આ પાછળ શું લોજિક હશે તે જાણી શકાયું નથી.
જે રાતે કાયમ ચૂર્ણ ખાધું હોય ત્યારે શંખ નાદ ના કરતાં https://t.co/PdPyyZyoPn
— Kunjan (@vasavdakunjan) December 15, 2023
લોકોએ સવાલ કર્યા કે આખરે એક સક્રિય રાજકારણી અને રાજકીય પાર્ટીના પ્રમુખને પ્લેટફોર્મ આપવું કેટલું યોગ્ય છે?
શું એવી વ્યક્તિને પ્લેટફોર્મ આપવું નૈતિક છે કે જે માત્ર સક્રિય રાજકારણી જ નથી પરંતુ રાજકીય પક્ષના રાજ્ય પ્રમુખ પણ છે?
— Maverick (@Kishan_4155) December 15, 2023
GSTV કેવી રીતે પક્ષપાત નહી થાઈ તે સુનિશ્ચિત કરસે?
ઘણા લોકોએ એ બાબત પર પણ ધ્યાન દોર્યું કે પોતાને ‘ટાઈગર’ ગણાવતા નેતા કૉમેન્ટ બોક્સ બંધ કરીને બેઠા છે.
Comments block kari tiger ke chhe potane😭🤣🤣🤣🤣 https://t.co/DGqZVraKO0
— Brijesh Joshi (@brij2222) December 15, 2023
જાહેર જનતા માટે કૉમન્ટ બૉક્સ તો ખુલ્લું રાખો ટાઇગર😑 https://t.co/rQfQ3w6hEc
— Log Out ❣️ (@AmitPM19) December 14, 2023
‘ટાઈગર જિંદા હૈ’ની ટેગલાઈનને પણ અમુક લોકોએ મજાકમાં કાઢી નાખી હતી.
જિંદા હૈ તો જાકે હુઇ જા!
— ankur joshi (@ankjo) December 14, 2023
અમુક લોકોએ ટિપ્પણી કરવા કહેવતોનો સહારો લીધો.
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન 🤣🤣 https://t.co/2tLq0H3eIs
— Suraj Goswami 🌞 (@atit_sg) December 15, 2023
લોકો એમ પણ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાંથી પતન થઈ રહ્યું છે અને લોકસભા ચૂંટણીમાં પણ ડિપોઝીટ ગુમાવવાનો ડર છે એટલે હવે ઇસુદાન ગઢવી જૂના કામે વળ્યા છે.
હવે AAP નુ ગુજરાત મા પતન થયી ગયું છે 😁 એટલે come back કર્યું છે 😅 ખબર છે કે લોકસભા મા એક પણ સીટ ની ડિપોઝિટ પાસી નથી મળવાની 🤣🤣🤣 @isudan_gadhvi
— Dhaval Joshi (@DJ_Bhudev_) December 15, 2023
આ સિવાય અમુક રિપ્લાય એવા છે, જે અહીં મૂકી શકાય એમ નથી.
ઉલ્લેખનીય છે કે ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પહેલાં તેઓ પત્રકાર હતા અને VTVમાં ‘મહામંથન’ નામનો શો હોસ્ટ કરતા હતા. રાજકારણમાં આવ્યા પહેલાં તેમણે ટીવી ચેનલમાંથી રાજીનામું આપ્યું હતું અને પત્રકારત્વ છોડ્યું હતું. પરંતુ હવે તેમણે ફરી શો કરવાનો ચાલુ કર્યો છે, પરંતુ આ વખતે તેઓ રાજકારણી બની ગયા છે. તેઓ જ્યારે પત્રકાર હતા ત્યારે જ ઘણા લોકો તેમના પત્રકારત્વનું મૂલ્યાંકન કરતા હતા ત્યારે રાજકારણી બન્યા બાદ હવે લોકો કેટલા ગંભીરતાથી લેશે તે જોવું રહ્યું.