વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે, 23 નવેમ્બર 2023ના રોજ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરાની મુલાકાત લેવાનાં છે. અહીં પહોચનારા તેઓ દેશના પહેલા પીએમ હશે. અહીં તેઓ બ્રજ રજ ઉત્સવમાં ભાગ લેશે. તેમના સ્વાગત અને સત્કાર માટે ત્યાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. શક્યતા છે કે પીએમ મોદી ત્યાં લગભગ ત્રણ કલાક રોકાશે. સીએમ યોગી ત્યાં વડાપ્રધાનનું સ્વાગત કરશે.
માનવામાં આવે છે કે અયોધ્યા અને કાશી બાદ હવે પીએમનું ધ્યાન મથુરા પર છે. તેમની મુલાકાત પહેલાં, એસપીજીએ બુધવારે (22 નવેમ્બર, 2023) ત્યાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ માટે 4 હજાર પોલીસ અને પીએસી જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા.
#Mathura
— Anaadi TV UP (@anaaditv_up) November 22, 2023
प्रधानमंत्री नरेंद्र मोदी 3 घंटे रहेंगे मथुरा में एसपीजी ने देखी व्यवस्थाएं
श्री कृष्ण जन्मभूमि जाने की संभावना प्रबल बांके बिहारी के दर्शन का कार्यक्रम चल सकता है
कल प्रधानमंत्री जी का हेलीकॉप्टर आर्मी हेलीपैड पर उतरेगा, जहां से सीधे जन्मभूमि जा सकते हैं नरेंद्र मोदी… pic.twitter.com/n0xLFs0kG0
નોંધનીય છે કે પીએમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટે મંગળવારે (21 નવેમ્બર, 2023) યુપીમાં યોગી આદિત્યનાથના બાંકે બિહારી મંદિરના કોરિડોરના નિર્માણને લીલી ઝંડી આપી દીધી છે. આ આદેશ બાદ હવે આ કોરિડોરના માર્ગમાં આવતા અતિક્રમણને દૂર કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
કેબિનેટ મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણના જણાવ્યા અનુસાર, પીએમ પહેલા શ્રી કૃષ્ણ જન્મભૂમિની મુલાકાતે જશે. આ પછી બ્રજ રજ ઉત્સવમાં જશે. તેઓ સાંજે 4 વાગ્યા સુધીમાં મથુરા પહોંચશે અને લગભગ 6.15 વાગ્યે પરત ફરશે.
મથુરાના ડીએમ શૈલેન્દ્ર કુમાર સિંહના જણાવ્યા અનુસાર પીએમ બાંકે બિહારીની મુલાકાત લે તેવી પૂરી સંભાવના છે. પીએમનું હેલિકોપ્ટર આર્મી હેલિપેડ પર લેન્ડ થયા બાદ તેઓ ત્યાંથી સીધા જ બાંકે બિહારીની મુલાકાત લઈ શકશે.
આ મુલાકાત દરમિયાન પીએમ મોદી બ્રજ રજ ઉત્સવ માટે રેલ્વે ગ્રાઉન્ડમાં બનેલા મંચ પરથી લગભગ 40 મિનિટ સુધી સંબોધન પણ કરશે. પીએમ મીરાબાઈની 525મી જન્મજયંતિ પર વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી 5 મિનિટની ડોક્યુમેન્ટ્રી પણ જોવાના છે.
આ પછી, પીએમ મીરાબાઈની જન્મજયંતિ પર સાંસદ હેમા માલિની અને તેમના કાફલા દ્વારા આપવામાં આવેલ નાટ્ય પ્રસ્તુતિ પણ જોશે. રેલવે ગ્રાઉન્ડ ખાતેના બ્રજ રજ મેળા ઉત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોકાણ દરમિયાન નજીકના ઘરોની છત પર સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવ્યા છે.
PMની મથુરાની મુલાકાત પહેલાં, ADG આગરા ઝોન અનુપમા કુલશ્રેષ્ઠ અને આગ્રા ડિવિઝનલ કમિશનર રિતુ મહેશ્વરીએ પણ સુરક્ષા કર્મચારીઓ સાથે બ્રીફિંગ કરી હતી. પીએમને આવકારવા માટે મથુરાના ચાર રસ્તાઓને લાઇટિંગ અને ફૂલોથી સજાવવામાં આવ્યા છે. ધૂળ અને પ્રદૂષણને રોકવા માટે, મહાનગરપાલિકા રસ્તાઓ ધોઈ રહી છે અને વોટર કેનનનો ઉપયોગ કરી રહી છે. મથુરામાં રસ્તાના કિનારે પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યા છે.