Friday, November 22, 2024
More
    હોમપેજદેશગલૂડિયાંનું નામ 'નૂરી' રાખવા બદલ રાહુલ ગાંધી સામે કોર્ટમાં ગયા AIMIM નેતા:...

    ગલૂડિયાંનું નામ ‘નૂરી’ રાખવા બદલ રાહુલ ગાંધી સામે કોર્ટમાં ગયા AIMIM નેતા: કહ્યું- આ મોહમ્મદ પૈગંબરનું અપમાન, અમારી મઝહબી ભાવનાઓને ઠેસ પહોંચી

    AIMIM નેતા દ્વારા રાખવામાં આવેલા વકીલે તેમ પણ જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધીના આમ કરવાથી અમારી બાળકીઓ, બુઝુર્ગો અને ખાસ કરીને મહોમ્મદ પૈગંબરની તૌહીન થઇ છે. ઇસ્લામમાં કોઈ પણ જાનવરનું નામ નૂરી નથી રાખવામાં આવતું.

    - Advertisement -

    પોતાના વિવાદિત નિવેદનોને લઈને એકવાર સાંસદ પદ ગુમાવી દેનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફરી કોર્ટના ધક્કા ખાવા પડી શકે છે. પરંતુ આ વખતે કાયદેસરની કાર્યવાહીનું કારણ થોડું અટપટું છે. વાસ્તવમાં પોતાના ગલુડિયાનું નામ નૂરી રાખવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ AIMIM પાર્ટી સાથે જોડાયેલા એક નેતા કોર્ટમાં ગયા છે. શ્વાનનું નામ નૂરી પડવાથી નારાજ થયેલા નેતાનું કહેવું છે કે તેનાથી તેમની મઝહબી ભાવનાઓને ઠેસ પહોંચી છે.

    મળતી માહિતી અનુસાર ‘ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન’ એટલે કે AIMIM સાથે જોડાયેલા નેતા મોહમ્મદ ફરહાને રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રયાગરાજના સ્થાનિક ન્યાયાલયમાં અરજી દાખલ કરી છે. તેમનું કહેવું છે કે શ્વાનના બચ્ચાનું નામ નૂરી રાખવાથી તેમની મઝહબી લાગણીઓને ઠેસ પહોંચી છે. ફરહાનના જણાવ્યા અનુસાર ‘નૂરી’ શબ્દ વિશેષ રૂપે ઇસ્લામ સાથે સંકળાયેલો છે અને તેમના પાક કુરાનમાં પણ આ શબ્દનો ઉલ્લેખ છે.

    રાહુલે સોનિયા ગાંધીને આપેલા શ્વાનના બચ્ચાનું નામ રાખ્યું હતું નૂરી

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ તેમની માતા સોનિયા ગાંધીન એક શ્વાનનું બચ્ચું ભેટ આપ્યું હતું. રાહુલે આ શ્વાનનો એક વિડીયો પણ પોતાન યુટ્યુબ ચેનલ પર મુક્યો હતો. આ દરમિયાન આ બચ્ચાનું નામ ‘નૂરી’ રાખવામાં આવ્યું હતું. શ્વાનના બચ્ચાનું નામ નૂરી રાખવામાં આવતાની સાથે જ આ વિવાદ સર્જાયો હતો.

    - Advertisement -

    આ મામલે AIMIM નેતા મોહમ્મદ ફરહાન તરફથી રાખવામાં આવેલા વકીલે કહ્યું હતું કે શ્વાનના બચ્ચાનું નામ નૂરી રાખવાથી અમારા અસીલની મઝહબી ભાવનાઓને ઠેસ પહોંચી છે. વકીલના જણાવ્યા અનુસાર નૂરી શબ્દ ઇસ્લામ અને પૈગમ્બર મહોમ્મદ સાથે સંકળાયેલો છે અને કુરાને મજીદની સુરા આયાત 35માં તેનો ઉલ્લેખ છે. વકીલ અનુસાર મુસ્લિમ બાળકીઓનાં નામ પણ નૂરી રાખવામાં આવે છે. રાહુલ ગાંધી શ્વાનનું નામ બદલે અને માફી માંગે.

    શ્વાનનું નામ નૂરી રાખવા બદલ રાહુલ ગાંધી સામે કોર્ટમાં પહોંચેલા AIMIM નેતા દ્વારા રાખવામાં આવેલા વકીલે તેમ પણ જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધીના આમ કરવાથી અમારી બાળકીઓ, બુઝુર્ગો અને ખાસ કરીને મહોમ્મદ પૈગંબરની તૌહીન (અપમાન) થઇ છે. ઇસ્લામમાં કોઈ પણ જાનવરનું નામ નૂરી નથી રાખવામાં આવતું. બીજી તરફ કોર્ટે ફરહાનના વકીલને અરજી દાખલ કરવા માટે 8 નવેમ્બર 2023ના દિવસે બોલાવવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં