Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ એકનાથ શિંદે ગ્રુપ તરફથી વધુ એક...

    સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ એકનાથ શિંદે ગ્રુપ તરફથી વધુ એક ધડાકો: ખૂબ જલ્દી ફ્લોર ટેસ્ટ માટે મહારાષ્ટ્રના ગવર્નરનો સંપર્ક કરે તેવી શક્યતા

    આ પહેલા સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે મહારાષ્ટ્ર સરકારની અરજી પર કોઈપણ વચગાળાનો આદેશ પસાર કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે ગેરકાયદેસરતાના કિસ્સામાં તેઓ પોતાના અધિકાર મુજબ ક્યારેય પણ ફ્લોર ટેસ્ટ માટે જઈ શકે છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે બળવાખોર શિવસેના ધારાસભ્યોને રાહત આપ્યાની થોડી જ ક્ષણો બાદ, સૂત્રો સૂચવે છે કે એકનાથ શિંદે ગ્રુપ રાજ્યની વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની માંગ કરવા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીનો સંપર્ક કરે તેવી શક્યતા છે.

    રિપબ્લિકના અહેવાલ અનુસાર તેમને સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, શિંદે ગ્રૂપને મહા વિકાસ અઘાડી (MVA), શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસના ગઠબંધનમાં અવિશ્વાસ છે, જેનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે છે. જેથી તેઓ ફ્લોર ટેસ્ટની માંગણી કરી શકે છે.

    રવિવારે, બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે જણાવ્યું હતું કે શિંદે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવા માટે તૈયાર છે પરંતુ તેમના જૂથને માન્યતા આપવાની માંગ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે અસંતુષ્ટો એમવીએ સરકારને સમર્થન નહીં આપે.

    - Advertisement -

    શિવસેનામાં બળવાથી સત્તામાં બેસેલી એમવીએ સરકારમાં રાજકીય સંકટ સર્જાયું છે. શિવસેનામાં બે જૂથો રચાયા છે- એક ઉદ્ધવ ઠાકરેનો અને બીજુ એકનાથ શિંદે ગ્રુપ. શિંદે કેમ્પે દાવો કર્યો છે કે તેની પાસે સેનાના 39 ધારાસભ્યોનું સમર્થન છે, જે પાર્ટીની સંખ્યાના બે તૃતીયાંશ કરતા વધારે છે.

    શિંદે ગ્રુપના ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટે રાહત આપી

    સુપ્રીમ કોર્ટે સોમવારે, 11 જુલાઈના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર સમક્ષ અયોગ્યતાની કાર્યવાહીને સ્થગિત કરી હતી અને બળવાખોર ધારાસભ્યોની તેમની ગેરલાયકાતની માંગ કરતી નોટિસની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવતી અરજીઓનો જવાબ માંગ્યો હતો.

    જસ્ટિસ સૂર્યકાન્ત અને જેબી પારડીવાલાની વેકેશન બેન્ચે મહારાષ્ટ્ર સરકારની અરજી પર કોઈપણ વચગાળાનો આદેશ પસાર કરવાનો ઇનકાર કર્યો હતો કે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ ન હોવો જોઈએ અને કહ્યું કે ગેરકાયદેસરતાના કિસ્સામાં તેઓ પોતાના અધિકાર મુજબ ક્યારેય પણ ફ્લોર ટેસ્ટ માટે જઈ શકે છે.

    સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્ર સરકારને શિવસેનાના 39 બળવાખોર ધારાસભ્યો અને તેમના પરિવારના સભ્યોના જીવન, સ્વતંત્રતા અને સંપત્તિની સુરક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો. ડેપ્યુટી સ્પીકરને નોટિસ જારી કરતી વખતે, કોર્ટે તેમને બળવાખોર ધારાસભ્યો દ્વારા તેમને આપવામાં આવેલી નો ટ્રસ્ટ નોટિસના એફિડેવિટ રેકોર્ડ્સ પર મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં