ચાલુ વર્ષે એશિયન ગેમ્સ (Asian Games 2023)માં ભારત 655 ખેલાડીઓ સાથે અત્યાર સુધીના સૌથી મોટા દળ સાથે પ્રવેશ્યું હતું. 140 કરોડ દેશવાસીઓને આ ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ખેલાડીઓ આ અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે આ વખતે 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ સાથે રેકોર્ડ 107 મેડલ મેળવ્યા છે.
ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સના 17માં દિવસે ભારતે મેડલની સદી પણ પૂર્ણ કરી હતી. 7 ઓક્ટોબરે જીતેલા મેડલ વિશે વાત કરીએ તો, ભારતીય મહિલા અને પુરુષ ટીમે તીરંદાજીમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. તેમજ કુસ્તીમાં દીપક પુનિયાએ સિલ્વર મેડલ, હોકીમાં ભારતીય મહિલા ટીમે બ્રોન્ઝ મેડલ, કબડ્ડીમાં પુરુષ અને મહિલા બંને ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Look at India i.e. Bharat in Medal Tally!
— Kiren Rijiju (@KirenRijiju) October 8, 2023
As the 19th Asian Games in Hangzhou comes to an end, India created history by winning a total of : 107 medals with 28 gold medals breaking the record 15 Gold and 70 total medals won in 2018 Jakarta Asian Games! I recall, in 1990 Beijing… pic.twitter.com/OZ6YQmV5Tf
આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગે મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તીરંદાજીમાં અભિષેક વર્માએ સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે ઓજસ પ્રવીણ દેવતાલે, જ્યોતિ સુરેખા વેન્નમીએ ગોલ્ડ મેડલ અને અદિતી સ્વામીએ બ્રોનજ મેડલ જીત્યો હતો. તીરંદાજીમાં મળેલા મેડલ અલગ-અલગ હાંસલ કર્યા છે. એકંદરે, 7 ઓક્ટોબરે ભારતને 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત 12 મેડલ મળ્યા.
નોંધનીય છે કે આ પહેલાં 2018માં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ 16 ગોલ્ડ, 23 સિલ્વર, 31 બ્રોન્ઝ સહિત કુલ 71 મેડલ જીત્યા હતા. ત્યારે ભારત મેડલ ટેલીમાં 8માં નંબરે હતું. જોકે, આ વખતે ભારતીય ખેલાડીઓએ પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો છે અને રેકોર્ડ 28 ગોલ્ડ સાથે 107 મેડલ પોતાના નામે કર્યા છે. જેમાં 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ પણ સામેલ છે. એટલું જ નહીં, આ વખતે ભારતના મેડલ ટેલીમાં પણ સુધારો થયો છે અને ભારત ચોથા સ્થાને છે.
અન્ય ટોપ-3 દેશોના આંકડાઓ પર નજર કરીએ તો ચીન 200 ગોલ્ડ મેડલ સાથે પ્રથમ, જાપાન 51 ગોલ્ડ મેડલ સાથે બીજા અને કોરિયા 42 ગોલ્ડ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે ભારતે 72 વર્ષ બાદ 107 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. 7 ઓક્ટોબરે ભારતીય મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યાની સાથે જ ભારતે મેડલની સદી પૂર્ણ કરી હતી. આમ એશિયન ગેમ્સ 2023માં ભારતે 107 મેડલ જીત્યા છે.