Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતસુરત: ‘કરણ’ બનીને રિઝવાને હિંદુ યુવતી સાથે કર્યો લવ જેહાદ, બળજબરીથી ધર્માંતરણ...

    સુરત: ‘કરણ’ બનીને રિઝવાને હિંદુ યુવતી સાથે કર્યો લવ જેહાદ, બળજબરીથી ધર્માંતરણ કરાવ્યું, પોલ ખુલતાં કહ્યું- અમારા મઝહબમાં હિંદુ છોકરીઓને ફસાવવાના મળે છે પૈસા

    પીડિત યુવતીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ સુરત પોલીસે આરોપી રિઝવાન ગફાર શાહની ધરપકડ કરી લીધી હતી. હાલ તેની પૂછપરછ કરીને વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.

    - Advertisement -

    સુરત શહેરમાંથી એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે હિંદુ નામ ધારણ કરીને હિંદુ યુવતીને ફસાવી હતી અને ત્યારબાદ દિલ્હી લઇ ગયો હતો. જ્યાં તેની પોલ ખુલી જતાં યુવતીનું પણ ધર્માંતરણ કરાવી દીધું હતું. આખરે પીડિતા તેની જાળમાંથી છૂટીને સુરત પહોંચી હતી અને ત્યારબાદ પરિવારની મદદથી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેની ઓળખ રિઝવાન ગફાર શાહ તરીકે થઈ છે.

    પીડિત યુવતીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ સુરત પોલીસે આરોપી રિઝવાનની ધરપકડ કરી લીધી હતી. હાલ તેની પૂછપરછ કરીને વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. આ મામલાને લઈને ACP સુરત પોલીસ એમ. ડી ઉપાધ્યાયે મીડિયાને વધુ જાણકારી આપી હતી. 

    પ્રાપ્ત જાણકારી અનુસાર, પીડિત યુવતી વર્ષ 2018માં આરોપી રિઝવાન ગફાર શાહના સંપર્કમાં આવી હતી. તે સમયે તેની ઉંમર 17 વર્ષની હતી. આરોપ છે કે તે સમયે તેણે પોતાનું નામ કરણ જણાવ્યું હતું. યુવતી એક કારખાનામાં કામ કરતી હતી અને આરોપી ઓટોરિક્ષા ચલાવતો હતો અને યુવતીને લેવા-મૂકવા જતો હતો. થોડા સમય બાદ બંનેની મિત્રતા થઈ અને જે ‘પ્રેમસંબંધમાં’ પરિણમી. 

    - Advertisement -

    યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ રિઝવાને તેની સાથે લગ્ન કરી લીધાં હતાં. લગ્ન સમયે યુવતી સગીર વયની હતી. ત્યારબાદ બંને દિલ્હી ગયાં હતાં. ફરિયાદ છે કે દિલ્હી લઇ ગયા પછી આરોપી ખુલાસો કર્યો કે તે મુસ્લિમ છે અને નામ કરણ નહીં પરંતુ રિઝવાન છે. પરંતુ ત્યાં સુધીમાં પીડિતા ગર્ભવતી બની ગઈ હતી અને તેના ગર્ભમાં બાળક હતું, જેથી તેણે રિઝવાન સાથે રહેવાનું ચાલુ રાખ્યું હતું. 

    મૂર્તિ પૂજા કરવા પર હતો પ્રતિબંધ, બુરખો પહેરાવીને ઘરમાંથી નીકળવા પર મનાઈ ફરમાવી દીધી

    પીડિતાની ફરિયાદ છે કે રિઝવાને તેને કહ્યું હતું કે, તેઓ (મુસ્લિમો) મૂર્તિપૂજામાં માનતા નથી અને જેથી યુવતી પણ પૂજા ન કરે. સાથે આરોપીએ તેની ઉપર ઈસ્લામ અપનાવવા માટે દબાણ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ યુવતીને બળજબરીથી ઈસ્લામ અંગીકાર કરાવવામાં આવ્યો અને રિઝવાન તેને લઈને ઉત્તર પ્રદેશમાં રહેતા તેના પરિવાર પાસે લઇ ગયો હતો. 

    યુપી જઈને પીડિતાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ રિઝવાને પોતાને પુત્ર જોઈતો હોવાનું કહીને પીડિતા સાથે મારકૂટ કરી હોવાનો આરોપ છે. યુવતીએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું કે, યુપીમાં તેને બુરખો પહેરવા માટે ફરજ પાડવામાં આવતી તેમજ ઘરમાંથી બહાર નીકળવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. 

    દરમ્યાન, યુવતી બીજી વખત ગર્ભવતી બની અને બીજું સંતાન થયું હતું. તેની ફરિયાદ છે કે પછીથી તેને જાણવા મળ્યું કે રિઝવાન અન્ય હિંદુ યુવતીઓના સંપર્કમાં પણ છે. જે વિશે પૂછપરછ કરતાં રિઝવાને તેને જણાવ્યું હતું કે, તેમના મઝહબમાં યુવકો જેટલી હિંદુ છોકરીઓને ફસાવે તેટલા તેમને વધુ પૈસા આપવામાં આવે છે. તેણે કહ્યું હતું કે, “મારે અત્યારે પૈસાની વધુ જરૂર છે અને જેટલી હિંદુ યુવતીઓ લાવીશું તેટલો મઝહબનો પ્રચાર વધુ થશે.” 

    આખરે ત્રાસ અસહ્ય થઈ પડતાં યુવતીએ પરિવારજનોને જાણ કરી હતી અને સુરત આવીને પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સુરત પોલીસે કેસ દાખલ કરીને લવ જેહાદના આરોપી રિઝવાન ગફાર શાહની ધરપકડ કરી લીધી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં