Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆપના ગઢમાં ગાબડું, પંજાબમાં પેટા ચૂંટણીમાં અકાલી દળના નેતા સિમરનજીત સિંહ માનની...

    આપના ગઢમાં ગાબડું, પંજાબમાં પેટા ચૂંટણીમાં અકાલી દળના નેતા સિમરનજીત સિંહ માનની જીત

    બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે સંગરુર પેટાચૂંટણીના પરિણામો દર્શાવે છે કે પંજાબે AAP સરકારના દિલ્હી મોડલને નકારી કાઢ્યું છે.

    - Advertisement -

    આપના ગઢમાં ગાબડું, પંજાબમાં સત્તાધારી આમ આદમી પાર્ટીની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના નેતા સિમરનજીત સિંહ માન રવિવારે અહીં સંગરુર લોકસભા પેટાચૂંટણી જીતી ગયા છે. મુખ્ય પ્રધાન અને AAP નેતા ભગવંત સિંહ માનના ગઢમાં સિમરનજીતે 2,53,154 મતો સાથે પેટાચૂંટણી જીતી છે. હાલમાં રાજ્યના મુખ્યપ્રધાન ભગવંત માન 2014 અને 2019માં સંગરુર બેઠક પરથી જીત્યા હતા.

    માનને લાગ્યો ફટકો – સિમરનજીત સિંહ માનને તેમના નજીકના ઉમેદવાર આમ આદમી પાર્ટીના ગુરમેલ સિંહને 5,822 મતોથી હરાવ્યા છે. માનને 2,53,154 વોટ મળ્યા જ્યારે AAPના ગુરમેલ સિંહને 2,47,332 વોટ મળ્યા છે. પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) એ પરિણામોના સંકેત મળતાની સાથે જ હાર સ્વીકારીને SAD (અમૃતસર) નેતાને અભિનંદન પાઠવ્યા હતા. મીડિયાને સંબોધતા AAP પ્રવક્તા માલવિંદર સિંહ કાંગે કહ્યું કે, સંગરુર લોકસભા પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ‘અમે સંગરુર સીટના લોકોના જનાદેશનું સન્માન કરીએ છીએ. અમે સિમરનજીત સિંહ માનને તેમની જીત પર અભિનંદન પાઠવીએ છીએ.

    પાર્ટીની મોટી જીત

    - Advertisement -

    બે વખત સાંસદ રહી ચૂકેલા પૂર્વ IPS ઓફિસર સિમરનજીત માનએ કહ્યું કે, તેમની જીતનો શ્રેય તે લોકોને જાય છે. જેમણે શીખો માટે પોતાનો જીવ આપ્યો છે. તેણે દીપ સિંધુ અને સિદ્ધુ મુસેવાલાને પણ યાદ કર્યા હતા. ‘આ અમારી પાર્ટીની મોટી જીત છે. અમે આ પેટાચૂંટણીમાં તમામ રાષ્ટ્રીય પક્ષોને હરાવ્યા છે. મારી પ્રાથમિકતા ખેડૂતોના દેવાની સ્થિતિ સહિત સંગરુરની નબળી આર્થિક સ્થિતિનો મુદ્દો ઉઠાવવાની રહેશે. ‘સંગ્રુરના અમારા મતદારોનો હું સંસદમાં તેમના પ્રતિનિધિ તરીકે મને ચૂંટવા બદલ આભારી છું. હું મારા મતવિસ્તારના ખેડૂતો, ખેતમજૂરો, વેપારીઓ અને દરેકની તકલીફો દૂર કરવા સખત મહેનત કરીશ.

    સુખબીર સિંહ બાદલે અભિનંદન આપ્યા

    શિરોમણી અકાલી દળ (SAD)ના વડા સુખબીર સિંહ બાદલે માનને અભિનંદન પાઠવ્યા હતા. ‘હું સરદાર સિમરનજીત સિંહ માન અને તેમની પાર્ટીને સંગરુર સંસદીય પેટાચૂંટણીમાં તેમની ચૂંટણી જીત પર હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને તેમને તમામ શ્રેષ્ઠ અને સહકારની ઓફર કરું છું. અમે આદેશનું સન્માન કરીએ છીએ.

    દિલ્હી મોડલ નકારી કાઢ્યું

    બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે સંગરુર પેટાચૂંટણીના પરિણામો દર્શાવે છે કે પંજાબે AAP સરકારના દિલ્હી મોડલને નકારી કાઢ્યું છે. સિરસાએ ટ્વિટર પોસ્ટમાં કહ્યું, ‘પંજાબે દિલ્હી મોડલને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે. AAP પંજાબની સંગરુર પેટાચૂંટણીમાં હાર ભગવંત માન માટે ચેતવણીનો સંકેત છે. નોંધનીય છે કે પંજાબ વિધાનસભા માટે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચૂંટણીમાં ભગવંત માન ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેથી આ બેઠક પર પેટાચૂંટણી યોજવી જરૂરી બની હતી.

    23 જૂને યોજાઇ હતી ચૂંટણી

    સંગરુર લોકસભા પેટાચૂંટણી માટે રવિવારે સવારે 8 વાગ્યે કડક સુરક્ષા હેઠળ મતગણતરી શરૂ થઈ હતી. અહીં 23 જૂને યોજાયેલા મતદાનમાં 16 ઉમેદવારોનું ભાવિ દાવ પર હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં 72.44 ટકા અને 2014ની સામાન્ય ચૂંટણીમાં 76.71 ટકાની સરખામણીએ સંગરુર લોકસભા પેટાચૂંટણીમાં માત્ર 45.30 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સંગરુરમાં કુલ 15.69 લાખ મતદારો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં