Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતહવે ઇસ્કોનની સંસ્થા બનાવશે અંબાજી મંદિરનો પ્રસાદ, સરકારે ઉકેલ્યો વિવાદ: ઘીનાં સેમ્પલ...

    હવે ઇસ્કોનની સંસ્થા બનાવશે અંબાજી મંદિરનો પ્રસાદ, સરકારે ઉકેલ્યો વિવાદ: ઘીનાં સેમ્પલ ફેલ થતાં અગાઉ પ્રસાદ બનાવતી એજન્સીને કરાઈ હતી બ્લેકલિસ્ટ

    મોહનથાળની ગુણવત્તા અને ઉપલબ્ધતા જળવાઈ રહે તે વ્યવસ્થા જાળવવા ટચ સ્ટોન ફાઉન્ડેશન તરફથી સરકારને કોન્ટ્રકટ સોંપવા 29 સપ્ટેમ્બરે 2023ના પત્રથી ભલામણ કરવામાં આવી હતી. ત્યાર બાદ 3 ઓક્ટોમ્બર 2023ના રોજથી અગામી 6 મહિના માટે અંબાજી મંદિરના પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશન (અમદાવાદ)ને આપવામાં આવી છે.

    - Advertisement -

    યાત્રાધામ અંબાજીમાં ભક્તોને આપવામાં આવતા મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીમાં ભેળસેળ સામે આવ્યા બાદ પ્રશાસને મોહિની કેટરર્સનો કોન્ટ્રકટ રદ કરી દીધો હતો. મોહિની કેટરર્સ પાસેથી ઘીના ડબ્બાઓ જપ્ત થયા બાદ કરવામાં આવેલી ચકાસણીમાં ઘી બનાવટી હોવાનું સામે આવ્યું હતું. તેવામાં હવે ઇસ્કોનની સંસ્થા ટચ સ્ટોન ફાઉન્ડેશન અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અગામી 6 મહિના માટે ઈસ્કોન દ્વારા સંચાલિત ટચ સ્ટોન ફાઉન્ડેશન પ્રસાદ બનાવવાની કામગીરી કરશે.

    મળતી માહિતી અનુસાર આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ મામલે મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે અત્યારે પ્રસાદની વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, ટચ સ્ટોન ફાઉન્ડેશનને નવો કોન્ટ્રોક્ટ અપાયો છે જેથી અગામી 6 મહિના સુધી તેમના દ્વારા જ પ્રસાદ બનાવવામાં આવશે. ટચ સ્ટોન ફાઉન્ડેશન અક્ષયપાત્ર ફાઉન્ડેશનનો જ એક ભાગ છે. જે ઇસ્કોન સાથે સંકળાયેલ છે.

    બીજી તરફ મંદિર ટ્રસ્ટની અખબારી યાદીમાં પણ જણાવવામાં આવ્યું હતું કે, મોહનથાળની ગુણવત્તા અને ઉપલબ્ધતા જળવાઈ રહે તે વ્યવસ્થા જાળવવા ટચસ્ટોન ફાઉન્ડેશન તરફથી સરકારને કોન્ટ્રકટ સોંપવા 29 સપ્ટેમ્બર, 2023ના પત્રથી ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ 3 ઓક્ટોમ્બર 2023ના રોજથી અગામી 6 મહિના માટે અંબાજી મંદિરના પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશન (અમદાવાદ)ને આપવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે ઇસ્કોનની સંસ્થા અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે.

    - Advertisement -

    કેટરર્સ એજન્સીના ઘીનાં સેમ્પલ ફેલ થયા હતા

    ઉલ્લેખનીય છે કે મહાપર્વ ભાદરવી પૂનમ પહેલાં પ્રશાસન દ્વારા 28 ઓગસ્ટના રોજ 15 કિલોના 180 ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા. આ લેખે કુલ 2730 કિલો ઘીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેમ્પલમાં લેવામાં આવેલું ઘી અખાદ્ય હોવાનું સામે આવ્યું હતું. ઘીના સેમ્પલ ફેલ થયા બાદ ઘીની ખપતને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા બનાસ ડેરી પાસેથી ઘી લેવામાં આવ્યું હતું. બીજી તરફ, ઘીમાં ભેળસેળ સામે આવ્યા બાદ પ્રશાસને મોહિની કેટરર્સનો કોન્ટ્રકટ રદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં