Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાયુકેમાં 10 વર્ષીય બાળકીની હત્યા, પાકિસ્તાન ભાગેલા અબ્બુ ઉરફાન શરીફને શોધી રહી...

    યુકેમાં 10 વર્ષીય બાળકીની હત્યા, પાકિસ્તાન ભાગેલા અબ્બુ ઉરફાન શરીફને શોધી રહી છે પોલીસ

    લીસના જણાવ્યા અનુસાર સારાની હત્યા તેના પોતાના અબ્બુએ જ કરી છે, જેનું નામ ઉરફાન શરીફ છે અને તે પાકિસ્તાની મૂળનો ઈંગ્લેન્ડ નિવાસી છે.

    - Advertisement -

    બ્રિટનમાં એક બાળકીની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં જ ઈંગ્લેન્ડના (બ્રિટનમાં) સરે (surrey)માં હૈમંડ રોડ પરથી 10 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક બાળકીનું નામ સારા શરીફ હતું. આ મામલે પાકિસ્તાન પોલીસ તેના પિતા ઉરફાન શરીફ સહિત ત્રણની શોધખોળ કરી રહી છે.

    ગત 10 ઓગસ્ટના રોજ સરેમાંથી પોલીસને બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે તે સમયે ઘરમાં બીજું કોઈ હાજર ન હતું. તેની હત્યા થઇ હોવાની આશંકા છે. જે માટે પોલીસ ત્રણ સંદિગ્ધોની શોધખોળ કરી રહી છે. જેમાં સારાના પિતા ઉરફાન, તેની પાર્ટનર અને તેના ભાઈનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ત્રણેય 9 ઓગસ્ટના રોજ યુકે છોડીને પાકિસ્તાન જવા માટે રવાના થઇ ગયા હતા. તેમણે આગલા દિવસે જ પાકિસ્તાનની વન-વે ટિકિટ કરાવી હતી. 

    સરે પોલીસે જણાવ્યું કે, ઇસ્લામાબાદ ઉતર્યા બાદ ઉરફાને 999 (યુકેનો ઇમરજન્સી નંબર) પર કૉલ કર્યો હતો. ત્યારબાદ અધિકારીઓ ઘરમાં પહોંચ્યા, જ્યાં સારાનો મૃતદેહ મળી આવ્યો હતો.

    - Advertisement -

    પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે સર્ચ ઓપરેશન કર્યું શરૂ

    સરેની પોલીસે જાણકારી આપતા જણાવ્યું હતું કે તેમના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સર્ચ ઓપરેશન ઇન્ટરનેશલ લેવલ પર કરવામાં આવી રહ્યું છે અને પોલીસ પાકિસ્તાન ભાગી ગયેલા ત્રણેય વ્યક્તિઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે સર્ચ ઓપરેશનની સાથે જ સમગ્ર મામલાની તપાસ પણ શરૂ કરી દીધી છે. સારાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો કે, તપાસમાં એ જાણવા મળ્યું છે કે હત્યા પહેલા પણ તેના શરીર પર અલગ-અલગ જગ્યાએ ઈજાઓ પહોંચાડવામાં હતી.

    પોલીસ ટૂંક સમયમાં જ પાકિસ્તાન ભાગેલા ત્રણેય આરોપીઓને પકડીને તેની પૂછપરછ કરવા માંગે છે અને જાણવા માંગે છે કે સારાની હત્યા શા માટે અને કઈ રીતે કરવામાં આવી છે. નોંધનીય છે કે બ્રિટન અને પાકિસ્તાનની વચ્ચે કોઈ ઔપચારિક પ્રત્યાર્પણ સંધિ નથી. જોકે તેના પર બ્રિટિશ પોલીસ અધિકારી ચૈપમેને કહ્યું છે કે એશિયાઈ દેશોમાંથી આ પહેલા પણ લોકોનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. બ્રિટિશ પોલીસ પોતાની તપાસ માટે પાકિસ્તાની અધિકારીઓઆ સાથે સંપર્ક કરવા માટે ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ, ઇન્ટરપોલ, રાષ્ટ્રીય અપરાધ એજન્સી અને વિદેશ કાર્યાલય સાથે કામ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં