Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગાઝાની હોસ્પિટલ પર રોકેટ પડતાં 500ના મોત: ઇઝરાયેલે ઈસ્લામિક જેહાદને ગણાવ્યું જવાબદાર,...

    ગાઝાની હોસ્પિટલ પર રોકેટ પડતાં 500ના મોત: ઇઝરાયેલે ઈસ્લામિક જેહાદને ગણાવ્યું જવાબદાર, નેતન્યાહુએ કહ્યું- આતંકીઓ પોતાના જ બાળકોની પણ કરે છે હત્યા

    મુસ્લિમ મુલ્ક અને અલ જઝીરા જેવા મીડિયા સંસ્થાનો ગાઝા અને હમાસના નિવેદનોને ટાંકીને આ માટે ઇઝરાયેલને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. પરંતુ IDFએ X પર કરેલી એક પોસ્ટમાં સમયની જાણકારી આપીને જણાવ્યું છે કે કેવી રીતે ઇઝરાયેલને નિશાનો બનાવીને રોકેટ છોડવામાં આવ્યું અને તે મિસફાયર થઈને હોસ્પિટલ પર પડી ગયું.

    - Advertisement -

    ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટ પડવાથી ઓછામાં ઓછા 500 લોકો મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇઝરાયેલે આ માટે ગાઝામાં સક્રિય ઈસ્લામિક જેહાદને જવાબદાર ગણાવ્યું છે. જ્યારે ઈસ્લામિક આતંકવાદી સંગઠન હમાસ આ માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવી રહ્યું છે. ઇઝરાયેલે કહ્યું છે કે હોસ્પિટલમાં 500 લોકોના મોત થયા તેના માટે ઈસ્લામિક જેહાદ જવાબદાર છે.

    17 ઓકટોબર 2023ના રોજ ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટ પડવાથી 500 લોકોના મોત થયા છે. હુમલાના ઝપેટામાં આવેલી અલ અહલી અરબી બેપટિસ્ટ હોસ્પિટલ મધ્ય ગાઝામાં સ્થિત છે. ઇઝરાયેલી સુરક્ષા દળોએ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે આ હુમલા માટે ઈસ્લામિક જેહાદ જવાબદાર છે. IDFએ કહ્યું છે કે ઇઝરાયેલને નિશાનો બનાવીને અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા. જેમાંથી એક રોકેટ મિસફાયર થયું અને હોસ્પિટલ સાથે ટકરાયાં પછી સેંકડો લોકોના મૃત્યુ થયા.

    ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે, “આખી દુનિયાએ જાણવું જોઈએ કે ગાઝામાં જે બર્બર હુમલો થયો છે, તેને આતંકવાદીઓએ અંજામ આપ્યો છે, ન કે ઇઝરાયેલી સેનાએ. જે લોકોએ અમારા બાળકોની બર્બરતાથી હત્યા કરી, તે પોતાના બાળકોની પણ હત્યા કરી શકે છે.”

    - Advertisement -

    મુસ્લિમ મુલ્ક અને અલ જઝીરા જેવા મીડિયા સંસ્થાનો ગાઝા અને હમાસના નિવેદનોને ટાંકીને આ માટે ઇઝરાયેલને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. પરંતુ IDFએ X પર કરેલી એક પોસ્ટમાં સમયની જાણકારી આપીને જણાવ્યું છે કે કેવી રીતે ઇઝરાયેલને નિશાનો બનાવીને રોકેટ છોડવામાં આવ્યું અને તે મિસફાયર થઈને હોસ્પિટલ પર પડી ગયું.

    હમાસે હુમલો કરીને શરૂ કર્યું હતું યુદ્ધ

    ઉલ્લેખનીય છે કે 7 ઓકટોબર, 2023ના રોજ હમાસના આતંકીઓએ ઇઝરાયેલ પર અચાનક હુમલો કરીને સેંકડો લોકોની હત્યા કરી નાખી હતી. મોટી સંખ્યામાં ઇઝરાયેલી નાગરિકોને બંધક પણ બનાવાયા હતા. ત્યારથી ઇઝરાયેલ ગાઝામાં આતંકી ઠેકાણાઓ પર બોમ્બમારો કરી રહ્યું છે. ઇઝરાયેલની સેનાએ ગાઝાની ચારે તરફથી ઘેરાબંધી પણ કરી લીધી છે.

    અમેરિકી રાષ્ટ્રપતિની ઇઝરાયેલ મુલાકાત પહેલા જ આ હુમલો

    હોસ્પિટલ પર હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાયડન 18 ઓક્ટોબરે ઇઝરાયેલની મુલાકાતે જઈ રહ્યા છે. બાયડને કહ્યું છે કે, તેઓ આ વિસ્ફોટથી ક્ષુબ્ધ અને દુખી છે. તેમણે આ અંગે જૉર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે વાત કરવાની જાણકારી આપી છે. સાથે એવું પણ જણાવ્યું છે કે હોસ્પિટલ પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો તેની માહિતી એકત્રિત કરવા માટે તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમને સૂચના આપવામાં આવી છે.

    નોંધનીય છે કે હમાસના હુમલામાં ઇઝરાયેલના લગભગ 1400 લોકોના મોત થયા છે. 3000થી વધુ ઘાયલ છે. ઇઝરાયેલની જવાબી કાર્યવાહીમાં લગભગ ત્રણ હજાર આતંકીઓ માર્યા ગયા છે. ઇઝરાયેલ વોર ટીમે એક X પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે હમાસ દ્વારા ઇઝરાયેલને ટાર્ગેટ કરીને છોડવામાં આવેલા રોકેટોમાંથી 30 થી 40% રોકેટ મિસફાયર થઈને ગાઝા પટ્ટીમાં જ પડ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં