ઓસ્ટ્રેલિયા સ્થિત UNSW યુનિવર્સિટીમાં હિંદુ હોવાના કારણે ભારતીય વિદ્યાર્થીઓને હેરાન કરવાની ઘટના સામે આવી છે. છેલ્લા બે અઠવાડિયાથી હેરાનગતિનો સામનો કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પાસે કાઉન્સેલિંગની માંગ કરી છે. હિંદુ વિદ્યાર્થીઓને મુસ્લિમ સોસાયટી દ્વારા ફિલ્મના સ્ક્રીનિંગ મામલે ધમકી આપવામાં આવી હતી.
UNSW હિંદુ સોસાયટીના સભ્યોએ કાશ્મીરી હિંદુઓના અત્યાચાર અને હિજરત પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના સ્ક્રીનિંગ આયોજિત કર્યું હતું. જેની વિરુદ્ધ UNSW મુસ્લિમ સ્ટુડન્ટ્સ એસોસિએશન (UNSWMSA)ના વિદ્યાર્થીઓએ તેમને ધમકી આપી હતી. ત્યારબાદથી તેઓ સતત હિંદુ વિદ્યાર્થીઓને પરેશાન કરી રહ્યા છે.
નામ ન આપવાની શરતે એક કાશ્મીરી હિંદુ વિદ્યાર્થીએ ઓસ્ટ્રેલિયા ટુડેને જણાવ્યું કે 1990માં જ્યારે કાશ્મીરમાં હિંદુઓની કત્લેઆમ અને હિજરત કરવામાં આવી ત્યારે તેના દાદા-દાદી અને માતા-પિતાને કેવું લાગ્યું હશે. વિદ્યાર્થીનું કહેવું છે કે તે ઘટના સાંભળ્યા પછી આજે પણ તે રાત્રે ડરથી જાગી જાય છે. વિદ્યાર્થીએ જણાવ્યું કે 1990 માં તેની માતાના બે સબંધીઓની હત્યા કરી નાંખવામાં આવી હતી. તે ત્યાંની દુઃખદ વાતો સાંભળીને મોટો થયો છે.
યુએનએસડબલ્યુ હિંદુ સોસાયટીએ 9 જૂને કાશ્મીરમાં હિંદુઓના નરસંહાર પાછળના સત્યની ચર્ચા કરવા માટે યુનિવર્સિટીના કેમ્પસમાં કોલંબો થિયેટરમાં ફિલ્મનું સ્ક્રીનિંગ યોજવા માટે મતદાન હાથ ધર્યું હતું. સોસાયટીએ જે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શૅર કર્યું હતું.
જે બાદ મુસ્લિમ સોસાયટીએ તેનો વિરોધ કર્યો હતો. હિંદુ સમાજે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો હતો અને 7 જૂને બંને સોસાયટીઓએ આ સંદર્ભે ‘ઝૂમ’ પર મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં મુસ્લિમ સોસાયટીએ ઓસ્ટ્રેલિયા સ્થિત યુનિવર્સીટીમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરવા બદલ હિંદુઓ વિદ્યાર્થીઓને ધમકી આપી હતી.
મીટિંગ દરમિયાન, UNSWMSAના પ્રવક્તા ઉસ્માન મહમૂદે હિન્દુ વિદ્યાર્થીઓને ડરાવવા માટે ધાર્મિક નેતાઓ, પત્રકારો અને રાજકારણીઓનું નામ લીધું હતું. આ દરમિયાન હિંદુઓને ફિલ્મનું સ્ક્રીનિંગ રોકવા માટે ધમકી પણ આપવામાં આવી હતી.
મહમૂદે ધમકી આપતા કહ્યું, “જો તમે (હિંદુઓ) આ ફિલ્મનું સ્ક્રીનિંગ રોકી દો તો બહુ સારું રહેશે મુસ્લિમ સોસાયટી અને દુનિયાના મુસ્લિમ સમાજ તરફથી અમે તેને આવકારીએ છીએ. પરંતુ જો ન માન્ય તો તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે અને આ પગલાં બહુ સારા નહીં હોય.”
મહમૂદે ડરાવવા માટે ઓસ્ટ્રેલિયાના ગ્રીન્સ પાર્ટીના સીનેટર મહરીન ફારૂકી, પત્રકાર મુસ્તફા રચવાની, ઓસ્ટ્રેલિયાના ગ્રાન્ડ મુફ્તી અબુ મોહમ્મદ, એબીસી ન્યૂઝના મૌસિકી આચાર્ય, ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય ઇમામ પરિષદના શેખ વીસું, યુનાઇટેડ મુસ્લિમ એસોશિએશનના શેખ ઉંમર અલ-ગઝનું નામ આપ્યું હતું. તેણે કહ્યું કે આ તમામ તેની મદદ કરશે.
મીટિંગ દરમિયાન હિંદુફોબિક ટિપ્પણી કરતા મહેમૂદે પૂછ્યું કે કાશ્મીરમાં કેટલા હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવ્યો અને કેટલા હિંદુઓ માર્યા ગયા હતા? તેણે વારંવાર આ સવાલ કર્યો હતો. બીજી તરફ, આ ઘટનાને લઈને યુનિવર્સીટીએ કહ્યું છે કે તેમના કેમ્પસમાં ધાર્મિક ઉત્પીડન સ્વીકાર્ય નથી.