Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા‘એક રાષ્ટ્રાધ્યક્ષ વિરૂદ્ધ આવી ટિપ્પણી અસ્વીકાર્ય’: PM મોદીનું અપમાન કરનાર માલદીવનાં મંત્રીનો...

    ‘એક રાષ્ટ્રાધ્યક્ષ વિરૂદ્ધ આવી ટિપ્પણી અસ્વીકાર્ય’: PM મોદીનું અપમાન કરનાર માલદીવનાં મંત્રીનો પોતાના જ દેશમાં ભારે વિરોધ, સરકારે બહાર પાડવું પડ્યું નિવેદન 

    સોશિયલ મીડિયા પર વિદેશી નેતાઓ અને ઉચ્ચ કક્ષાના વ્યક્તિઓ વિરુદ્ધ કરવામાં આવી રહેલી અપમાનજનક ટિપ્પણીઓ વિશે માલદીવની સરકાર વાકેફ છે. આ અભિપ્રાયો વ્યક્તિગત છે અને માલદીવની સરકારના વિચારો પ્રતિબિંબિત કરતા નથી: માલદીવ સરકાર

    - Advertisement -

    પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની યાત્રા કરી હતી, જ્યાંની અમુક તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શૅર કર્યા બાદ ભારતીય દ્વીપસમૂહની સરખામણી માલદીવ સાથે થવા માંડી હતી. આ ચર્ચાઓની વચ્ચે માલદીવનાં અમુક સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી PM મોદી, ભારત અને ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ ટોળકીમાં પછીથી ત્યાંના નેતાઓ અને મંત્રીઓ પણ સામેલ થઈ ગયા. જેને લઈને હવે માલદીવમાં જ તેમનો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ, ત્યાંની સરકારે એક અધિકારિક નિવેદન બહાર પાડવું પડ્યું છે. 

    માલદીવ સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, “સોશિયલ મીડિયા પર વિદેશી નેતાઓ અને ઉચ્ચ કક્ષાના વ્યક્તિઓ વિરુદ્ધ કરવામાં આવી રહેલી અપમાનજનક ટિપ્પણીઓ વિશે માલદીવની સરકાર વાકેફ છે. આ અભિપ્રાયો વ્યક્તિગત છે અને માલદીવની સરકારના વિચારો પ્રતિબિંબિત કરતા નથી.” 

    નિવેદનમાં આગળ કહ્યું, “(માલદીવ) સરકાર માને છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ લોકતાંત્રિક ઢબે અને જવાબદારીપૂર્વક થવો જોઈએ, નફરત અને નકારાત્મકતા ફેલાય કે અન્ય દેશો સાથે માલદીવના સંબંધોને અસર પહોંચે તે રીતે નહીં. આ પ્રકારની અપમાનજનક ટિપ્પણીઓ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે માલદીવ સરકારની એક મહિલા મંત્રીએ વડાપ્રધાન વિશે અત્યંત અપમાનજનક ટિપ્પણી કરીને તેમને ‘ક્લાઉન’ અને ‘ઇઝરાયેલની કઠપૂતળી’ ગણાવ્યા હતા. નોંધવું જોઈએ કે વડાપ્રધાન મોદીએ ક્યારેય પોતાની કોઇ પોસ્ટમાં માલદીવનો ઉલ્લેખ પણ કર્યો ન હતો. આ ટિપ્પણીનો ભારતમાં તો વિરોધ થયો જ, પરંતુ માલદીવમાં પણ હવે વિરોધ થવા માંડ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે એક પોસ્ટ કરીને આ ટિપ્પણીઓની ટીકા કરી તો બીજી તરફ માલદીવની રાજકીય પાર્ટીઓ પણ હવે ત્યાંની સરકાર સામે પડી છે. 

    મોહમ્મદ નશીદે લખ્યું કે, “માલદીવ સરકારનાં મંત્રીએ દેશના એક અગત્યના ભાગીદાર, જે સુરક્ષા અને સમૃદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તેના નેતા વિરુદ્ધ અત્યંત અભદ્ર ટિપ્પણી કરી છે. મુઈઝુ (માલદીવના રાષ્ટ્રપતિ) સરકારે આ ટિપ્પણીઓથી પોતાને અલગ કરીને ભારતને સ્પષ્ટ આશ્વાસન આપવું જોઈએ કે તેમની સરકારની નીતિઓ આ વિચારોનું બિલકુલ સમર્થન કરતી નથી.” 

    નોંધવું જોઈએ કે મોહમ્મદ નશીદ ભારત પ્રત્યે ઝુકાવ રાખનારા નેતા તરીકે ઓળખાય છે. તેઓ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ છે. 

    બીજી તરફ, માલદીવ નેશનલ પાર્ટીએ પણ મંત્રીની PM મોદી વિશેની ટિપ્પણીઓની ટીકા કરી છે. પાર્ટીએ પોતાના અધિકારિક અકાઉન્ટ પરથી X પર પોસ્ટ કરીને કહ્યું કે, “માલદીવ સરકારનાં પ્રતિનિધિ દ્વારા એક વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને પાર્ટી વખોડી કાઢે છે. આ અસ્વીકાર્ય છે. જેઓ પણ જવાબદાર છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમે માલદીવ સરકારને વિનંતી કરીએ છીએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં