Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં મોટી ચૂક: ઉભેલા કાફલા સાથે અથડાઈ કાર, જો બાયડન...

    અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં મોટી ચૂક: ઉભેલા કાફલા સાથે અથડાઈ કાર, જો બાયડન અને ફર્સ્ટ લેડીને રેસ્ક્યૂ વેનમાં ઘટનાસ્થળેથી લઈ જવાયા દૂર

    આ ઘટના બાદ તે કાર ચોકડી (ચાર રસ્તા) તરફ જવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે જ સમયે રાષ્ટ્રપતિના હથિયારધારી સુરક્ષા જવાનોએ કારને ઘેરી લીધી હતી અને ડ્રાઈવર પર બંદુકો તાણી દીધી હતી.

    - Advertisement -

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનની સુરક્ષામાં ચૂક થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જો બાયડનના કાફલા સાથે એક કાર અથડાઈ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ સુરક્ષાકર્મીઓએ કારને ઘેરી લીધી હતી. જો બાયડન અને તેમના પત્ની એક કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા તે સમયે આ ઘટના બનવા પામી છે. અમેરિકી સુરક્ષા એજન્સીઓ આ વિશે વધુ તપાસ કરી રહી છે. ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    રવિવારે (17 ડિસેમ્બર) અમેરિકાના ડેલાવેર સ્થિત વિલમિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનની સુરક્ષામાં ચૂક થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. બાયડન તેમના પત્ની જિલ બાયડન સાથે એક કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જ બાયડનના ઉભેલા કાફલા સાથે એક કાર અથડાઈ હતી. જોકે, આ ઘટનામાં રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી. સિક્રેટ સર્વિસે તાત્કાલિક ધોરણે બંનેને રેસ્ક્યૂ કારમાં બેસાડીને રવાના કરી દીધા હતા.

    સુરક્ષાકર્મીઓએ કારને ઘેરી લીધી

    જાણવા મળ્યું છે કે જે કાર રાષ્ટ્રપતિ બાયડનના કાફલા સાથે અથડાઈ તે એક બેજ રંગની ફોર્ડ કાર હતી. આ ઘટના બાદ તે કાર ચોકડી (ચાર રસ્તા) તરફ જવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે જ સમયે રાષ્ટ્રપતિના હથિયારધારી સુરક્ષા જવાનોએ કારને ઘેરી લીધી હતી અને ડ્રાઈવર પર બંદુકો તાણી દીધી હતી. સિક્રેટ સર્વિસે કાર ચાલકને હાથ ઉપર કરાવીને કારમાંથી બહાર કાઢ્યો હતો. આ ઘટના દરમિયાન જ તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ બાયડન અને તેમના પત્નીને અન્ય એક રેસ્ક્યૂ કારમાં ઘટનાસ્થળેથી દૂર લઈ જવામાં આવ્યા હતા. હમણાં સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ચાલક દ્વારા ભૂલથી આ કૃત્ય થયું છે.

    - Advertisement -

    વાયરલ વિડીયોના એક ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, બાયડનના સુરક્ષા એજન્ટો કારને ટક્કર મારનાર વ્યક્તિ અને તેની કારને પણ લઈ ગયા હતા. બીજી તરફ કાફલામાં રહેલી એક કારને પણ થોડું નુકશાન થયું છે. આ દરમિયાન જ રાષ્ટ્રપતિ અને તેમના પત્નીને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. વાઈટ હાઉસના એક અધિકારીએ ઘટના વિશે જાણકારી આપતા કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ જો બાયડન અને પ્રથમ મહિલા બંને સંપૂર્ણપણે સુરક્ષિત છે.” આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં જોડાઈ ગઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં