પાછલા કેટલાક દિવસોમાં લેબનાનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા વપરાતા પેજર અને વૉકી-ટૉકી વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં સમગ્ર લેબનોનમાં ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા અને લગભગ 3,000 ઘાયલ થયા હતા. આ વચ્ચે અહેવાલો આવ્યા હતા કે હિઝબુલ્લાહ (Hezbollah) ઇઝરાયેલ પર રોકેટ દ્વારા હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. ત્યારે તે હુમલો કરે એ પહેલા જ ઇઝરાયેલ દ્વારા દક્ષિણ લેબનાનમાં (Lebanon) હિઝબુલ્લાહના રોકેટ લોન્ચર્સ સહિતના સ્થાનો પર એર સ્ટ્રાઈક કરી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
અહેવાલો અનુસાર ઇઝરાયેલ (Israel) દ્વારા 19 સપ્ટેમ્બરે દક્ષિણ લેબનોનમાં હવાઇ હુમલા શરૂ કરાયા હતા. ઇઝરાયેલ દ્વારા હિઝબુલ્લાહના પેજર્સ અને વૉકી-ટૉકી વિસ્ફોટ કર્યા બાદ હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ જૂથના આતંકીઓ અને લેબનીઝ લોકોને કહ્યું હતું કે આનો બદલો લેવામાં આવશે, તથા હિઝબુલ્લાહ ઇઝરાયેલ પર રોકેટ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. તે દરમિયાન લેબનોનમાં હિઝબુલ્લાહના અડ્ડાઓ પર ઇઝરાયેલે એર સ્ટ્રાઈક કરી હતી. IDFએ કહ્યું હતું કે, “IDF હાલમાં હિઝબુલ્લાહની આતંકવાદી તાકાત અને માળખાને ધ્વસ્ત કરવા માટે લેબનોનમાં હિઝબુલ્લાહના અડ્ડાઓ પર હુમલો કરી રહ્યું છે.”
આગળ IDFએ કહ્યું હતું કે, “દાયકાઓથી, હિઝબુલ્લાહે નાગરિકોના ઘરોને હથિયાર બનાવી, તેમના ઘરો નીચે ટનલ ખોદી છે અને નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો છે-જેના કારણે દક્ષિણ લેબનાન યુદ્ધ ક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે.” આ હુમલા અંગે IDFએ કહ્યું હતું કે, “ગુરુવારે બપોરથી શરૂ કરીને, લગભગ 100 રોકેટ લોન્ચર (Rocket Launchers) અને અન્ય લશ્કરી માળખા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તાત્કાલિક પ્રક્ષેપણ માટે તૈયાર કરાયેલા લગભગ 1,000 રોકેટનો સમાવેશ થાય છે.”
Israel is bombarding Hezbollah targets in Lebanon right now, in the most extensive wave of attacks since the war started.
— Dr. Eli David (@DrEliDavid) September 19, 2024
That's what you do when thousands of Hezbollah terrorists are incapacitated due to injuries 📟
pic.twitter.com/wry0WodZxf
આ અંગે ત્રણ લેબનીઝ સુરક્ષા અધિકારીઓએ રોઇટર્સને જણાવ્યું હતું કે “ઓક્ટોબરમાં સંઘર્ષ શરૂ થયો ત્યારથી આ સૌથી ભારે હવાઈ હુમલા છે.” અહેવાલો અનુસાર, સમગ્ર લેબનોનમાં માત્ર વીસ મિનિટમાં લગભગ પચાસથી સિત્તેર હુમલા કરવામાં આવ્યા હતા. આ સિવાય હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિલ્ડીંગઝ અને શસ્ત્રોના ગોડાઉન પર હુમલા કર્યા હોવાની માહિતી મળી હતી.
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે લેબનાનમાં હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા સેંકડો પેજર્સ અને વૉકી-ટૉકીઝ વિસ્ફોટ થયા હતા, જેમાં 37 લોકો માર્યા ગયા અને 2,900 થી વધુ ઘાયલ થયા. માર્યા ગયેલા લોકોમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ આતંકવાદી જૂથના 25 આતંકીઓ સમાવેશ થાય છે. હિઝબુલ્લાહ પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસનું સમર્થક છે, જે ઓક્ટોબરથી ઇઝરાયેલ સાથે યુદ્ધ લડી રહ્યું છે.