મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનની (Iran) એક યુનિવર્સિટીમાં એક યુવતીએ દેશના ચુસ્ત ઈસ્લામિક ડ્રેસ કોડનો (હિજાબના) (strict Islamic dress code) વિરોધમાં પોતાનું અન્ડરવેર પણ કાઢી નાખ્યું હતું. શનિવારે ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીમાં (Islamic Azad University) બનેલી આ ઘટનાનો એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર મોટાપાયે શેર કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં સુરક્ષાકર્મીઓ એક અજાણી મહિલાની અટકાયત કરી રહ્યા છે. ઘટના બાદ યુનિવર્સિટીના પ્રવક્તા અમીર મહજોબે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મહિલા ‘ગંભીર માનસિક દબાણ હેઠળ’ મળી આવી હતી અને દાવો કર્યો હતો કે તે ‘માનસિક ટેન્શન’માં છે.
Brave Iranian woman strips down to her underwear in protest after she's verbally and physically abused by campus security for "inadequate" hijab. The courage of these women is not from this world.#دختر_علوم_تحقیقاتpic.twitter.com/i8nuBcBzGv
— H. Ferdosy | ح. فردوسی (@AuthorHFerry) November 2, 2024
જોકે, મોટાભાગના લોકો અધિકારીના ખુલાસા સાથે સહમત નથી. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ધ્યાન દોર્યું કે યુવતીની ક્રિયાઓ ઇરાદાપૂર્વકની હોવાનું જણાય છે.
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, “મોટાભાગની સ્ત્રીઓ માટે, અન્ડરવેર પહેરીને જાહેરમાં બહાર જવું એ તેમના સૌથી ખરાબ સ્વપ્નોમાંનું એક છે. માટે હિજાબને ફરજિયાત બનાવવાના અધિકારીઓના આગ્રહનો આ પ્રતિભાવ છે.”
મહિલાનું શું થયું તે જાણી શકાયું નથી, પરંતુ માસ મીડિયા દૈનિક ‘હમશહરી’ એ એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે મહિલાને “કદાચ માનસિક હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.”
ઈરાનમાં મહિલાઓએ સત્તાધીશોની અવહેલના કરી હોય તેવી આ પહેલી ઘટના નથી. 2022માં, હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં નૈતિકતા પોલીસની (morality police) કસ્ટડીમાં એક યુવાન ઈરાની કુર્દિશ મહિલાના મૃત્યુ બાદ દેશવ્યાપી વિરોધ થયો હતો. સુરક્ષા દળોએ બળવાને હિંસક રીતે દબાવી દીધો.