અમેરિકા (America) આર્થિક સત્તા બન્યા બાદ શી જિનપિંગની (Xi Jinping) ઈચ્છા ચીનને (China) સૈન્ય શક્તિમાં મોખરે લઇ જવાની હતી, પરંતુ તેમની આ ઇચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. અહેવાલો અનુસાર આ જ વર્ષમાં વુહાન બંદર પર ચીનની ન્યુક્લિયર શક્તિથી સજ્જ સબમરીન (Nuclear Submarine) ડૂબી હતી. આ મામલો સેટેલાઈટ ઈમેજના (Satellite Image) માધ્યમથી બહાર આવ્યો હતો. જે અનુસાર વુહાન પોર્ટ પર ચીન ન્યુક્લિયર સબમરીન બનાવી રહ્યું હતું, એ દરમિયાન સબમરીન ડૂબી એવું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, ચીનની ‘ફર્સ્ટ-ઇન-ક્લાસ ઝોઉ-ક્લાસ પરમાણુ-સંચાલિત એટેક સબમરીન’ મે અને જૂન 2024 ની વચ્ચે, વુહાન (Wuhan) નજીક વુચાંગ શિપયાર્ડના ડક્કાની સાથે કથિત રીતે ડૂબી ગઈ હતી. ઝોઉ-ક્લાસ ન્યુક્લિયર સબમરીન પાણીની અંદરની ગતિશીલતામાં સુધારો કરવા માટે અદ્યતન રીતે ડિઝાઇન કરવામાં આવી હતી.
અધિકારીએ આગળ કહ્યું હતું કે, “એમાં કોઈ આશ્ચર્યનથી કે PLA (પીપલ્સ લિબરેશન આર્મી) નેવી એ હકીકતને છુપાવવાનો પ્રયાસ કરશે કે તેમની નવી ફર્સ્ટ-ઇન-ક્લાસ પરમાણુ-સંચાલિત અટેક સબમરીન ડૂબી ગઈ.” નોંધનીય છે કે જયારે આ સબમરીન અણધારી રીતે ડૂબી ત્યારે તે બાંધકામ હેઠળ હતી. બેઇજિંગ દ્વારા ઘટનાને ઢાંકવાના પ્રયાસો છતાં, સેટેલાઇટ ઈમેજ દ્વારા હકીકત બહાર આવી હતી.
આ અંગે અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, “તાલીમના ધોરણો અને સંરક્ષણ સામગ્રીની ગુણવત્તા અંગેના પ્રશ્નો ઉભા કરે છે. ઉપરાંત, આ ઘટના PLAની આંતરિક જવાબદારી અને ચીનના સંરક્ષણ ઉદ્યોગની દેખરેખ અંગે પણ ઊંડા પ્રશ્નો ઉભા કરે છે – જે લાંબા સમયથી ભ્રષ્ટાચારથી ઘેરાયેલું છે”
(WSJ) – China’s newest nuclear-powered attack submarine sank in the spring, a major setback for one of the country’s priority weapons programs, U.S. officials said.
— Carl Quintanilla (@carlquintanilla) September 26, 2024
@WSJ 🇨🇳 https://t.co/CEK23sVYpE
સૌપ્રથમ આ ઘટનાની જાણ ધ વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા કરવામાં આવી હતી. ઘટના સામે આવ્યા બાદ બહુવિધ ગુપ્તચર સ્ત્રોતો અને મેક્સાર ટેક્નોલોજીસની સેટેલાઈટ ઈમેજે આ અટકળોને સમર્થન આપ્યું હતું. સેટેલાઈટ ઈમેજમાં સબમરીનને કથિત રીતે ડૂબતી બચાવવાના પ્રયાસમાં ક્રેન્સનો ઉપયોગ થતો દેખાઈ રહ્યો હતો.
સબમરીન ડૂબી જવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. તથા ચીની સત્તાએ હજી સુધી આ ઘટનાનો જાહેરમાં સ્વીકાર કર્યો નથી. દુર્ઘટના સમયે જહાજ પર પરમાણુ ઇંધણ લોડ કરવામાં આવ્યું હતું કે કેમ તે પણ હજી જાણવા મળ્યું નથી. નોંધનીય છે કે ચીન પાસે પહેલેથી જ 370થી વધુ જહાજો સાથે વિશ્વનું સૌથી મોટી નૌકાદળ છે અને તેણે પરમાણુ સશસ્ત્ર સબમરીનના ઉત્પાદનની શરૂઆત કરી દીધી હતી.