Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મારું માથું વાઢી નાખો તો પણ આ તો નહીં જ કરું': પશ્ચિમ...

    ‘મારું માથું વાઢી નાખો તો પણ આ તો નહીં જ કરું’: પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ આવું કેમ કહ્યું? જાણો પૂરી વિગત

    આ બાબતે વિપક્ષ નેતા અને ભાજપા પ્રમુખ શુવેંદુ અધિકારીએ અંદોલન કરતા કર્મચારીઓના મંચ પર જઈને તેમન આંદોલનને સમર્થન આપ્યું હતું.

    - Advertisement -

    બંગાળમાં હાલ સરકારી કર્મચારી આંદોલન કરી રહ્યા છે . કર્મચારી સંગઠનો મોઘવારી ભથ્થું વધારવાની માંગ કરી રહ્યા છે. જો આ માંગ પૂરી નહીં કરવામાં આવે તો આવનારી 10 માર્ચના રોજ હડતાલ પર જશે. આ મામલે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને કોઈ પણ સંજોગોમાં આ માંગ માનવામાં નહીં આવે તેવું કહ્યું હતું. 

    મળતી માહિતી અનુસાર, સંગ્રામી જુથા મંચ (સંગ્રામ માટે સંયુક્ત મંચ) સહિત રાજ્ય સરકારના કર્મચારીઓના વિવિધ સંગઠનો કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમાન ડીએ (મોઘવારી ભથ્થું) વધારવા માટે આંદોલન કરી રહ્યા છે. આ મામલે મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે “તમને અપાય તેટલું આપ્યું છે, હજુ તમારે કેટલું જોઈએ છે? તમને ક્યારે સંતોષ થશે? તમે મારું માથું કાપી લેશો પણ હું વધારાનું મોધવારી ભથ્થું આપીશ નહીં.” 

    મમતા બેનર્જીએ વધુમાં કહ્યું હતું કે સરકાર પાસે વધારાના નાણા છે જ નહીં તો ક્યાંથી આપવા? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ભથ્થા અલગ અલગ હોય છે. અમે કેન્દ્ર સરકાર જેટલું ભથ્થું આપી શકીશું નહીં. સરકારી કર્મચારીઓ પર દબાણ લાવવા માટે વધુમાં તેમણે કહ્યું હતું કે સૌથી વધુ રજાઓ પણ અમે જ આપીએ છીએ તે પણ કર્મચારીઓએ જોવું જોઈએ. 

    - Advertisement -

    આ બાબતે વિપક્ષ નેતા અને ભાજપા પ્રમુખ શુવેંદુ અધિકારીએ આંદોલન કરતા કર્મચારીઓના મંચ પર જઈને તેમના આંદોલનને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપા આ આંદોલનને ટેકો જાહેર કરે છે, આજ નહીં તો કાલે બંગાળ સરકારે કર્મચારીઓને મોધવારી ભથ્થું આપવું જ પડશે. આ ભથ્થું મળે તે કર્મચારીઓનો બંધારણીય અધિકાર છે. 

    કર્મચારીઓ આ મામલે કાયદાકીય લડાઈ પણ લડી રહ્યા છે, જે બાબતે શુવેંદુ અધિકારીએ કહ્યું હતું કે તમે લોકો કોર્ટમાં પણ આ મામલે જીતી ચુક્યા છો, માટે સરકારે તमाँરી સામે જુકવું જ પડશે. ભાજપ સમર્થિત તમામ કર્મચારી સંગઠનો પણ તમારી સાથે જ છે. 

    અત્રે એ નોંધપાત્ર છે કે બંગાળમાં છેલ્લા 40 દિવસથી કર્મચારીઓ મોધવારી ભથ્થા માટે અંદોલન કરી રહ્યા છે, તેમની માંગ છે કે સરકાર મોધવારી ભથ્થામાં 6%નો વધારો કરે, જેની સામે બંગાળ સરકારે ૩% વધારો આપશે તેવી બજેટમાં ફાળવણી કરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં