Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પહેલવાનોએ કાવતરું રચ્યું છે, બ્રિજભૂષણ સિંઘ સામે POCSO ઍક્ટનો દુરુપયોગ થયો છે’:...

    ‘પહેલવાનોએ કાવતરું રચ્યું છે, બ્રિજભૂષણ સિંઘ સામે POCSO ઍક્ટનો દુરુપયોગ થયો છે’: કથિત સગીરાના કાકાએ ભત્રીજીની ઉંમર 20 વર્ષ હોવાનો કર્યો દાવો

    આજે બ્રિજભૂષણ શરણ સિંહે એક સભામાં એવું નિવેદન આપ્યું હતું કે, “મેં કહ્યું હતું કે જો મારા પર લાગેલો એક પણ આરોપ સાબિત થશે તો હું પોતે ફાંસી પર લટકી જઈશ. આજે પણ હું એ જ વાત પર કાયમ છું."

    - Advertisement -

    રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને ગોંડાના બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘ સામે નોંધાયેલા જાતીય સતામણીના કેસમાં નવો વળાંક આવ્યો છે. WFIના પ્રમુખ પર એક સગીરા સહિત અન્ય મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી કરવાનો આરોપ છે. પરંતુ, જે સગીરાના કારણે બ્રિજભૂષણ પર પોક્સો ઍક્ટ લગાવવામાં આવ્યો હતો તે વાસ્તવમાં પુખ્ત હોવાનું સામે આવ્યું છે. આ ખુલાસો કથિત સગીરાના કાકાએ કર્યો છે.

    ઉલ્લેખનીય છે કે, બ્રિજભૂષણ શરણ સિંઘ સામે જાતીય સતામણીનો આરોપ મૂક્યા બાદ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે, સગીરાના કાકા અમિત પહેલવાને કહ્યું છે કે, તેમની ભત્રીજીની જન્મતારીખ 22 ફેબ્રુઆરી, 2004 છે એટલે કે તેની ઉંમર 19 વર્ષ છે. એટલું જ નહીં, અમિત પહેલવાને ધરણા કરી રહેલા કુસ્તીબાજો પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે, તેમણે રાજકારણના હેતુથી કાવતરું રચીને તેમના મોટા ભાઈ અને ભત્રીજીને ફોસલાવ્યા છે.

    અમિત પહેલવાને મીડિયાને એવું જણાવ્યું હતું કે, “કુસ્તીબાજો રાજકીય દાવપેચ માટે મારા પરિવારનો લાભ ઉઠાવી રહ્યા છે. તેમણે મારી ભત્રીજીની ઉંમર 16 વર્ષ જણાવીને પોક્સો ઍક્ટનો દુરુપયોગ કર્યો છે.” તેમણે કહ્યું કે, “આ કેસમાં પોક્સો ઍક્ટ કેવી રીતે લાગી શકે? પીડિતાની ઉંમર 20 વર્ષ છે. સાક્ષી અને વિનેશ જેવા કુસ્તીબાજો મગરના આંસુ સારી રહ્યા છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, બ્રિજભૂષણ શરણ સિંઘ વિરુદ્ધ બે FIR નોંધવામાં આવી છે જેમાં એક પોક્સો હેઠળ છે. કુસ્તીબાજો 23 એપ્રિલ, 2023થી WFIના પ્રમુખ સામે આંદોલન પર છે અને બ્રિજભૂષણ શરણ સિંઘની ધરપકડ કરવાની માંગણી કરી રહ્યા છે.

    દિલ્હી પોલીસે કરી હતી કુસ્તીબાજોની અટકાયત

    28 મે, 2023ના રોજ કુસ્તીબાજોએ મહાપંચાયત’ માટે બેરિકેડ તોડીને નવા સંસદ ભવન તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી. એ પછી અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોલીસની એ ચેતવણીની અવગણના કરી હતી કે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન દરમિયાન ખલેલ પહોંચાડવી દેશની પ્રતિષ્ઠા માટે હાનિકારક છે અને તે સ્વીકાર્ય નથી. પરિણામે, તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી.

    કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગા નદીમાં પધરાવી દેવાનો પ્રયાસ કર્યો

    દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન પર રોક લગાવ્યા બાદ કુસ્તીબાજો મંગળવારે (30 મે, 2023) હરિદ્વાર પહોંચ્યા હતા અને મેડલ ગંગા નદીમાં વહાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, BKU નેતા નરેશ ટિકૈત આગળ આવ્યા બાદ કુસ્તીબાજોએ મેડલને પધરાવી દેવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો.

    ‘ગંગામાં મેડલ વહાવી દેવાથી બ્રિજભૂષણને ફાંસી નહીં મળે’

    જાતીય સતામણીના આરોપો વચ્ચે બ્રિજભૂષણ શરણ સિંહે એક સભામાં એવું નિવેદન આપ્યું હતું કે, “મેં કહ્યું હતું કે જો મારા પર લાગેલો એક પણ આરોપ સાબિત થશે તો હું પોતે ફાંસી પર લટકી જઈશ. આજે પણ હું એ જ વાત પર કાયમ છું. 4 મહિનાથી તેઓ (કુસ્તીબાજો) મારી ફાંસી ઈચ્છે છે. સરકાર મને ફાંસી નથી આપી રહી તો તેઓ પોતાના મેડલ ગંગામાં પધરાવવા જઈ રહ્યા છે. મારા પર આરોપ લગાવનારાઓ, ગંગામાં મેડલ વહાવવાથી બ્રિજભૂષણને ફાંસી નહીં મળે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં