Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીની શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકો પર લગાવ્યો હતો ભગવાન રામનાં પોસ્ટરો ફાડવાનો આરોપ,...

    દિલ્હીની શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકો પર લગાવ્યો હતો ભગવાન રામનાં પોસ્ટરો ફાડવાનો આરોપ, હવે સ્કુલની વેબસાઈટ થઇ ગઈ હેક: બેકગ્રાઉન્ડ ભગવા રંગે રંગાયું

    શિક્ષક પર આરોપ લગાવતા વિદ્યાર્થીઓનું તેમ પણ કહેવું છે કે આ શિક્ષકે ભગવાન રામનું એક પોસ્ટર ફાડી નાંખ્યું હતું અને બાદમાં 'જય શ્રીરામ' કહેનાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.

    - Advertisement -

    તાજેતરમાં દિલ્હીની એક શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકો પર ભગવાન રામનાં પોસ્ટરો ફાડી નાંખવાનો અને તેમના હાથ પર બાંધેલા કલાવા કપાવડાવી નાંખવાનો આરોપ લગાવ્યો હતો, જેને લઈને વિવાદ પણ થયો હતો. હવે આ શાળા વનસ્થલી સ્કુલની વેબસાઈટ હેક થઇ ગઈ છે. હેકરોએ વેબસાઈટના હોમ પેજ પર ભગવાન રામના ફોટા મૂકી દીધા છે. જોકે, હજુ સુધી કોઈએ આ બાબતની જવાબદારી લીધી નથી. 

    દિલ્હીની વનસ્થલી સ્કુલની વેબસાઈટ હેક થયા બાદ હોમ પેજ પર ભગવાન શ્રીરામનું પોસ્ટર અને એક ટ્વિટનો સ્ક્રીનશોટ જોઈ શકાય છે. જેમાં એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે વિડીયોમાં શાળાના વિદ્યાર્થીઓએ ત્રણ શિક્ષકો પર હિંદુ વિરોધી માનસિકતા રાખીને તેમના હાથમાં બાંધેલા દોરાઓ કપાવી નાંખવાનો અને ભગવાન રામનું પોસ્ટર ફાડી નાંખ્યાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના બાદ શાળાની બહાર જય શ્રીરામના નારા લગાવનારા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા, જોકે હિંદુ સંગઠનોના વિરોધ બાદ તેમના સસ્પેન્શનને રદ કરી દેવામાં આવ્યું હતું.

    હેકરોએ શાળાની વેબસાઈટ હૅક કરીને બેકગ્રાઉન્ડ ભગવા રંગે રંગી દીધું હતું તો સાથે ચારેતરફ ભગવાન રામના ફોટા મૂકી દીધા હતા. આ સાથે ‘જય શ્રીરામ’ લખીને એક સંદેશ પણ મૂકવામાં આવ્યો, જેમાં લખવામાં આવ્યું છે કે- ‘હિંદુઓની સહિષ્ણુતાને તેમની નબળાઈ સમજવાનું બંધ કરો. અમને ઉશ્કેરશો નહીં. અમારા ધૈર્યની પરીક્ષા લેવાનું બંધ કરો.’ હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આ વેબસાઈટ કોણે હેક કરી હતી. અનુમાન છે કે શાળાના શિક્ષકો પર હિંદુવિરોધી ગતિવિધિઓનો આરોપ લાગ્યા બાદ આમ કરવામાં આવ્યું હોય.

    - Advertisement -

    સ્કુલની વેબસાઈટ હેક થયા બાદ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા, અનેક યુઝરોએ આ સ્ક્રીનશોટ શૅર કર્યો હતો.

    શાળાના શિક્ષકો પર હિંદુવિરોધી ગતિવિધિઓનો આરોપ

    મયુર વિહારના ફેઝ 3માં આવેલી વનસ્થલી પબ્લિક સ્કુલમાં અનેક હિંદુ વિદ્યાર્થીઓએ શિક્ષકો પર ધાર્મિક ભેદભાવ રાખવાનો આરોપ લગાવ્યો છે. અનુપ રાવત નામના શિક્ષક પર વિદ્યાર્થીઓએ કાંડે બાંધેલા પવિત્ર દોરને કાપવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે શિક્ષકે પવિત્ર દોરા કાપીને કચરાપેટીમાં નાંખી દીધા હતા.

    અન્ય એક રવિ નામના શિક્ષક પર આરોપ લગાવતા વિદ્યાર્થીઓનું તેમ પણ કહેવું છે કે આ શિક્ષકે ભગવાન રામનું એક પોસ્ટર ફાડી નાંખ્યું હતું અને બાદમાં ‘જય શ્રીરામ’ કહેનાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. શાળામાં 9 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ સામૂહિક રીતે શાળા પ્રશાસન પર આરોપ લગાવતા હોય તેવો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

    આરોપો અનુસાર હાથમાં બાંધવામાં આવેલા પવિત્ર દોરાઓ 10 મે 2023ના રોજ કાપવામાં આવ્યા હતા, જયારે હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામનું પોસ્ટર 19 મે 2023ના રોજ ફાડવામાં આવ્યું હતું. શાળાની આ ઘટનાઓ વિરુદ્ધ 20 મે 2023ના રોજ દેખાવો પણ કરવામાં આવ્યા હતા. શાળામાં હિંદુવિરોધી અનેક ઘટનાઓ બાદ હિંદુ સંગઠનોએ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. જોકે પોલીસની દખલગીરીથી શાળાએ વિદ્યાર્થીઓનું સસ્પેન્શન રદ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અલગ-અલગ સ્થળોએ હિંદુ વિદ્યાર્થીઓ નિષ્કાષિત થયા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં