ઈરાનમાં 26 વર્ષીય રેહવર્દન નામના યુવકને હિજાબનો વિરોધ કરવા બદલ ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો છે. ફાંસી લટકતાં પહેલાં ઈરાની યુવક રેહવર્દને કહ્યું હતું કે, મારા મોત પર કુરાન ન પઢતા, કોઈ પણ શોક પાળ્યા વગર ઉજવણી કરજો.” હાલ સોશિયલ મીડિયામાં રેહવર્દન નામના આ યુવકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો તેને ફાંસીએ ચઢાવાયાના થોડા સમય પહેલાંનો છે. નોંધનીય છે કે ઈરાનમાં છેલ્લા ઘણા સમયથી શરિયા કાનુન અને હિજાબનો વિરોધ થઇ રહ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં ફાંસી ચઢતા પહેલા ઈરાની યુવક રેહવર્દને પોતાના અંતિમ શબ્દો કહ્યા હતા. વિડીયોમાં રેહવર્દન કહી રહ્યો છે કે તેની મોત પર કોઈ માતમ ન મનાવવામાં આવે અને કોઈ કુરાન પણ ન પઢે. આ વિડીયો ઈરાની માનવાધિકાર એનજીઓના ડાયરેક્ટર મહમુદ અમીરીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો. આ વિડીયોમાં યુવકની આંખો પર કાળી પટ્ટી બાંધવામાં આવી છે, અને કાળા મહોરા પહેરેલા 2 હથિયારધારી ગાર્ડ તેને પકડીને ઉભા નજરે પડે છે.
વિડીયોમાં રેહવર્દન તેની સ્થાનિક ભાષામાં કહી રહ્યો છે કે, “હું નથી ઈચ્છતો કે મારા મોત પર કોઈ પણ વ્યક્તિ શોક મનાવે, કોઈએ પણ કોઈ પણ પ્રકારની દુઆઓ ન કરવી, મારી કબર પર કલ્પાંત ન કરવામાં આવે, હું નથી ઈચ્છતો કે મારી કબર પર આવીને કોઈ કુરાન કે નમાઝ ન પઢે. તમામ લોકો મારા મોતની સંગીત વગાડીને ઉજવણી કરે અને ખુશીઓ મનાવે અને કાયમ ખુશ રહે.”
#MajidrezaRahnavard the second protester hanged by the Iranian regime- Question: what did you write in your will? Majidreza: «I don’t want anyone to pray, or read Quran or cry on my grave, I want everyone to be happy and play happy music”#MahsaAmini pic.twitter.com/fxHUvQpHvO
— Mahmood Amiry-Moghaddam (@iranhr) December 15, 2022
અહેવાલો મુજબ રેહવર્દન પર હિજાબ વિરુદ્ધ પ્રદર્શન કરતી વખતે 2 પોલીસ અધિકારીઓની હત્યા અને 4 પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો પણ આરોપ હતો. જેને લઈને તેહરાનની અદાલતે તેને મોતની સજા ફટકારી હતી. રિપોર્ટ મુજબ રેહવર્દનને ગત 12 ડીસેમ્બર 2022ના રોજ ફાંસી આપી દેવામાં આવી હતી. નોંધનીય છે કે રેહવર્દનની ફાંસીના 4 દિવસ પહેલાં એક 23 વર્ષીય યુવાન મોહસીન શેખરીને પણ હિજાબ વિરોધ પ્રદર્શનમાં પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાના આરોપમાં ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હતો.
પ્રોટેસ્ટર મોનીટર શોસીય્લ મીડિયા હેન્ડલ 1500tasvir અનુસાર રેહવર્દનને ફાંસી આપવામાં આવી તે પહેલા તેની માતાને મળવા દેવામાં આવી હતી, પરંતુ તેને ફાંસી વિશે જણાવવામાં આવ્યું ન હતું. આ ટ્વીટમાં રેહવર્દનનો તેની અમ્મી સાથેનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. સાથે જ લખવામાં આવ્યું છે કે ફાંસી પહેલા રેહવર્દનની અમ્મીને તેણે મળવા દેવામાં આવી હતી. તેમના ચહેરા પર હાસ્ય હતું. રેહવર્દનની અમ્મીને જરા પણ અંદાજો નહીં હોય કે તેમના પુત્રને મારી નાંખવામાં આવશે.
They allowed #MajidRezaRahnavard’s mother to visit him, and didn’t speak of execution at all. She left smiling and hoping that her son would be released soon.
— 1500tasvir_en (@1500tasvir_en) December 12, 2022
This morning she arrived when her son’s murderers were burying his dead body alone.#StopExecutionInIran pic.twitter.com/9n2k02uE60
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ઈરાનમાં સરકાર વિરોધી દેખાવોએ શાસનને હચમચાવી નાખ્યું છે. ગત 16 સપ્ટેમ્બરે 22 વર્ષીય યુવતી મહસા અમીનીના મૃત્યુ ઈરાનમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનો બાદ શરૂ થયા હતા. પોલીસે મહસાની હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. અને પોલીસ કસ્ટડીમાં તેનું શંકાસ્પદ રીતે મૃત્યું થયું હતું. ઈરાન સરકાર પ્રદર્શનોને ડામવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. લોકોમાં ભય પેદા કરવા માટે વિરોધ પ્રદર્શનમાં સામેલ યુવાનોને જાહેરમાં ફાંસી આપવામાં આવી રહી છે.