Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમઅરશદનો ઝેર ઓકતો વિડીયો વાયરલ, કહ્યું- સમય આવ્યે કાફિરોને દફનાવી દઈશું: બીજી...

    અરશદનો ઝેર ઓકતો વિડીયો વાયરલ, કહ્યું- સમય આવ્યે કાફિરોને દફનાવી દઈશું: બીજી તરફ શિવલિંગ પર પેશાબ કરનાર શોએબની ધરપકડ

    મંગળવારે સવારે જ્યારે પૂજારીઓ મંદિરમાં પૂજા માટે પહોંચ્યા ત્યારે દરવાજો ખુલ્લો હતો. મંદિરની અંદરથી દુર્ગંધ આવી રહી હતી. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં શોએબ શિવલિંગ પર પેશાબ કરતો જોવા મળ્યો.

    - Advertisement -

    હાલ દેશભરમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવનારાં તત્વો મોટી સંખ્યામાં સક્રિય થઇ ગયાં છે. કટ્ટરપંથીઓ સતત ઝેર ઓકતા રહે છે. હાલ સોશિયલ મીડિયામાં આવા જ બે વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વિડીયોમાં શોએબે શિવલિંગ પર પેશાબ કર્યો હોવાનું નજરે પડે છે તો બીજામાં અરશદ ખાન કાફિરો (હિંદુઓ)ને દફનાવી દેવાની ધમકી આપી રહ્યો છે.

    શોએબે શિવલિંગ પર પેશાબ કર્યો હોય તેવો વીડિયો ઉત્તર પ્રદેશના મેરઠથી સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં એક યુવક મંદિરમાં પ્રવેશીને શિવલિંગ પર પેશાબ કરતો જોવા મળી રહ્યો છે. મામલો મેરઠના સરુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રસના ગામનો છે. મંગળવારે (18 ઓક્ટોબર, 2022) સવારે જ્યારે પૂજારીઓ મંદિરમાં પૂજા માટે પહોંચ્યા ત્યારે દરવાજો ખુલ્લો હતો. મંદિરની અંદરથી દુર્ગંધ આવી રહી હતી. ત્યારબાદ ગામના યુવક મોહિતને બોલાવવામાં આવ્યો અને સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં શોએબ શિવલિંગ પર પેશાબ કરતો જોવા મળ્યો.

    મેરઠ પોલીસે કહ્યું છે કે, “સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી છે. તેની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો છે. આ સંદર્ભે સરુરપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઘટનામાં સંડોવાયેલ આરોપી વ્યસની છે. નશામાં હોવાથી તેણે આ કૃત્ય કર્યું હતું.”

    - Advertisement -

    કલકત્તા સ્થિત ઇસ્કોન ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ રાધારમણ દાસે તેમના ટ્વિટર હેન્ડલ પર શોએબનો વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું હતું કે “શોએબે શિવલિંગ પર પેશાબ કર્યો. આજે હિંદુઓની હાલત એવી છે કે આપણે બધા કશું જ નહીં કરીએ.” આ સાથે તેમણે એક અન્ય વીડિયો પણ શેર કર્યો છે, જેમાં મુસ્તફા અરશદ ખાન નામનો વ્યક્તિ હિંદુઓને ધમકી આપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોની સાથે રાધારમણ દાસે લખ્યું છે કે, “જ્યારે સમય આવશે ત્યારે તેઓ હિન્દુઓના તમામ નિશાનો ભૂંસી નાખશે. આ એક ઇસ્લામિક ઇન્ફ્લ્યુએન્સર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 14,000 થી વધુ ફોલોઅર્સ છે. મુસલમાનોને સંપૂર્ણ ખાતરી છે કે જ્યારે તેમનો સમય આવશે ત્યારે તેઓ હિંદુઓનું શું કરશે. હિંદુઓ તમે શું કરશો?”

    ઉલ્લેખનીય છે કે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે શિવલિંગ પર પેશાબ કરવાની અનેક ઘટનાઓ આ પહેલાં પણ સામે આવી છે. માર્ચ 2021 માં આસિફ શિવલિંગ પર પેશાબ કરતો પકડાયો હતો. જુલાઇ 2019માં ઇર્શાદ ઉર્ફે ઇરાનીએ જહાંગીરાબાદમાં મહાદેવના મંદિરમાં શિવલિંગ પર પેશાબ કર્યો હતો. પ્રાચીન શિવ મંદિરની પવિત્રતાને કલંકિત કરનાર ઈર્શાદ વિરુદ્ધ બજરંગ દળના સભ્યોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ બુલંદશહેર પોલીસે તેની ધરપકડ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં