Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપીના બરેલીમાં દર મહિને સાત હિંદુ યુવતીઓ થઇ રહી છે શિકાર, સાત...

    યુપીના બરેલીમાં દર મહિને સાત હિંદુ યુવતીઓ થઇ રહી છે શિકાર, સાત મહિનામાં લવજેહાદના કુલ 46 કેસ: રિપોર્ટ

    નિવેદનમાં આઠ યુવતીઓએ જણાવ્યું હતું કે મુસ્લિમ યુવકોએ પોતાને હિંદુ તરીકેની ઓળખ આપીને સબંધો બાંધ્યા હતા અને તેમણે પ્રેમજાળમાં ફસાઈને ઘર છોડ્યા બાદ હકીકત સામે આવી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બરેલીમાં જાન્યુઆરી 2022થી જુલાઈ સુધીમાં લવજેહાદના કુલ 46 કેસ નોંધાયા છે. જોકે, મોટાભાગના કેસમાં પોલીસે ફોસલાવીને ભગાડી જવાના કેસ નોંધ્યા છે પરંતુ પીડિતાઓના નિવેદનોમાં તેમણે સ્વીકાર્યું છે કે તેમને ફોસલાવીને, લાલચ આપીને ધર્મપરિવર્તન કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું. 

    દૈનિક જાગરણના એક રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, 6 મહિનામાં લગભગ 250 સગીરોના કેસ સામે આવ્યા છે, જેમાંથી 46 યુવતીઓ એવી હતી જેમને મુસ્લિમ યુવકો ફોસલાવીને ભગાડી લઇ ગયા હતા. એટલે કે દર મહિને લગભગ સાત આવી યુવતીઓને લવ જેહાદનો શિકાર બનાવવામાં આવી. 

    રિપોર્ટ અનુસાર, નિવેદનમાં આઠ યુવતીઓએ જણાવ્યું હતું કે મુસ્લિમ યુવકોએ પોતાને હિંદુ તરીકેની ઓળખ આપીને સબંધો બાંધ્યા હતા અને તેમણે પ્રેમજાળમાં ફસાઈને ઘર છોડ્યા બાદ હકીકત સામે આવી હતી. પાંચ યુવતીઓને ઘરમાં ચોરી કરવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. જેમાં ઘર છોડવા પહેલાં તેમને ઘરેણાં અને રોકડા પૈસા લઇ આવવા માટે કહેવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    જાગરણના અહેવાલમાં એક કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં મુસ્લિમ યુવકે હિંદુ તરીકેની ઓળખ આપીને કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ગર્ભવતી થવા પર નિકાહ કરવા માટે દબાણ કર્યું હતું. કિશોરીની ઉંમર માત્ર 15 વર્ષની હતી. તેના જ વિસ્તારમાં રહેતા આમિરે હિંદુ નામ જણાવીને તેની સાથે ઓળખાણ કરી હતી અને અનેક વખત તેને મળવાના પ્રયત્નો કર્યા હતા. તેણે ગિફ્ટ તરીકે એક મોબાઈલ પણ આપ્યો હતો. 

    યુવતીને ફોસલાવીને તેનું બ્રેઈનવૉશ કરી નાંખવામાં આવ્યું હતું અને આખી દુનિયા ફેરવવાના સપનાં દેખાડ્યાં હતાં. જે બાદ તે કિશોરીને લઈને પંજાબ ગયો હતો અને ત્યાં નિકાહ કરી લીધા હતા. જે બાદ કિશોરીને સાચી હકીકત જાણવા મળી હતી. જે બાદ કિશોરી ગર્ભવતી પણ થઇ ગઈ હતી. જે બાદ તેના મા-બાપને હકીકતની જાણ થતાં તેઓ તેને પંજાબથી લઇ આવ્યા હતા અને કેસ નોંધાવ્યો હતો. 

    અન્ય એક કેસમાં, બારિશ નામના યુવકે હિંદુ નામ જણાવીને એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ તેનું બ્રેનવૉશ કરી નાંખીને સાથે ભાગી જવા માટે તૈયાર કરી દીધી હતી. એટલું જ નહીં, તેણે યુવતીને પોતાના ઘરેથી ઘરેણાં અને રકમ લઇ આવવા માટે કહ્યું હતું અને યુવતી તેમ કરવા માટે તૈયાર પણ થઇ ગઈ હતી. યુવતી જે રાત્રે ઘરેથી નીકળી ત્યારે મોટી રકમ અને ઘરેણાં લઈને આવી હતી. જે બાદ તેના પરિવારે ફરિયાદ નોંધાવતા આરોપી વિરુદ્ધ કાર્યવાહી થઇ હતી. 

    રિપોર્ટમાં બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ દિનેશ ચંદ્રાના નિવેદનને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લવજેહાદના કેસ વધ્યા છે અને દર મહિને લગભગ સાત આવા કેસ નોંધાઈ રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં