યગત બુધવારના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથેની મિટિંગમાં પુરોહિત કલ્યાણ બોર્ડ બનાવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ જે વિદ્યાર્થીઑ સંસ્કૃતનો અભ્યાસ કરશે તેઓ માટે શિષ્યવૃતિની પણ જાહેરાત કરી હતી.
યોગી આદિત્યનાથ પોતાની કામ કરવાની પદ્ધતિ માટે જાણીતા બન્યા છે. કોઈ પણ મુદ્દે ત્વરિત કામ કરવામાં માને છે. તેઓ હાલમાં જ બીજીવાર સત્તામાં આવ્યા બાદ એક્શન મોડમાં છે. પ્રચાર દરમિયાન તેઓ એ 21 ફેબ્રુઆરીએ એક સભામાં તેમની સરકાર પુરોહિત કલ્યાણ બોર્ડ જરૂર રચશે એ પ્રકારનું વચન આપ્યું હતું જે તેઓ એ આજ રોજ પાળ્યું છે.
આ ઉપરાંત યોગી આદિત્યનાથે કહું હતું કે “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશની સાંસ્ક્રુતિક વારસો 100 વર્ષો પછી પાછો આવી રહ્યો છે. તેમના નેતૃત્વમાં કાશીધામ કોરિડોર, રામ મંદિરનું નિર્માણ, અયોધ્યા દીપોત્સવ જેવા સાંસ્કૃતિક વિકાસના કામો પણ કર્યા છે. આ સિવાય પણ ઉત્તર પ્રદેશના તમામ મંદિરોની માહિતી તેનો ઇતિહાસ સ્થાનિક માહિતી એક જ પ્લેટ ફોર્મ પર મળી જાય તેની પણ વ્યવસ્થા કરીશું, જેથી યાત્રાળુઓની સગવડ સચવાઈ રહે.”
ઉત્તર પ્રદેશ પ્રવાસન વિકાસ માટે આવનારા 100 દિવસમાં સાંસ્ક્રુતિક અને ધાર્મિક પર્યટનોની સંપૂર્ણ માહિતી સરકારી વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેના કારણે શ્રદ્ધાળુઓ ની યાત્રા કરવા માટે સરળતા રહે. આ સાથે 12 અલગ અલગ પરિપથોનું નિર્માણ કરવામાં આવશે જેમાં રામાયણ પરિપથ, બુદ્ધિષ્ટ પરિપથ, આધ્યાત્મિક પરિપથ, શક્તિપીઠ પરિપથ, ક્રુષ્ણ/બ્રજ પરિપથ, બુંદેલખંડ પરિપથ, મહાભારત પરિપથ, સૂફી પરિપથ, ક્રાફ્ટ પરિપથ, સ્વતંત્ર સંગ્રામ પરિપથ, જૈન પરિપથ, અને વાઇલ્ડ લાઈફ એંડ ઇકો ટુરિઝમ પરિપથ સમાવેશ થાય છે. આ સિવાય પીપીપી મોડેલ અંતર્ગત આગ્રા ખાતે આવેલું છ્ત્રપતિ શિવાજી સંગ્રાલયનો વિકાસ કરવામાં આવશે. 75 જિલ્લાઓમાં પ્રવાસ અને સંસ્કૃતિ પરિષદની સ્થાપના કરવામાં આવશે જેના થકી પર્યટનનો વિકાસ થશે. આવનારા સમયમાં ઉત્તર પ્રદેશ પ્રવાસન ઉધોગમાં આગવું સ્થાન ધરાવશે.
યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ ઉત્તર પ્રદેશ ની એક આગવી ઓળખ ઊભી થઈ છે. આજે સમાન્ય લોકોમાં સુરક્ષાની ભાવના પણ જાગી છે. સાથે સાથે તેઓ ધાર્મિક અને અધ્યાત્મિક લોકના પણ મન જીત્યા છે.