લિકર પોલીસી મારફતે કરોડોનું કૌભાંડ આચરવાના આરોપોનો સામનો કરી રહેલા અને થોડા કલાકો પહેલાં જ જેલમાંથી વચગાળાના જામીન પર બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે (11 મે) એક ભાષણમાં અવનવા દાવા કરી દીધા. તેમણે ધડમાથા વગરનું નિવેદન આપતાં કહ્યું કે, નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઇ લેશે અને ત્યારબાદ અમિત શાહ વડાપ્રધાન બનશે. કેજરીવાલની આવી વાતોનો હવે ગૃહમંત્રી શાહે જવાબ આપ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલના દાવા પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીઓ બાદ વડાપ્રધાન મોદી દેશનું નેતૃત્વ કરતા રહેશે. સીએમ કેજરીવાલે 75 વર્ષની ઉંમરનો ‘નિયમ’ ઉલ્લેખીને દાવો કર્યો હતો કે પીએમ મોદી પોતે નિવૃત્ત થઇ જશે અને હાલ તેઓ અમિત શાહ માટે મત માંગી રહ્યા છે. તેમની આ વાતનો જવાબ આપતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “ભાજપના બંધારણમાં આવી વયમર્યાદા વિશે કશું જ નથી લખવામાં આવ્યું. હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને આખા ઈન્ડી ગઠબંધનને કહેવા માંગું છું કે, મોદી 75 વર્ષના થાય તેમાં રાજી થવાની જરૂર નથી.”
#WATCH | Delhi CM Arvind Kejriwal says "…These people ask the INDIA alliance who will be their Prime Minister. I ask BJP who will be your Prime Minister? PM Modi is turning 75, on 17th September. He made a rule that leaders in the party would retire after 75 years…LK Advani,… pic.twitter.com/P1qYOl7hIt
— ANI (@ANI) May 11, 2024
તેલંગાણામાં પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું કે, “ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં આવું ક્યાંય લખ્યું નથી. નરેન્દ્ર મોદી પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે અને દેશનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. ભારતીય જનતા પાર્ટીમાં આ બાબતને લઈને કોઇ મૂંઝવણ નથી, આ લોકો મૂંઝવણ પેદા કરવા માંગે છે.” આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કામાં જ NDA 200 બેઠકો આસપાસ પહોંચી ચૂક્યું છે અને પોતાના 400 પારના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “ચૂંટણીનો ચોથો તબક્કો NDA માટે ખૂબ જ સારો રહેશે. ચોથા ચરણમાં અમને અધિકતમ સફળતા મળશે અને અમે અમારા 400 પારના લક્ષ્ય તરફ આગળ વધીશું.”
#WATCH | On Delhi CM Arvind Kejriwal's 'Amit Shah will be the PM, if BJP wins' remark, Union Home Minister Amit Shah says "I want to say this to Arvind Kejriwal and company and INDI alliance that nothing as such is mentioned in BJP's constitution. PM Modi is only going to… https://t.co/eJgCHox2Q7 pic.twitter.com/bKJQ4OtMhe
— ANI (@ANI) May 11, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આપ્યો કેજરીવાલને જવાબ
દિલ્હીના મુખ્યમંત્રીના દાવા પર ગુજરાતના મુખ્યમંત્રીએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. સીએમ પટેલે પોતાના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરીને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને INDI ગઠબંધનને ઘેર્યું હતું. તેમણે લખ્યું હતું કે, દેશના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અભૂતપૂર્વ સ્નેહ છે, ભારત દેશના કરોડો લોકો ફરી એક વાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ પર બિરાજમાન કરવા તત્પર છે.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ પ્રત્યે સમગ્ર દેશના લોકોમાં અભૂતપૂર્વ સ્નેહ છે. ભારતના કરોડો નાગરિકો મોદીજીને પુનઃ વડાપ્રધાન પદે બિરાજમાન કરાવવા તત્પર છે.
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 11, 2024
કેજરીવાલજી અને INDI ગઠબંધન આદરણીય વડાપ્રધાનશ્રીની આ લોકપ્રિયતાથી પરેશાન છે.તેઓ એક વાત સમજી લે કે મોદીજી પર ભારતની…
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આગળ લખ્યું કે, અરવિંદ કેજરીવાલ અને INDI ગઠબંધન પીએમ મોદીની લોકપ્રિયતાથી પરેશાન છે. તેમણે લખ્યું કે, “તેઓ એક વાત સમજી લે કે પીએમ મોદી પર જનતા-જનાર્દનના આશીર્વાદ છે. આદરણીય વડાપ્રધાનના સુશાસનમાં ભારતે વિશ્વમાં ગૌરવશાળી સ્થાન બનાવ્યું છે અને અવારનવાર સમયમાં વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતને નવી ઊંચાઈએ પહોંચાડવા દેશવાસીઓ નિશ્ચયી છે.”
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે એક નિવેદનમાં કહ્યું હતું કે, “મોદીજી આગલા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ 75 વર્ષના થઈ રહ્યા છે. ભાજપમાં મોદીજીએ 2014માં સ્વયં નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં જે 75 વર્ષના હશે તેમને રીટાયર કરવામાં આવશે. સૌથી પહેલાં અડવાણીજી ત્યારબાદ મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, યશવંત સિન્હાને નિવૃત્ત કરવામાં આવ્યાં. હવે મોદીજી આગલી 17 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થશે. આગળ કહ્યું હતું કે, “જો તેમની સરકાર બની તો પહેલાં 2 મહિનામાં તેઓ યોગીજીને હટાવશે અને ત્યારબાદ મોદીજીના સૌથી ખાસ અમિત શાહને વડાપ્રધાન બનાવશે. મોદીજી પોતાના માટે મત નથી માંગી રહ્યા, મોદીજી અમિત શાહને વડાપ્રધાન બનાવવા માટે મત માંગી રહ્યા છે.”