Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘1 વર્ષથી મુસ્લિમ યુવકો સાથે શૅર કરવામાં આવી રહ્યા હતા હિંદુ યુવતીઓના...

    ‘1 વર્ષથી મુસ્લિમ યુવકો સાથે શૅર કરવામાં આવી રહ્યા હતા હિંદુ યુવતીઓના વિડીયો’: ઉડુપીની કોલેજની વિદ્યાર્થીનીઓનો ઘટસ્ફોટ, સંચાલક અબ્દુલ ખાદરે ઘટનાને ગણાવી હતી ‘પ્રેન્ક’

    TV9 કન્નડને આપેલા ઈન્ટરવ્યુમાં આ જ કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે મુસ્લિમ છોકરીઓ છેલ્લા એક વર્ષથી હિંદુ છોકરીઓના વીડિયો બનાવી રહી હતી અને મુસ્લિમ છોકરાઓ સાથે શૅર કરી રહી હતી.

    - Advertisement -

    કર્ણાટકના ઉડુપીની એક કોલેજના બાથરૂમમાં કેમેરા લગાવીને હિંદુ યુવતીઓના વિડીયો બનાવવા મામલે હવે એક પછી એક ઘટસ્ફોટ થઇ રહ્યા છે. અગાઉ જાણવા મળ્યું હતું કે મુસ્લિમ યુવતીઓએ આ વીડિયો બનાવીને પોતાના સમુદાયના જ છોકરાઓને મોકલ્યા હતા. હવે કોલેજના વિદ્યાર્થીઓએ આ અંગે બીજા ઘણા ખુલાસા કર્યા છે. TV9 કન્નડને આપેલા ઈન્ટરવ્યુમાં આ જ કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે મુસ્લિમ છોકરીઓ છેલ્લા એક વર્ષથી હિંદુ છોકરીઓના વીડિયો બનાવી રહી હતી અને મુસ્લિમ છોકરાઓ સાથે શૅર કરી રહી હતી.

    નેત્ર જ્યોતિ કોલેજની વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે, “છેલ્લા એક વર્ષથી આ બધું થઈ રહ્યું હતું. મુસ્લિમ છોકરાઓ કોલેજની બહાર કારમાં રાહ જોતા રહેતા હતા. હિંદુ યુવતીઓના વીડિયો રેકોર્ડ કર્યા બાદ મુસ્લિમ યુવતીઓ તેમની પાસે જઇને પોતાના ફોન આપી દેતી હતી. બપોરના ભોજન સમયે મોબાઇલ ફોનની આપ-લે કરવામાં આવી હતી. આ અંગે કોલેજ મેનેજમેન્ટને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તેમણે કોઇ કાર્યવાહી કરી ન હતી. 18 જુલાઈ, 2023ના રોજ પીડિતાએ ફરીથી કોલેજ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી.

    યુવતીઓએ જણાવ્યું કે મેનેજમેન્ટે આ ફરિયાદોને ગંભીરતાથી લીધી ન હતી. બે દિવસ બાદ એટલે કે 20 જુલાઈએ કોલેજના અન્ય વિદ્યાર્થીઓને આ વાતની જાણ થઈ અને તેઓ ધરણાં પર બેસીને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, ત્રણેય આરોપી મુસ્લિમ છોકરીઓએ મોબાઇલ ફોનમાં વીડિયો નાખીને ઉચિલાથી આવેલા મુસ્લિમ છોકરાઓને આપ્યો હતો. આ છોકરાઓ પલ્સર બાઇક અને કાર લઈને આવતા હતા. વિદ્યાર્થીનીઓએ ત્રણ યુવતીઓનાં નામ પણ જણાવ્યાં- સાફિયા, અલ્ફિયા અને શબનાઝ. 

    - Advertisement -

    વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અબ્દુલ ખાદર કોલેજ મેનેજમેન્ટમાં વહીવટી કામ સંભાળે છે. યુવતીઓએ ફરિયાદ કરી તો તેમણે તેમને કહ્યું હતું કે, તે ત્રણેય છોકરીઓને ‘સરસ મજાની સજા’ આપવામાં આવી છે અને તેમને પાંચ-પાંચ વખત હવે તેઓ ફરી આવું નહીં કરે તેમ લખવાનું કહેવામાં આવ્યું છે.  સાથે એમ પણ કહ્યું કે, તેઓ આ મુદ્દાને વધુ ન ઉઠાવે કારણ કે આ બધું ‘પ્રેન્ક’ માટે કરવામાં આવ્યું હતું. બીજી તરફ, મોહમ્મદ ઝુબૈર જેવાઓએ આ નરેટિવ આગળ ચલાવ્યો હતો. 

    વિદ્યાર્થીનીઓએ કહ્યું કે, “અમે પૂછવા માગીએ છીએ કે જો કોઈ વ્યક્તિ કોઈના ઘરના બાથરૂમમાં કેમેરા મૂકીને ઘરની મહિલાઓના વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કરે છે, તો શું તે ઘરની વ્યક્તિ કહેશે કે જે લોકો આવી વસ્તુઓ કરે છે તેમને હોમવર્ક આપીને છૂટા કરવા જોઈએ? આવું 6 મહિના પહેલાં થયું હતું, પરંતુ કોલેજ મેનેજમેન્ટે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર કેસ બંધ કરી દીધો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોલેજના સંચાલક અબ્દુલ ખાદરે પીડિતોને કહ્યું હતું કે આ બાબતને ગંભીરતાથી ન લેવી જોઈએ, કારણ કે તે પ્રેન્ક છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉડુપીની એક કોલેજના બાથરૂમમાં કેમેરા લગાવીને હિંદુ યુવતીઓના વિડીયો ઉતારવાનો મામલો સામે આવ્યો હતો, આ મામલે ત્રણ મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર આરોપ લાગ્યો હતો. આરોપ એવો પણ છે કે તેઓ આ વિડીયો પોતાના સમુદાયના યુવકો સાથે શૅર કરતી હતી. આ મામલે ત્રણેય સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં