ગાયક સોનુ નિગમ અને તેની ટીમ પર સોમવારે રાત્રે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક કોન્સર્ટમાં કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ચેમ્બુર પોલીસે આ મામલે ઉદ્ધવ સેનાના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરના પુત્ર સ્વપ્નિલ ફાટેરપેકર સામે ગુનો નોંધ્યો છે.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. વીડિયોમાં સોનુ નિગમ સફેદ શર્ટ અને પેન્ટ પહેરેલો જોઈ શકાય છે અને તેની ટીમના સભ્યો પર હુમલો થઈ રહ્યો છે.
Acclaimed Bollywood singer #SonuNigam was attacked by Shiv Sena MLA Prakash Phaterpekar and his men during a music event in Chembur.
— The New Indian (@TheNewIndian_in) February 20, 2023
MLA Phaterpekar owes his allegiance to Uddhav Thackeray group.
Nigam has been taken to a nearby hospital for treatment #news #NewsUpdate pic.twitter.com/KL2x9SF05W
આ ઘટના બાદ સોનુ નિગમ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવા મોડી રાત્રે ચેમ્બુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે.
શું હતો આખો ઘટનાક્રમ?
તેના નિવેદનમાં, ગાયકે પોલીસને કહ્યું કે તેની ઓફિસને કોન્સર્ટ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, અને તારીખ ફાઇનલ કર્યા પછી તેણે 20 ફેબ્રુઆરીના રોજ પરફોર્મન્સ માટે ઓફર સ્વીકારી હતી.
આ શો ચેમ્બુર ફેસ્ટિવલનો એક ભાગ હતો અને સોમવારે સાંજે લગભગ 7 વાગે તે તેની ટીમ સાથે ચેમ્બુર જીમખાના પહોંચ્યો હતો. રાત્રે લગભગ 10 વાગ્યે તેમનું પ્રદર્શન સમાપ્ત થઈ ગયું હતું અને જ્યારે તે સ્ટેજ પરથી નીચે જઈ રહ્યો હતો ત્યારે એક યુવક તેમની તરફ ધસી આવ્યો હતો, સોનુ નિગમે પોલીસને તેના નિવેદનમાં જણાવ્યું હતું.
After the concert, I was coming down from stage when a man Swapnil Prakash Phaterpekar held me. Then he pushed Hari & Rabbani who came to save me. Then I fell on steps. I filed a complaint so that people should think about forcefully taking selfies & causing scuffle: Sonu Nigam https://t.co/RVFONXeQ79 pic.twitter.com/JxtfCVIaQj
— ANI (@ANI) February 20, 2023
તેમની ટીમના એક સભ્ય હરિપ્રકાશ એક યુવકને સોનુ નિગમની નજીક આવતો જોયો અને તેણે સોનુ નિગમને પકડી રાખ્યો ત્યારે હરિપ્રકાશે તેને દૂર રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે હરિપ્રકાશને ધક્કોમારીને નીચે પાડી દીધો, પછી તેણે સોનુ નિગમને ધક્કો માર્યો પરંતુ નિગમ કોઈક રીતે સ્ટેજ પોતાના પગ જમાવવામાં સફળ રહ્યા હતા. બાદમાં, સોનુ નિગમની ટીમના સભ્ય, રબ્બાની ખાનને પણ હંગામામાં ધકેલી દેવામાં આવ્યો હતો, જેઓ પણ સ્ટેજ પરથી નીચે પડી ગયા હતા, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
તેઓએ કહ્યું કે સોનુ નિગમે પોલીસને આગળ કહ્યું કે તે તેના અને તેની ટીમ માટે ખૂબ જ આઘાતજનક હતું કારણ કે બધું અચાનક અને ઝડપથી બન્યું હતું. બાદમાં, કોન્સર્ટ મેનેજમેન્ટનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો અને યુવકને અટકાવ્યો હતો. સોનુ નિગમે પોતાના નિવેદનમાં પોલીસને વધુમાં જણાવ્યું કે જ્યારે તેમણે યુવક વિશે પૂછપરછ કરી તો મેનેજમેન્ટના સ્ટાફે તેને કહ્યું કે તે સ્થાનિક ધારાસભ્યનો પુત્ર છે.
તેમણે પોલીસને જણાવ્યું કે આ પછી તે રબ્બાની ખાનને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ એક્સ-રે કરવાનું સૂચન કર્યું અને તેને પ્રાથમિક સારવાર આપી હતી.
“ફરિયાદ પર, ચેમ્બુર પોલીસે મંગળવારે વહેલી સવારે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે,” એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે સોનુ નિગમની ફરિયાદના આધારે સ્વપ્નિલ ફાટેરપેકર સામે IPC કલમ 341, 337 અને 323 હેઠળ કેસ નોંધ્યો છે.
નોંધનીય છે કે સ્વપ્નિલ ફાટેરપેકર એ ઉદ્ધવ સેનાના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરના પુત્ર છે. તથા ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકર એ ઉદ્ધવ સેના એટલે ઉદ્ધવ ગ્રુપની શિવસેનાના ધારાસભ્ય છે.