Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાલિસ્તાનીઓ બાદ હવે પાકિસ્તાનીઓ પર ભારત સરકારની વીજળી ત્રાટકી; પાક સરકારનું જ...

    ખાલિસ્તાનીઓ બાદ હવે પાકિસ્તાનીઓ પર ભારત સરકારની વીજળી ત્રાટકી; પાક સરકારનું જ ટ્વીટર હેન્ડલ પ્રતિબંધિત

    કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદન દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ 2021 અંતર્ગત પોતે આ પ્રમાણે કટોકટીના સમયે પોતાની સત્તાનો ઉપયોગ કરી શકે છે તેમ જણાવ્યું હતું.

    - Advertisement -

    દેશવિરોધી પ્રોપેગેન્ડા ફેલાવવા સામે ભારત સરકારનું કડક વલણ વારંવાર સામે આવતું રહે છે. આજે સવારે જ મળેલી માહિતી અનુસાર પાકિસ્તાન સરકારનું આધિકારિક ટ્વીટર હેન્ડલ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારનું ટ્વીટર હેન્ડલ પર શું થઇ રહ્યું છે એ જોવા માટે ભારતમાંથી કોઈ પ્રયાસ કરે છે તો તેને “Account Withheld @GovtofPakistan’s account has been withheld in India in response to a legal demand નો સંદેશ વાંચવા મળે છે.”

    જો સામાન્ય શબ્દોમાં જો આ ઘટનાને સમજવી હોય તો કાયદાકીય માંગણીને કારણે ભારતમાં @GovtofPakistan નું ટ્વીટર હેન્ડલ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે એમ કહી શકાય. અહીં એ નોંધનીય છે કે પાકિસ્તાન સરકારનું ટ્વીટર હેન્ડલ ભારતમાં એક વર્ષમાં ત્રીજી વખત પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

    આ અગાઉ ઓક્ટોબર 2022માં પણ આ એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું. જો કે થોડા સમય બાદ આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ટ્વીટરની ગાઈડલાઈન્સ અનુસાર તે કોર્ટનો આદેશ કે અન્ય કોઈ ન્યાયિક માંગણી હેઠળ કોઇપણ હેન્ડલને જે-તે વિસ્તારમાં પ્રતિબંધિત કરી શકે છે. આમ હાલમાં પાકિસ્તાન સરકાર દ્વારા @GovtofPakistan નો ઉપયોગ કરીને કરવામાં આવતી ટ્વીટ્સની ટાઈમલાઈન ભારતના યુઝર્સ જોઈ શકતાં નથી.

    ગયા વર્ષે જુન મહિનામાં ટ્વીટરે ભારતમાં યુનાઇટેડ નેશન્સ, તુર્કી, ઈરાન અને ઈજીપ્ત ખાતેની પાકિસ્તાની એલચી કચેરીઓના ટ્વીટર હેન્ડ્લ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં ભારતે આઠ યુટ્યુબ ચેનલોને બ્લોક કરી હતી જે સમાચાર આધારિત પ્રસારણ કરતી હતી. આ ચેનલ્સમાંથી એક પાકિસ્તાનથી ચાલી રહી હતી અને એક ફેસબુક દ્વારા ભારત વિરોધી અને અસત્ય પ્રચાર કરી રહી હતી.

    કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદન દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ 2021 અંતર્ગત પોતે આ પ્રમાણે કટોકટીના સમયે પોતાની સત્તાનો ઉપયોગ કરી શકે છે તેમ જણાવ્યું હતું. બ્લોક થયેલી યુટ્યુબ ચેનલો અસત્યથી ભરપુર તેમજ સનસનાટીભર્યા થમ્બનેઈલ, ન્યુઝ એન્કર અને ખાસ ટીવી ચેનલોના લોગોનો ઉપયોગ કરીને લોકોને આ ન્યુઝ સાચા છે એમ કહીને તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી હતી.

    હમણાં થોડા જ દિવસો અગાઉ ભારત સરકારે આ જ રીતે ખાલિસ્તાની સમર્થકોને પ્રોત્સાહિત કરવાના આરોપસર BBC Punjabiના ટ્વીટર હેન્ડલને પણ ભારતમાં જોવા સામે પ્રતિબંધિત કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં