Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં ઉપરાઉપરી થતા હુમલાઓ: હવે પોલીસ બસને નિશાન બનાવાઈ, નવનાં મોત 15થી...

    પાકિસ્તાનમાં ઉપરાઉપરી થતા હુમલાઓ: હવે પોલીસ બસને નિશાન બનાવાઈ, નવનાં મોત 15થી વધુને ઇજા

    પાકિસ્તાનમાં કેટલાક લોકોનું માનવું છે આ હુમલો ‘તહેરીકે તાલીબાન પાકિસ્તાન’ દ્વારા કર્યું હોવું જોઈએ, કારણ કે વર્તમાન સમયમાં જેટલા પણ આવા હુમલાઓ થયા છે, તેની જવાબદારી આ સંગઠને લીધી છે.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં સૌથી વિકટ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. આર્થિક મોરચે ત્રાહિમામ પોકારી રહેલા પાકિસ્તાન રાજકીય રીતે પણ અસ્થિર થઇ ચુક્યો છે. હવે હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે, તેમણે ઉભા કરેલા જુથો હવે પાકિસ્તાનીઓને જ ટાર્ગેટ કરી રહ્યા છે. આજે પાકિસ્તાનમાં આવેલા બલોચ વિસ્તારમાં ભીષણ હુમલો થયો છે. જેમાં નવ જેટલા પાક. પોલીસ જવાનોના મૃત્યુ થયા છે.

    મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં આવેલા બલોચિસ્તાન વિસ્તારના સિબીથી ક્વેટા જઈ રહેલી પોલીસકર્મીઓને લઈને જતી વેન બોવેન વિસ્તારમાં એક પુલ પર પહોંચી કે તરત જ વાનમાં અચાનક જોરદાર વિસ્ફોટ સાથે ભીષણ હુમલો થયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે પોલીસ વાન ઉડી ગઈ હતી. આ હુમલામાં અત્યાર સુધીમાં 9 પોલીસકર્મીઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 15 ગંભીર રીતે ઘાયલ થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક પોલીસકર્મીઓની હાલત અત્યંત ગંભીર હોવાથી મૃતકોની સંખ્યા વધી શકે છે.

    આ હુમલાના સમાચાર મળતા જ પોલીસ અને સેનાના મોટા અધિકારીઓ કાફલા અને વિસ્ફોટક નિરોધક દળ સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા. તેમને આ હુમલાને આત્મઘાતી હુમલો કહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ સંગઠનોએ આ હુમલાની જવાબદારી લીધી નથી. 

    - Advertisement -

    પાકિસ્તાનમાં કેટલાક લોકોનું માનવું છે આ હુમલો ‘તહેરીકે તાલીબાન પાકિસ્તાન’ દ્વારા કર્યું હોવું જોઈએ, કારણ કે વર્તમાન સમયમાં જેટલા પણ આવા હુમલાઓ થયા છે, તેની જવાબદારી આ સંગઠને લીધી છે. જો કે આ મામલે સંગઠને હમણાં સુધી જવાબદારી લીધી નથી. આ સિવાય કેટલાક લોકોને લાગી રહ્યું છે કે આ હુમલો ‘બલોચિસ્તાન લિબરલ આર્મી’ દ્વારા કર્યો હોવો જોઈએ. આ હુમલો તેમના જ ક્ષેત્રમાં થયો છે. આ સંગઠન બલોચિસ્તાનને પાકિસ્તાનથી અલગ થવાની લડાઈ લડી રહ્યું છે. આ સંગઠન દ્વારા અનેકવાર પાકિસ્તાન આર્મી અને પોલીસ પર હુમલાઓ કરવામાં આવી ચુક્યા છે. 

    પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 30 જાન્યુઆરીએ પાકિસ્તાનની એક મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 100થી વધુ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. હુમલાખોર પોલીસ યુનિફોર્મમાં મસ્જિદમાં ઘૂસ્યો હતો. તહેરીકે તાલીબાન ઓફ પાકિસ્તાન પહેલાથી જ પાક. પોલીસ જવાનો પર હુમલા કરતું આવ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં