Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદાઢી-મૂંછો અંગે કૉમેડિયન ભારતી સિંઘની વિવાદિત ટિપ્પણી, શીખ સમાજ નારાજ; દાખલ થશે...

    દાઢી-મૂંછો અંગે કૉમેડિયન ભારતી સિંઘની વિવાદિત ટિપ્પણી, શીખ સમાજ નારાજ; દાખલ થશે FIR

    સ્ટેન્ડ અપ કોમેડિયન ભારતી સિંહનો શીખોની મશ્કરી કરતો વિડીયો વાયરલ થયો હતો પરંતુ હવે SGPC એ પગલાં લેવાની જાહેરાત કરતા ભારતીએ બીજો વિડીયો જારી કરીને માફી માંગી છે.

    - Advertisement -

    કપિલ શર્મા શૉ તેમજ અન્ય ટીવી કાર્યક્રમોમાં જોવા મળતી કોમેડિયન ભારતી સિંઘ વિવાદોમાં ફસાઈ છે. શીખ સમાજ પર વિવાદિત ટિપ્પણી કરવા બદલ ભારતી સિંઘ વિરુદ્ધ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ ફરિયાદ નોંધાવવા જઈ રહી છે. સમિતિએ ભારતી સિંઘ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

    શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સેક્રેટરીએ ભારતી સિંઘ પર આરોપ લગાવ્યો છે કે તેની વિવાદિત ટિપ્પણી અને શબ્દોથી શીખ સમાજની ભાવનાઓને ધક્કો લાગ્યો છે. SGPCના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતી અમૃતસરમાં જ રહી છે. તેમ છતાં તેણે શીખોની ભાવનાને ધક્કો લાગે તેવા શબ્દો વાપર્યા હતા. દાઢી અને મૂછ શીખ સ્વરૂપનો હિસ્સો છે. વીડિયોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે ભારતીએ આ જાણીજોઈને કહ્યું છે. SGPC આ મામલે સખ્ત કાર્યવાહી કરશે અને આજે જ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવશે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે. 

    SGPC દ્વારા જણાવવામાં આવ્યું કે, ભારતી સિંઘની ટિપ્પણી મામલે શીખ સમુદાયના લોકો ખૂબ ગુસ્સામાં છે. જેથી SGPC શીખોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર કૉમેડિયન ભારતી સિંઘ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ભારતી સિંઘનો એક વિડીયો રવિવારે વાયરલ થયો હતો. જેમાં ભારતી એક ટીવી શૉ દરમિયાન દાઢી-મૂંછ પર ટિપ્પણી કરતી જોવા મળે છે. તેણે કહ્યું હતું કે, દૂધ પીધા બાદ દાઢી મોંમાં નાંખો તો ખીર જેવો સ્વાદ આવે છે. તેણે એમ પણ કહ્યું કે તેની કેટલીક બહેનપણી લગ્ન બાદ હવે દાઢી-મૂંછમાંથી જૂ કાઢવામાં જ વ્યસ્ત રહે છે.

    ભારતી સિંઘના આ નિવેદન બાદ ભારે વિવાદ થયો હતો અને શીખ સમાજમાંથી કેટલાક લોકોએ તેને માફી માંગવા માટે કહ્યું હતું. જે બાદ વિવાદ વકરતા ભારતી સિંઘે એક વિડીયો જારી કરીને આફી માંગવાની ફરજ પડી હતી. 

    16 મૅના રોજ ભારતી સિંઘે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરીને જાહેર માફી માંગી હતી. તેણે દાવો કરતા કહ્યું કે, તેણે કોઈ ધર્મના લોકો વિશે ટિપ્પણી કરી ન હતી. તેણે કહ્યું, “હું મારી મિત્ર સાથે કૉમેડી કરી રહી હતી. દાઢી-મૂંછો તો હવે બધા જ રાખે છે. પરંતુ મારી વાતોથી કોઈ ધર્મના લોકોને દુઃખ પહોંચ્યું હોય તો હું હાથ જોડીને માફી માંગુ છું. હું ખુદ પંજાબી છું. અમૃતસરમાં જન્મી છું. હું પંજાબનું પૂરતું માન રાખીશ અને મને ગર્વ છે કે હું પંજાબી છું.”

    આ વિડીયો શેર કરીને ભારતી સિંઘે કૅપ્શનમાં લખ્યું છે, “હું લોકોને ખુશ કરવા માટે કૉમેડી કરું છું, કોઈની લાગણી દુભાવવા માટે નહીં. જો મારી વાતથી કોઈની લાગણીઓ દુભાઈ હોય તો બહેન સમજીને મને માફ કરી દેશો.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં