સંભલ હિંસાના (Sambhal Violence) મુખ્ય આરોપી અને સપા (Samajwadi Party) સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક (Ziaur Rahaman Barq) પર વીજળી ચોરીનો (Electricity Thief) પણ આરોપ છે. તેમની સામે વીજચોરી મામલે FIR પણ નોંધાઈ છે. ત્યારે આ મામલે તપાસ કરવા 19 ડિસેમ્બરની સવારે વીજળી વિભાગની (Electricity Department) ટીમ પહોંચી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે આ પહેલાં પણ વીજળી વિભાગની ટીમ બર્કના ઘરે ગઈ હતી, ત્યારે પણ ટીમે પોલીસ સુરક્ષામાં જવું પડ્યું હતું તથા આજે પણ ટીમે ભારે પોલીસ સુરક્ષામાં જવું પડ્યું છે. વીજળી ટીમે થોડાક દિવસો પહેલાં જ બર્કના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા હતા, આ મીટરની તપાસ કરવા વીજળી ટીમ બર્કના ઘરે પહોંચી હતી.
ભારે પોલીસ દળ સાથે વીજળી વિભાગની ટીમ દીપસરાય સ્થિત સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના ઘરે પહોંચી હતી. નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલાં વીજળી ટીમે બર્કના ઘરે નવા સ્માર્ટ મીટર લગાવ્યા હતા. લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરની તપાસ કરવા માટે વીજળી વિભાગની ટીમ પહોંચી હતી. ત્યારે RAF, PAC અને સ્થાનિક પોલીસ દળો બર્કના ઘરની બહાર તૈનાત કરવામાં આવ્યા હતા.
#WATCH | Sambhal, Uttar Pradesh: A team from State Electricity Department, along with a large number of security personnel, arrives at the residence of SP MP Zia ur Rehman Barq in Sambhal. The State Electricity Department has flagged irregularities in electricity usage at the… pic.twitter.com/Y8eLXbXf1M
— ANI (@ANI) December 19, 2024
સપા સાંસદના ઘરે વીજ વિભાગના કર્મચારીઓ મીટર રીડીંગ કરવા પહોંચ્યા હતા. નખાસા પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓ દીપાસરાય ખાતે પહોંચ્યા હતા. એએસપી શ્રીશચંદ્ર અને સીઓ અસમોલી આલોક સિદ્ધુ, વિદ્યુત વિભાગના એસડીઓ સંભલ સંતોષ ત્રિપાઠીએ વર્તમાન વીજ મીટરનું રીડિંગ લીધું હતું. જ્યારે વીજ વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા પહોંચી હતી ત્યારે પોલીસ બળની સુરક્ષામાં જવું પડ્યું હતું.
તાજા જાણકારી મુજબ પોલીસે હાલ સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક સામે વીજચોરી મામલે પણ નવી FIR નોંધી છે. સંસદસભ્ય પર વીજળી અધિનિયમન 2003ની (વીજ ચોરી અથવા વીજળીનો અનધિકૃત ઉપયોગ) કલમ 135 હેઠળ કેસ કરવામાં આવ્યો છે.
વીજ ચોરી સામે આવતા લગાવ્યા હતા સ્માર્ટ મીટર
ઉલ્લેખનીય છે કે સંભલમાં હિંસા બાદ વીજળી વિભાગની ટીમે ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં ચાર દિવસમાં સેંકડો લોકો વીજ ચોરી કરતા ઝડપાયા હતા. ઉપરાંત વીજ ચોરીમાં પાંચ મસ્જિદોનો પણ સમાવેશ થાય છે. ચોરી સામે આવતા સાંસદ બર્કના ઘરે પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે તપાસમાં સામે આવ્યું હતું કે બર્કના ત્યાં તેમના દાદાના સમયથી એટલે કે ત્રણ પેઢીઓથી વીજ ચોરી કરવામાં આવી રહી છે.
નોંધનીય બાબત છે કે તપાસમાં સામે આવ્યું હતું કે વર્ષ 2023માં સમગ્ર વર્ષ દરમિયાન બર્કના ઘરે માત્ર 188 યુનિટ વીજળીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે બર્કના ઘરે એ.સી., કૂલર અને જનરેટર જેવા વીજ ઉપકરણો લાગેલા છે. વીજળી ટીમે જ્યારે પાછલાં મહિનાઓના બિલ કઢાવ્યા ત્યારે સામે આવ્યું કે ઘણા મહિના એવા હતા કે વીજળીનું બિલ શૂન્ય આવ્યું હતું.
પોલીસ પર થઇ ચુક્યો છે જીવલેણ હુમલો
પોલીસે સંભલ હિંસા મામલે 25 લોકોની ધરપકડ કરી હતી અને 7 કેસ નોંધ્યા હતા. લગભગ 2700 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં સંભલના સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને ધારાસભ્ય ઈકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઈકબાલનું નામ પણ સામેલ છે. સંભલ હિંસા દરમિયાન પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવાના પ્રયાસો થયા હતા તેથી હવે અધિકારીઓએ આ વિસ્તારમાં ભારે પોલીસ બળ અને સુરક્ષા સાથે જવું પડે છે.