સંભલ હિંસાના મુખ્ય આરોપી અને સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કની (Ziaur Rahman Barq) મુશ્કેલીઓ વધી જ રહી છે. તાજેતરમાં જ એમના પર વીજળી ચોરીના (Electricity Thief) મામલે FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારે હવે વીજળી વિભાગે તેમને કરોડોનો (Crore Fine) દંડ ફટકાર્યો હતો. ઉપરાંત તેમણે કરેલા અતિક્રમણ પર પણ બુલડોઝર એક્શન (Bulldozer Action) પણ થયું હતું.
A fine of ₹1.91 crore is imposed on Samajwadi Party MP Ziaur Rahman Barq for electricity theft. pic.twitter.com/y5N3GCtkHU
— Rishi Bagree (@rishibagree) December 20, 2024
બર્કના ઘરે વીજ ચોરીનો મામલો સામે આવતા વીજળી વિભાગની ટીમે સ્માર્ટ મીટર (Smart Meter) લગાવ્યા હતા અને હવે વીજળી વિભાગે ઝિયાઉર રહેમાન બર્ક પર વીજ ચોરીના આરોપમાં વીજળી અધિનિયમન 2003ની કલમ 135 (વીજ ચોરી અથવા વીજળીનો અનધિકૃત ઉપયોગ) હેઠળ FIR દાખલ કરી હતી. તથા બર્કને ₹1 કરોડ 91 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. આ ઉપરાંત વીજળી વિભાગે બર્કના ઘરની વીજળીની સુવિધા પણ પ્રતિબંધિત કરી દીધી છે. બર્કના ઘરે વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. વિભાગે 15 દિવસમાં દંડ ભરવાની નોટિસ મોકલી હતી.
ઝિયાઉર રહેમાન બર્કે કરેલા અતિક્રમણ પર બુલડોઝર કાર્યવાહી
નોંધનીય છે કે સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે કરેલા અતિક્રમણ પર પણ એક્શન થયું હતું. વહીવટીતંત્ર અને પાલિકાની ટીમે ઘરની બહાર આવેલા નાળા ઉપર બનાવી કાઢેલી સીડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. પ્રસાશનની ટીમો 20 ડિસેમ્બરે બર્કના ઘરે બુલડોઝર લઈને પહોંચી હતી. તથા બર્કે ઘરની બહાર ગેરકાયદે બનાવેલા ઘરના પગથિયા તોડી પાડ્યા હતા.
નોંધનીય છે કે સંભલ હિંસા બાદ પ્રશાસને વીજળી ચોરી મામલે ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કનું પણ નામ આવ્યું હતું. સામે આવ્યું હતું કે બર્કના દાદાના સમયથી એટલે કે ત્રણ પેઢીઓથી આ વીજ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું. વીજળી વિભાગે બિલ તપાસતા સામે આવ્યું હતું કે, 2023માં બર્કના ઘરે માત્ર 188 યુનિટ વીજળી જ વાપરી હતી. જ્યારે બર્કના ઘરે એ.સી., કૂલર અને જનરેટર જેવા વીજ ઉપકરણો લાગેલા છે.તથા ઘણા મહિનાઓનું બિલ માત્ર શૂન્ય હતું. આ મામલે
વીજ વિભાગની ટીમને આપી હતી ધમકી
જ્યારે વીજળી વિભાગના કર્મચારીઓ બર્કના ઘરે દરોડો પાડવા પહોંચ્યા હતા ત્યારે સાંસદના પિતા મમલૂક બર્ક દ્વારા ટીમને એવી ધમકી આપવામાં આવી હતી કે ‘અમારી સરકાર આવશે ત્યારે અમે જોઈ લઈશું.’ આ મામલે નાખાસા પોલીસ સ્ટેશનમાં વીજળી વિભાગની ટીમે FIR નોંધાવી હતી. નોંધનીય છે કે 24 નવેમ્બરે સંભલમાં થયેલ હિંસા મામલે પણ બર્ક પર FIR નોંધાયેલી છે.