મધ્ય પ્રદેશના ઇન્દોરમાંથી ઇન્ટાગ્રામ પર નામ બદલીને હિંદુ યુવતીને ફસાવતા એક મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે. તે પુણેથી એક હિંદુ યુવતીને મળવા માટે આવ્યો હતો, જ્યાં બજરંગ દળના કાર્યકર્તાઓએ પકડી લીધો હતો. જેને પોલીસને હવાલે કર્યા બાદ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ વિગતો એવી છે કે, પુણેમાં રહેતા સદન ખાન નામના ઈસમે નામ બદલીને એક હિંદુ યુવતીને ફસાવી હતી. તેને મળવા માટે તે ઇન્દોર આવ્યો હતો. તે આઇટી પાર્કમાં યુવતી સાથે બેઠો હતો ત્યારે હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા અને નામ-સરનામું પૂછ્યું હતું. પહેલાં તેણે પોતાનું નામ હિંદુ જણાવ્યું હતું પરંતુ કાર્યકર્તાઓએ આઈડી કાર્ડ માંગ્યું તો તેણે સાચું નામ સદન ખાન જણાવી દીધું હતું.
યુવતીએ જણાવ્યું કે ત્યારે જ તેને પણ ખબર પડી કે સદન ખરેખર મુસ્લિમ છે. તેણે કહ્યું કે, તે તેની સાથે હિંદુ બનીને જ વાત કરતો હતો અને તે તેને મળવા માટે ઇન્દોર આવ્યો અને પહેલાં હોટેલમાં બોલાવીને પછી આઇટી પાર્ક લઈને આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, તેણે પોતાને અભિનવ ગણાવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, એક ઑટો રિક્ષા ચાલકે આ આરોપી અને યુવતીને બેસાડ્યાં હતાં. રસ્તામાં સદન ખાન મોબાઈલ પર તેના મિત્રો સાથે વાત કરી રહ્યો હતો અને યુવતી વિશે પણ જણાવી રહ્યો હતો. યુવતી હોસ્ટેલમાંથી બેગ લઈને નીકળી તો તેને શંકા ગઈ હતી અને તેણે હિંદુ સંગઠનોને આ બાબતની જાણ કરી હતી.
આ અંગે બજરંગ દળ સંયોજક તનુ શર્માએ વધુ જાણકારી આપતાં કહ્યું હતું કે, સદન ખાનના મોબાઈલમાંથી ઇન્દોરની યુવતી ઉપરાંત અન્ય યુવતીઓ સાથે પણ અશ્લીલ તસવીરો મળી આવી હતી. આ તમામ હિંદુ હોવાનું જાણવા મળ્યું છે. સદને જણાવ્યું કે, આ તમામ સાથે તેણે હિંદુ બનીને જ પરિચય કેળવ્યો હતો.
બજરંગ દળે તેને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. બીજી તરફ, યુવતીના પરિજનોને પણ પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે આ મામલે કેસ દાખલ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. હાલ સદન ખાનના મોબાઇલમાંથી જે અન્ય યુવતીઓની તસ્વીરો મળી આવી છે તેમના વિશે પોલીસ તપાસ કરી રહી છે.