પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ક્રાંતિકારીઓને સન્માનમાં વધારો કરવાની કોઈ તક ચુકતા નથી. તેઓ પોતાના પ્રવાસ દરમિયાન પણ પોતાના ઉદ્દબોધનમાં સ્થાનિક ક્રાંતિકારીઓને પણ યાદ કરતા હોય છે. આજ રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ ક્રાંતિકારી અને જેમની પ્રેરણાથી RRR ફિલ્મ બની છે તેના ‘અલ્લુરી સીતારામ રાજુ’ની 125મી જન્મજયંતિના દિવસે આંધ્ર પ્રદેશના ભીમાવરમના લોકોને સંબોધિત કર્યા. અહીં તેમણે મહાન ક્રાંતિકારીની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે સંત અલ્લુરી સીતારામના બલિદાનને વંદન કરતા કહ્યું કે “સુખદ સંયોગ એ છે કે આ વર્ષે રામપા ક્રાંતિના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.”
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે “અલ્લુરી સીતારામ રાજુ ગરુની 125મી જન્મજયંતિ અને રામ્પા ક્રાંતિની 100મી વર્ષગાંઠ આખા વર્ષ દરમિયાન ઉજવવામાં આવશે. તેમના જન્મસ્થળ પાંડરંગીની પુનઃસ્થાપના, ચિંતપલ્લી પોલીસ સ્ટેશનનું નવીનીકરણ અને મોગલ્લુ ખાતે અલ્લુરી ધ્યાન મંદિરનું નિર્માણ કરાશે.”
RRR ફિલ્મ અને અલ્લૂરી સીતારામનું કનેક્શન
વર્તમાનમાં આખા ભારતમાં દક્ષિણ ભારતની ફિલ્મો પ્રત્યે લગાવ વધ્યો છે. દક્ષિણ ભારતની ઘણી ફિલ્મો બોલીવૂડ પર ભારી પડી છે તેમાની જ એક ફિલ્મ એટલે RRR, આ ફિલ્મે બોળ ઓફિસ પરના તમામ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આ ફિલ્મ અલ્લૂરી સીતારામના જીવનથી પ્રેરિત હતી.
કોણ હતા અલ્લૂરી સીતારામ રાજુ?
અલ્લુરી સીતારામ રાજુ એક ભારતીય ક્રાંતિકારી હતા જેમણે ભારતમાં બ્રિટિશ શાસન સામે સશસ્ત્ર ચળવળ ચલાવી હતી. તેમનો જન્મ ઈ.સ.1897માં વિશાખાપટ્ટનમમાં થયો હતો. તેમનું સાચું નામ શ્રીરામરાજુ હતું, જે તેમના દાદાના નામ પરથી હતું. તેઓ નાની ઉંમરે જ સંત બન્યા. સીતારામ રાજુ 1882 ના ‘મદ્રાસ ફોરેસ્ટ એક્ટ’ વિરુદ્ધ બ્રિટિશ વિરોધી ચળવળમાં જોડાયા. તે સમયે ભારતની બ્રિટિશ સરકારે આદીવાસી વિરુદ્ધ મદ્રાસ ફોરેસ્ટ એક્ટ પસાર કર્યો હતો જેમા સ્થાનિક આદિવાસીઓને જંગલમાં જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ માટે તેમણે આદિવાસીઓ માટે લડત ચલાવી અને બ્રિટિશરો સામે સશસ્ત્ર બળવો પોકાર્યો હતો.
27 વર્ષની નાની વયે સિમિત સંશાધનો સાથે તેમણે બ્રિટીશરો સામે સશસ્ત્ર બળવો કર્યો હતો તેમણે ગરીબ આદીવાસીઓને એકત્ર કરીને વિદ્રોહ કર્યો હતો. ઈ.સ. 1922ના રામ્પા બળવાનું નેતૃત્વ પણ કર્યું હતું. આ વિદ્રોહ દરમિયાન ઘણા અંગ્રેજ અધિકારીઓ પણ હમલા પણ કર્યા કેટલાય પોલીસ સ્ટેશનોને આગ લગાડી દીધી હતી. તેમના પરાક્રમી કાર્યોને કારણે જ સ્થાનિક લોકોએ તેમને ‘મન્યમ વીરુડુ’ (જંગલોનો હીરો) ઉપનામ આપ્યું હતું. વર્ષ 1924માં જ્યારે અલ્લુરી સીતારામ રાજુનો વિદ્રોહ ચરમસીમાએ હતો ત્યારે પોલીસે આદિવાસીઓને શોધવા માટે તેમના પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું હતું. આવી સ્થિતિમાં રાજુને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેનું દિલ દ્રવી ઉઠ્યું. તેણે આત્મસમર્પણ કરવાનો નિર્ણય કર્યો અને પોતાની માહિતી આપતાં પોલીસને જણાવ્યું કે તે કોઈર માં છે. આવો અને તેમની ધરપકડ કરો.
તેમના આ સાહસિક કાર્યોને કારણે જ સ્થાનિક લોકોએ તેમને ‘મન્યમ વીરુડુ’ (જંગલોના નાયક) ઉપનામ આપ્યું હતું. વર્ષ 1924માં જ્યારે અલ્લુરી સીતારામ રાજુનો વિદ્રોહ ચરમસીમાએ હતો ત્યારે પોલીસે તેમને શોધવા માટે આદિવાસીઓ પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું હતું. આવી સ્થિતિમાં તેમને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેનું હ્દય દ્રવી ઉઠ્યું અને તેમણે આત્મસમર્પણ કરવાનો નિર્ણય કર્યો, પોતાની માહિતી આપતાં પોલીસને જણાવ્યું કે તે કોઈર માં છે. આવો અને તેમની ધરપકડ કરો.
બ્રિટિશ પોલીસે થોડી પણ પળનો વિલંબ કર્યા વગર તેમને કસ્ટડીમાં લઈ લીધા અને બાદમાં તેને ઝાડ સાથે બાંધીને જાહેરમાં ગોળીઓ મારીને હત્યા કરી દગો કર્યો હતો. તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી પરંતુ તે આદિવાસીઓ માટે હીરો બની ગયા હતા. માટે જ એકવાર સુભાષ ચંદ્ર બોઝે કહ્યું હતું કે “ભારતીય યુવાનોએ અલ્લુરી સીતારામ રાજુ પાસેથી પ્રેરણા લેવી જોઈએ.”