સાઉથ ફિલ્મના દિગજ્જ અભિનેતાઓ જૂનિયર એનટીઆર અને રામ ચરણની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ ગોલ્ડન ગ્લોબ એવોર્ડસ -2023 માટે બેસ્ટ નોન ઈંગ્લીસ ફિલ્મ માટે અને તેના એક ગીત માટે નોમિનેટ થઈ છે. હોલીવુડ ફોરેન પ્રેસ એસોસિએશને સોમવારે ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડસ’ના આધીકારીક ટ્વીટર હેન્ડલ પર આ સમાચાર આપ્યા છે. RRR ફિલ્મનો આ આંતરરાષ્ટ્રીય ધમાકો છે.
ગોલ્ડન ગ્લોબ એવોર્ડસમાં RRR ફિલ્મનો સીધો મુકાબલો કોરીયન ફિલ્મ ‘ડિસીજન ટુ લીવ’, અર્જેનટીના ની ફિલ્મ ‘અર્જેનટીના, 1985’, જર્મનીની ફિલ્મ ‘ઓલ ક્વાઈટ ઓન વેસ્ટર્ન ફ્રન્ટ’ અને ફ્રાંસીસી-ડચ ફિલ્મ ‘ક્લોઝ’ સાથે છે. સાથેજ ‘RRR’ નુ ગીત ‘નટુ નટુ’નો બેસ્ટ ઓરીજનલ સોંગ કેટેગરીમાં મુકાબલો ‘કેરોલીના’ – વેર ધ ક્રાઉડેડ સીંગ, ‘સીઓ પાપા’ – ગુલેઈરમો ડેલ ટોરોઝ પીનાસીઓ, ‘હોલ્ડ માય હેન્ડ’ – ટોપ ગન, ‘લિફ્ટમી’ – બ્લેક પેન્થર સાથે છે.
આજ વર્ષે રીલીઝ થયેલી અને સુપર હીટ થયેલી બ્લોક બસ્ટર ફિલ્મમાં સાઉથના બે સુપર સ્ટાર જુનિયાર એનટીઆર અને રામચરણ સાથે આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ નજરે ચડ્યા હતા. સાથે જ RRR દેશની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ બની હતી. ખૂબજ સરસ સ્કીન પ્લે અને જબરદસ્ત એક્ટીંગને લીધે વિદેશોમાં પણ આ ફિલ્મે ધુમ મચાવી હતી અને હોલીવુડના કેટલાક દિગજ્જોએ પણ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી.
આ ફિલ્મ માટે રાજામૌલીને ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડસ મળ્યા છે જેમાં ન્યુ યોર્ક ફિલ્મ ક્રીટીક્સ સર્કલનો બેસ્ટ ડીરેક્ટરનો એવોર્ડ, બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મનો સેટરમ એવોર્ડ. સાથે જ નેશનલ બોર્ડ ઓફ ફિલ્મ રિવ્યુએ ‘RRR’ને ટોપ ટેન બેસ્ટ ફિલ્મ ઓફ ધ યરનો એવોર્ડ આપેલો છે. હોલીવુડ ક્રીટીક એસોસીએસન મેડીસન એર્વોડ 2022 ના બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં ‘RRR’ને બીજુ સ્થાન મળ્યું હતું.
1920ના અંગ્રેજી શાસનના સમય આધારિત બનેલી આ ફિલ્મ એકશન અને ડ્રામાથી ભરપૂર છે જેમાં બે મિત્રોની વાર્તા તેમજ અંગ્રેજો સામેની લડાઈની કહાની છે જેને ખૂબજ સારી દિગદર્શિત કરાઈ છે. જેમાં બતાવાયું છે કે કઈ રીતે બે ક્રાંતિકારીઓ અંગ્રેજોના જુલમોનો સામનો કરી તેમને ઘૂંટણે પાડે છે.