ઇન્ડીયા ટુડેના (India Today) ‘વરિષ્ઠ પત્રકાર’ રાજદીપ સરદેસાઈ (Rajdeep Sardesai) વિવાદિત નિવેદનો આપીને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેમની આવી હરકતોને લીધે જ તેઓ સોશિયલ મીડિયામાં પણ ટ્રોલ થતા રહે છે. ત્યારે હવે રાજદીપ સરદેસાઈએ તિરંગાને (Tiranga/Tricolor) લઈને કહેલી વાતને કારણે સોશિયલ મીડિયામાં યુઝર્સના નિશાના પર આવો ગયા છે. તેમણે તિરંગાને લઈને વાપરેલા શબ્દોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સને માઠું લાગ્યું છે અને તેમને અવળા હાથે લેવામાં આવી રહ્યા છે.
વાત એમ છે કે તાજેતરમાં જ રાજદીપ સરદેસાઈએ ‘ધ લલ્લનટોપ’વાળા (The Lallantop) સૌરભ દ્વિવેદી સાથે એક શો કર્યો. આ શોમાં એક જગ્યા પર તે બંને ક્રિકેટ મેચની વાત કરી રહ્યા હતા. આ દરમિયાન સૌરભ (Saurabh Dwivedi) જણાવે છે કે તેઓ સ્ટેડિયમમાં બેસીને મેચ જોવા માટે એટલા ઉત્સાહિત છે કે તેમણે નિર્ણય લીધો છે કે તેઓ હાથના કાંડા પર તિરંગો બનાવશે. આ વાત ચાલી જ રહી હતી કે તેમણે તેમના ડેસ્ક પર ફ્રેમ કરીને મુકેલો એક તિરંગો બતાવો. તેમણે કહ્યું કે તેઓ પોતાના ટેબલ પર તેને હંમેશા રાખે છે અને તે તિરંગો ભારતીય સેનાના વીરગતી પામેલા જવાનોની વિધવાઓએ પોતાના હાથે બનાવેલો છે.
તિરંગા માટે તોછડી ભાષા સૌરભ દ્વિવેદીને પણ ખૂંચી?
આ દરમિયાન સૌરભ જણાવે છે કે આ તિરંગો તેમના એક મિત્રએ આપ્યો હતો અને તેને તેઓ હંમેશા પોતાના ટેબલ પર નજર સામે જ રાખે છે. બીજી તરફ સૌરભની વાત સાંભળીને રાજદીપ સરદેસાઈ આશ્ચર્યચકિત થઈને આંખો પહોળી કરીને કહેતા નજરે પડે છે કે, “તો તમે તેને લઈને જાઓ છો?” તેના પર સૌરભ કહે છે કે તે માત્ર જણાવી રહ્યા છે, તિરંગાની વાત નીકળી એટલે તેમને યાદ આવી ગયું… તેવામાં રાજદીપ સરદેસાઈએ તિરંગાને લઈને કહ્યું હતું કે, “હું કોઈ તિરંગો-વિરંગો ન રાખું…” તેમને આમ કહેતા સાંભળી સૌરભ દ્વિવેદી પણ તેમને ટોકે છે કે આમ વાત ન કરે.
સૌરભ તિરંગા માટે તોછડી ભાષા સાંભળીને નારાજ થઈને રાજદીપને આવેગમાં આવીને ટોકતા કહે છે કે, “આમ વાત ના કરો, તમે કાયમ કહો છો કે હિન્દી તમારી પ્રથમ ભાષા નથી અને હવે તમે આવી વાતો કરો છો. તિરંગો-વિરંગો ના કહો.” દરમિયાન પોતે બોલવામાં બાફ્યું હોવાનો ભાસ થતા જ રાજદીપ પણ પોતાની વાતને બદલીને કહે છે કે, “હું તિરંગાને પોતાના હ્રદયમાં રાખું છું અને હું ભારતની ટીશર્ટ પહેરીશ પણ હાથ પર તિરંગો નહીં બનાવડાવું.” તેવામાં સૌરભ પણ તેમને ટોણો મારતા કહે છે કે, “હવે તમારી ઉમર પણ નથી આ બધું કરવાની અને તમને શોભશે પણ નહીં તે.”
રાજદીપ સરદેસાઈના શબ્દોએ સોશિયલ મીડિયા યુઝર્સને કર્યા નારાજ
જેમ સૌરભ દ્વિવેદીને રાજદીપના મોઢે ‘તિરંગો-વિરંગો’ સાંભળીને ખૂંચ્યું, એમ જ સોશિયલ મીડિયા પર પણ કેટલાય યુઝર્સને આ વાતે લાગી આવ્યું. રાજદીપની આ વાતની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. જેવી લોકોએ આ ક્લિપ જોઈ કે લોકો ભડકી ઉઠ્યા. લોકો કહી રહ્યા છે કે, જેના મનમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન ન હોય, તે જ આવી વાત કરે.
How the hell can this b@st@rd say “Tiranga Viranga” 🤬🤬 pic.twitter.com/K8owIqAv78
— Yo Yo Funny Singh (@moronhumor) December 19, 2024
કેટલાક યુઝર્સે આને સીધેસીધું તિરંગાનું અપમાન ગણાવ્યું છે. લોકોએ રાષ્ટ્રધ્વજના અપમાન બદલ રાજદીપ સરદેસાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વાતો પણ કરી છે.
Rajdeep Sardesai saying – ‘Tiranga Biranga’ Insulting our national flag ! @sardesairajdeep
— ExtraSpiceAni (@ShrivastavAni) December 19, 2024
Pls note @HMOIndia @DelhiPolice pic.twitter.com/ERhKOa8q7x
સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે પોતાની જાતને ‘વરિષ્ઠ પત્રકાર’ ગણાવતા રાજદીપને શું એ પણ નખી ખબર કે દેશના રાષ્ટ્રધ્વજ માટે કેવા શબ્દો બોલવા જોઈએ અને કેવા નહીં, શું તેઓ પોતાને વરિષ્ઠ પત્રકાર કહેવાને લાયક છે ખરા?
ख़ुद को वरिष्ठ पत्रकार कहते हैं Rajdeep Sardesai
— Himanshi Bisht (@himanshi__bisht) December 19, 2024
क्या ऐसे कथित पत्रकार को तिरंगा वीरांग बोलना शोभा देता है ?
वेसे तिरंगा वीरांग बोलना किसी भी भारतीय को सोभा नहीं देता….लेकिन यह कांग्रेसी पत्रकार है भारत का अपमान तो करेंगे ही
pic.twitter.com/WPq3io6VRL
રાજદીપના મોઢે દેશના રાષ્ટ્રધ્વજ વિશે આ પ્રકારના શબ્દો સાંભળીને કેટલાક યુઝર્સનું કહેવું છે કે, રાજદીપ કોંગ્રેસી પત્રકાર છે, માટે ભારતનું અપમાન તો કરવાના જ ને.”
નોંધનીય છે કે, આ કોઈ પહેલી વાર નથી કે રાજદીપ પોતાના કહેલા શબ્દોથી વિવાદમાં આવ્યા હોય. આ મામલે તેઓ અનેક વાર ટ્રોલ થઈ ચૂક્યા છે. ક્યારેક તો નોબત તેવી પણ આવી છે કે તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હોય. મુઘલોને મહાન ચિતરવાના હોય કે હિંદુ-બૌદ્ધોને હિંસક અને ઘૃણાખોર. વાત નરેન્દ્ર મોદી વિશે ઝેર ઓકવાની હોય કે સનાતનનો ભવ્ય ઈતિહાસ ખરડાય તેવી ટિપ્પણીઓની, ‘વરિષ્ઠ પત્રકાર’ રાજદીપ સરદેસાઈ અનેક વાર આ પ્રકારના વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે.