Sunday, December 22, 2024
More
    હોમપેજરાજકારણઉત્તરાખંડની મદરેસાઓનો કરાશે સરવે, ધામી સરકારે આદેશ કરતાની સાથે જ પોલીસ એક્શનમાં:...

    ઉત્તરાખંડની મદરેસાઓનો કરાશે સરવે, ધામી સરકારે આદેશ કરતાની સાથે જ પોલીસ એક્શનમાં: 400થી વધુ સંસ્થાઓ કાર્યરત, અનેક ગેરકાયદેસર હોવાનું તંત્રનું અનુમાન

    તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં ધમધમી રહેલા ગેરકાયદેસર મદરેસાઓના ખુલાસા બાદ ધામી સરકારે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. સરકારના નિર્દેશ અનુસાર રાજ્યમાં ચાલી રહેલા મદરેસાઓ, તેમાં આવતા ફંડિંગ, તેમાં ભણતા વિદ્યાર્થીઓ વગેરેની તપાસ કરવામાં આવશે.

    - Advertisement -

    ઉત્તરાખંડમાં (Uttarakhand) સંચાલિત મદરેસાઓનો સરવે (Madrasas) કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીના (Chief Minister Pushkar Singh Dhami) કાર્યાલય પરથી આ મામલે નિર્દેશો પણ આપી દેવામાં આવ્યા છે. તાજેતરમાં જ રાજ્યમાં ધમધમી રહેલી ગેરકાયદેસર મદરેસાઓના ખુલાસા બાદ ધામી સરકારે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. સરકારના નિર્દેશ અનુસાર રાજ્યમાં ચાલી રહેલી મદરેસાઓ, તેમાં આવતા ફંડિંગ, તેમાં ભણતા વિદ્યાર્થીઓ વગેરેની તપાસ કરવામાં આવશે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડમાં સરવે કરવાનો નિર્દેશ જાહેર કરવામાં આવતાંની સાથે જ પોલીસ સહિત પ્રશાસન હરકતમાં આવી ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સરવેનું કાર્ય લગભગ એક મહિના સુધી ચાલશે. આખા સર્વેક્ષણ બાદ તેના રિપોર્ટ તૈયાર કરીને સીએમ કાર્યાલયમાં આપવાના રહેશે. આ માટે ઉત્તરાખંડ પોલીસ સહિત પ્રશાસને તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ચાલી રહેતી તમામ મદરેસાઓને આ તપાસમાં આવરી લેવામાં આવશે.

    ગેરકાયદેસર ફંડિંગ આવતું હોવાનું સામે આવ્યા બાદ કાર્યવાહી

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં મદરેસાઓને બહારથી ફંડિંગ આવતું હોવાના તથ્યો સામે આવ્યા હતા. ત્યારે આ સર્વેક્ષણનું કાર્ય શરૂ થયા બાદ વધુ ખુલાસો થાય તેવી સંભાવનાઓ છે. આ સર્વેક્ષણ માટે મુખ્યમંત્રીના નિર્દેશ બાદ દરેક જિલ્લામાં જિલ્લાધિકારીઓની અધ્યક્ષતામાં વિશેષ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટીઓને એક મહિનાની અંદર અંદર સર્વે પૂર્ણ કરીને રાજ્ય સરકારને તેના રિપોર્ટ સોંપી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ પ્રશાસન પણ ઉપરોક્ત મામલે તપાસમાં લાગી ચૂકી છે.

    - Advertisement -

    આ મામલે IG (લો એન્ડ ઓર્ડર) નિલેશ આનંદ ભરણેએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર રાજ્ય પોલીસે મદરેસાઓના તપાસની કાર્યવાહી ઝડપથી શરૂ કરી દીધી છે. આ કાર્યવાહીમાં આખા રાજ્યમાં ચાલી રહેલા મદરેસાઓનું વેરીફિકેશન કરવામાં આવશે. સાથે જ જે ગેરકાયદેસર ફંડિંગનો મામલો સામે આવ્યો હતો, તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. કેટલીક મદરેસાઓમાં બહારના રાજ્યોના વિદ્યાર્થીઓ પણ ભણતા હોવાની માહિતી મળી છે તો તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને બહારના કેટલા વિદ્યાર્થીઓ ભણે છે તેનો આંકડો તૈયાર કરવામાં આવશે.”

    રાજ્યમાં 400થી વધુ મદરેસાઓ કાર્યરત, અનેક ગેરકાયદેસર: IG આનંદ ભરણે

    IGના જણાવ્યા અનુસાર આ આખા વેરીફિકેશન અભિયાન પાછળનો મુખ્ય હેતુ ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવાનો છે. તેમણે કહ્યું કે, “અમે તે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે દરેક મદરેસા કાયદાકીય નિયમો હેઠળ કાર્યરત રહે. આ અભિયાનમાં તપાસવામાં આવશે કે ચાલી રહેલી મદરેસાઓ પાસે યોગ્ય રજીસ્ટ્રેશન અને અન્ય આવશ્યક દસ્તાવેજો છે કે કેમ. રાજ્યમાં લગભગ 400 મદરેસાઓ હમણાં કાર્યરત છે, પરંતુ અનેક મદરેસાઓ એવી છે કે જે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારની મદરેસાઓનું સંચાલન ક્યાંથી કરવામાં આવી રહ્યું છે અને તેને ફંડિંગ ક્યાંથી મળી રહ્યું છે, તે દિશામાં તપાસ કરવામાં આવશે.” તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોઈ ગેરરીતી ઝડપાશે તો તેમાં જવાબદાર લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં