Monday, May 6, 2024
More
    હોમપેજક્રાઈમપ્રાંતિજમાં હત્યા કેસ મામલે 9 આરોપીઓ ઝડપાયા: અગાઉ 4ની થઈ હતી ધરપકડ,...

    પ્રાંતિજમાં હત્યા કેસ મામલે 9 આરોપીઓ ઝડપાયા: અગાઉ 4ની થઈ હતી ધરપકડ, મુખ્ય આરોપી મુનાફ કુરેશી સહિત 4 હજુ પણ ફરાર, મુસ્લિમ ટોળાંએ હિંદુ વ્યક્તિનો લીધો હતો જીવ

    આખી ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી મુનાફ કુરેશી નામનો શખ્સ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ઘટના બાદથી જ તે ફરાર છે. તેની સાથે અન્ય 3 આરોપીઓ પણ ફરાર છે. પોલીસ ચારેય આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવીને શોધખોળ કરી રહી છે.

    - Advertisement -

    સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં બુધવારે (14 ફેબ્રુઆરી, 2024) મુસ્લિમ ટોળાએ હિંદુ પરિવાર પર હુમલો કરીને એક હિંદુ વ્યક્તિની હત્યા કરી નાંખી હતી. પૈસાની લેવડદેવડ મામલે થયેલી આ માથાકૂટમાં મુસ્લિમ ટોળું હિંદુ વિસ્તારમાં ધસી આવ્યું અને ધમાલ કરી હતી. ઘટનામાં બચાવ કરવા વચ્ચે પડેલા વ્યક્તિને ટોળાએ ખેંચી જઈને હત્યા કરી નાખી. આ મામલે પોલીસે કુલ 17 લોકો સામે FIR નોંધી હતી. જે બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, પોલીસે વધુ 9 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. આ સમગ્ર કેસમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી મુનાફ કુરેશી સહિત 4 આરોપીઓ હજુ પણ ફરાર છે.

    પ્રાંતિજમાં આવેલા ખોડીયાર કૂવા મોટા માઢ વિસ્તારમાં 14 ફેબ્રુઆરીએ રાત્રે 10 વાગ્યાની આસપાસ મુસ્લિમ શખ્સોનું ટોળું લાકડીઓ, લોખંડના પાઇપ સહિતનાં હથિયારો લઈને મયુરભાઈ નામના એક વ્યક્તિના ઘરે પહોંચી ગયું હતું અને પૈસાની લેવડદેવડ બાબતે ઝઘડો કર્યો હતો. જે બાદ રાજુભાઈ ભોઈ નામના હિંદુ વ્યક્તિ વચ્ચે પડતાં મુસ્લિમ ટોળું ઉશ્કેરાય ગયું હતું અને તેમને ખેંચી લઈ જઈને માર મારવાનું શરૂ કરી દીધું હતું. લોખંડની પાઈપોથી નિર્દયતાથી માર મારતા રાજુભાઈ ભોઈ નામના વ્યક્તિનું મોત થઈ ગયું હતું. આ હત્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અગાઉ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે હવે અન્ય 9 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

    મુખ્ય આરોપી મુનાફ સહિત 4 હજુ પણ ફરાર

    પોલીસે આ મામલે 17 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી હતી. જેમાંથી 4 આરોપીઓને તો પકડી પણ લીધા હતા. જ્યારે 9 આરોપીઓની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ આ આ આખી ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી મુનાફ કુરેશી નામનો શખ્સ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ઘટના બાદથી જ તે ફરાર થઈ ગયો હોવાનું કહેવાય રહ્યું છે. તેની સાથે અન્ય 3 આરોપીઓ પણ ફરાર છે. પોલીસ ચારેય આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવીને શોધખોળ કરી રહી છે.

    - Advertisement -

    પીડિત પરિવાર સુધી પહોંચ્યું હતું ઑપઇન્ડિયા

    પ્રાંતિજમાં બનેલી આ ઘટના બાદ ઑપઇન્ડિયા પીડિત પરિવાર સુધી પહોંચ્યું હતું અને આખી ઘટના વિશે વિગતે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મૃતક રાજુભાઈ ભોઈના નાના ભાઈ સુભાષભાઈએ ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી. તેમણે ઘટના વિશે જણાવતાં કહ્યું કે, “ઘટના સાથે અમારા ભાઈને કશું જ લેવાદેવા નહોતા. અમારી બાજુમાં જે ભાઈ રહે છે તેમનો નાણાકીય વ્યવહારને લઈને સ્થાનિક મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. અઠવાડિયા પહેલાં પણ તેમની માથાકૂટ થઈ હતી. ત્યારબાદ ગત 14 ફેબ્રુઆરીએ પણ બજારમાં તેમની બબાલ થઈ અને પાડોશીને આરોપીઓએ માર માર્યો હતો. ત્યારબાદ તેઓ ઘરે પણ આવી ગયા હતા અને ધમાલ મચાવી હતી.”

    પોતાના ભાઈની હત્યા મામલે સુભાષે આગળ જણાવ્યું કે, “તે લોકો પાડોશીને માર મારી રહ્યા હતા ત્યારે મારા મોટા ભાઈએ માત્ર એટલું જ કહ્યું કે, “તમે તેને શું કામ મારો છો?” મારા ભાઈએ આવું કહેતાં જ ટોળું ઉશ્કેરાયું હતું અને તલવારો, પાઈપો અને ધોકા-હૉકી સ્ટીક લઈને મારા ભાઈને મારવા ધસી આવ્યું. તેઓ તો છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. તે લોકો 100-200 જણા હતા અને મારા ભાઈને ઢસડીને લઇ ગયા. ઘરથી લગભગ 100 ફૂટ દૂર લઇ જઈને તે લોકોએ અંધારુ કરી દીધું અને આડેધડ માર માર્યો હતો. મારા ભાઈને ગળું દબાવીને, પાઈપના ફટકા મારીને મારી નાખ્યા હતા.” સાથે તેમણે એવો આરોપ પણ લગાવ્યો હતો કે, મુસ્લિમ ટોળું મૃતક રાજુભાઈનો મૃતદેહ પણ લેવા નહોતું દેતું અને સતત પથ્થરમારો કરી રહ્યું હતું.

    પોલીસે 17 આરોપી વિરુદ્ધ નોંધ્યો હતો ગુનો

    પોલીસે આ મામલે 17 આરોપી વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસે અયાઝ કુરેશી, મુનાફ કુરેશી, અયુબ કુરેશી, રાશીદ મિયાં, ઇમરાન મિયાં કુરેશી, મકબૂલ મિયાં કુરેશી, જાની કમરૂદ્દીન, રઈસ મિયાં મહેબૂબ ખાન, મલેક, સમીર, મનાન હારુન, નિસારનો ભાઈ, રફીક ભટ્ટી, નિસાર મિયાં, બાબુ અકબર, યુનુસ મિયાં અને ફિરોજ મિયાં વિરુદ્ધ નામ જોગ અને બાકીના ટોળા વિરુદ્ધ IPCની કલમ 302, 323, 143, 147, 148, 149, 504, 506(2), 427 અને GPAની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. જે બાદ 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને હવે અન્ય 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં