Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેરળના પલક્કડની એક દુકાનમાં તલવાર લઇ ઘુસેલા PFI નેતા અબુબકર સિદ્દીકી સહિત...

    કેરળના પલક્કડની એક દુકાનમાં તલવાર લઇ ઘુસેલા PFI નેતા અબુબકર સિદ્દીકી સહિત 5 લોકોએ RSS કાર્યકર્તાની ક્રુરતાથી હત્યા કરી, સંઘથી જોડાયેલા લોકોનું લીસ્ટ પણ બનાવ્યું હતું

    કેરળના પલક્કડમાં PFIના નેતાએ RSSના સ્વયંસેવકની ધોળા દિવસે હત્યા કરી દીધી હતી. આટલું જ નહીં પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર તેમની યોજના વધુ RSS સ્વયંસેવકોની હત્યા કરવાની પણ હતી.

    - Advertisement -

    કેરળના પલક્કડમાં PFI નેતાએ સંઘના સ્વયંસેવકની ક્રુરતાથી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શનિવારે 5 લોકો સંઘ સ્વયંસેવક શ્રીનિવાસનની દુકાનમાં ઘૂસી ગયા અને તેમના પર તલવારોથી હુમલો કર્યો. જે બાદ તેઓ બાઇક પર ફરાર થઇ ગયા હતા. પોલીસે હવે આ કેસમાં કુલ 9 લોકોની ધરપકડ કરી છે. જેમાં કટ્ટર ઇસ્લામિક સંગઠન PFI નેતા અબુબકર સિદ્દીકનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ કટ્ટરવાદીઓ કથિત રીતે સંઘ અને હિન્દુવાદી સંગઠનોના કાર્યકર્તાઓને નિશાન બનાવવા માટેની યાદી બનાવી રહ્યા હતા. PFI નેતાએ સંઘના સ્વયંસેવકની હત્યા કર્યા બાદ આખા વિસ્તારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

    હુમલાખોરો 3 બાઇક પર આવ્યા હતા

    મળતા અહેવાલો મુજબ શ્રીનિવાસન પોતાની ટુ વ્હીલરની દુકાન ચલાવતા હતા. તે શનિવારે નિત્યક્રમ મુજબ દુકાને પહોંચ્યા હતા. પરંતુ તે દિવસે તેમની દુકાને આવેલા 5 લોકોએ એકએક તેમના પર હુમલો કરી દીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી પોલીસે જણાવ્યું હતું કે મુસ્લિમ હુમલાખોરોએ તેમની બાઇક શ્રીનિવાસનની દુકાનની સામે પાર્ક કરી હતી. આ પછી ત્રણે દુકાનમાં ઘૂસીને શ્રીનિવાસન પર તલવાર વડે હુમલો કર્યો હતો. સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે આ હુમલાખોરો ૩ બાઇક પર દુકાનમાં પહોંચ્યા હતા.

    - Advertisement -

    ભાજપનો આક્ષેપ

    ભાજપે આ મામલે પીએફઆઇનો હાથ હોવાનું જણાવ્યું હતું. એક મીડિયા અહેવાલ મુજબ ભાજપના મહાસચિવ અને પલક્કડના નેતા સી કૃષ્ણ કુમારે પણ આ હુમલા પાછળ પીએફઆઈનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસ આરએસએસ કાર્યકરની હત્યાને રોકી શકી નથી. હથિયારધારી ટોળકી શહેરમાં ખુલ્લેઆમ ફરી રહી છે. તેમણે કહ્યું હતું કે, પોલીસની બેદરકારીને કારણે PFI પલક્કડમાં હિસા કરી રહી છે. પલક્કડના મેલમુરી વિસ્તારમાં અગાઉ પણ સાંપ્રદાયિક હિસા થઈ હતી. પરંતુ પોલીસે કોઇ સાવયેતીના પગલાં લીધા ન હતા. શાસક સીપીઆઇ(એમ) અને પોલીસ દળે આતંકવાદીઓ સામે આત્મસમર્પણ કરી દીધું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં